Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 751 કરોડનો વિકાસ કરવા તૈયારી: મહાપાલિકાએ CMનો સમય માંગ્યો,જાણો કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

Wed, March 18 2026


રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓની મુદ્દત પૂર્ણ થઈ જતાં હાલ વહીવટદાર શાસન લાગુ કરવામાં આવ્યું છે. બીજી બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય તે પૂર્ણ થયા બાદ આગામી ચૂંટણીની જાહેરાત કરવામાં આવનાર છે ત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલાં જ દરેક શહેરોમાં વિકાસ કરવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટની વાત કરવામાં આવે તો અહીં મુખ્યમંત્રીના હસ્તે 751 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાની તૈયારી મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે અધિકારી સૂત્રોએ જણાવ્યું કે ગત 7 માર્ચે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે 362.60 કરોડના વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે 751 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે તૈયારી ચાલી રહી છે. આ માટે મુખ્યમંત્રી કાર્યાલયને તમામ વિગત પણ મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં CMO દ્વારા મુખ્યમંત્રીની તારીખ મળી જાય એટલે કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરાશે. મોટાભાગે શનિવારે મુખ્યમંત્રી રાજકોટમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. જો શનિવારે તેમનો કાર્યક્રમ નહીં ગોઠવાય તો પછી સોમવારે તેઓ રાજકોટ આવી શકે છે.

આ પણ વાંચો:કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

બીજી બાજુ વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું હોય મુખ્યમંત્રીની હાજરી ફરજિયાત હોવાથી તેઓ રજાના દિવસે રાજકોટ આવી શકે છે. શનિવારે રમઝાન ઈદની રજા હોવાથી તેઓ રાજકોટ આવે તેવી શક્યતા છે. બીજી બાજુ સત્ર 25 માર્ચે પૂર્ણ થયા બાદ ગમે ત્યારે ચૂંટણી જાહેર થવાની હોય આચારસંહિતા લાગુ પડી ગયા બાદ કામ હાથ ઉપર લઈ શકાય તેમ ન હોવાથી સત્ર પૂર્ણ થાય તે પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ અને ખાતમુહૂર્ત પૂર્ણ કરાવવા માટે ભાર આપવામાં આવી રહ્યો છે.

મુખ્યમંત્રીની જાહેરસભાનું પણ થઈ રહેલું આયોજન

મુખ્યમંત્રીનો રાજકોટમાં કાર્યક્રમ ગોઠવાઈ રહ્યો હોય શહેર ભાજપ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ચૂંટણીને ધ્યાનમાં રાખી મુખ્યમંત્રીની રાજકોટ મુલાકાત દરમિયાન જાહેરસભાનું આયોજન પણ કરવામાં આવી રહ્યાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસ વિભાગમાં પણ ચર્ચા થઈ હતી સાથે સાથે શહેર ભાજપ દ્વારા પણ કાર્યક્રમની રૂપરેખા ઘડવાનું શરૂ કરવામાં આવ્યું છે.

કયા કયા કામના લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે

  • પોપટપરા-રેલનગરમાં નિર્માણાધીન 1000થી વધુ આવાસનું લોકાર્પણ
  • ન્યારી ડેમ પાસે 150 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત
  • જ્યુબિલિ શાક માર્કેટ અને લક્ષ્મીનગર શાક માર્કેટની કાયાપલટ કરવાનું ખાતમુહૂર્ત
  • વોર્ડ નં. 4માં સ્પોર્ટસ કોમ્પલેક્સનું ખાતમુહૂર્ત
  • કનકનગર ફાયર સ્ટેશનના રિનોવેશનનું ખાતમુહૂર્ત
  • વોર્ડ નં. 15માં નવા ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત
  • 190 કરોડના વિવિધ 6 કામનું લોકાર્પણ
  • કુલ 567 કરોડના ખર્ચે વિવિધ 40 કામનું ખાતમુહૂર્ત

Share Article

Other Articles

Previous

‘શિવાલિક’ અને ‘નંદા દેવી’ બાદ ‘જગ લાડકી’ પણ પહોંચ્યું ભારત: 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઇલ લઈને જહાજ મુન્દ્રા પોર્ટ પહોંચ્યું

Next

ઇન્દોરમાં ગંભીર દુર્ઘટના: રહેણાંક મકાનમાં આગ લાગતા 7ના મોત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વ્હૉટ ઈઝ ધીસ? રેલવે સ્ટેશન પાસે દબાણ-રસ્તાની હાલત જોઈ RMC કમિશનર ધુંઆપુંઆ! અધિકારીઓને સ્થળ પર જ ખખડાવી નાખ્યા
14 મિનિટutes પહેલા
રાજકોટના રૈયાધારમાં યુવકની હ*ત્યામાં એક ફૂલ દો માલી જેવો ઘાટ હતો? મારી નાખવાનો ઈરાદો ન્હોતો-ત્રણેય આરોપીઓની કબૂલાત
31 મિનિટutes પહેલા
રીલીઝના એક દિવસ પહેલા ધુરંધર-2 પર ચાલી સેન્સર બોર્ડની કાતર: આંખ ફોડવી,અપશબ્દો વાળા ડાયલોગ સહિતના આ 21 ફેરફારો કરાવ્યા
1 કલાક પહેલા
રાજકોટના કટારિયા બ્રિજનું કામ હજુ સવા વર્ષ ચાલશે: 26 પિલર મુકાયા, સપ્ટેમ્બર 2027માં બ્રિજ ખુલ્લો મુકી દેવા તૈયારી
2 કલાક પહેલા
Categories

નેશનલ

2996 Posts

Related Posts

વરસાદે ICCને કરી નાખ્યું બરબાદ !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
રાજકોટના મોરબી રોડ પર રુ. 10 હજારની ઉઘરાણીમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર માર્યો : પોલીસે 25 દિવસે ગુનો નોંધ્યો
ક્રાઇમ
6 મહિના પહેલા
દિલ્હીના પરિણામ ઉપર ઓમર અબ્દુલ્લાનું ટ્વિટ : “और लड़ो आपस मैं ” : ઇન્ડિયા ગઠબંધનના ડખ્ખા ઉપર માર્યો ટોણો
Breaking
1 વર્ષ પહેલા
‘TRAI આપી રહ્યું છે 3 મહિનાનું ફ્રી રિચાર્જ…’, તમને આવો મેસેજ આવે તો ચેતજો !!
ગેજેટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર