Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધરોઈના જળાશયમાં 191 પ્રજાતિના 30 હજારથી વધુ પક્ષીઓનું સમૃદ્ધ વૈવિધ્ય મળ્યું: પાંચમી પક્ષી ગણતરી સંપન્ન, પ્રકૃતિ પ્રેમીઓનો જમાવડો

Tue, March 17 2026

સાબરકાંઠાના ધરોઈ જળાશય ખાતે વન વિભાગ, આદમ નેચર રીટ્રીટ, પ્રણીધિ ટ્રસ્ટ અને લબ્ધિ વિક્રમ જન સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પાંચમી પક્ષી ગણતરી અને અંદાજ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. બે દિવસની પક્ષી અંદાજ ગણતરી દરમિયાન 191 પ્રજાતિના 30,431 કુલ પક્ષીઓ જોવા મળ્યા. જેમાંથી 22,011 પાણીમાં રહેનારા જોવા મળ્યા. તેમાંથી 70 પ્રજાતિના 8,299 કુલ ઋતુ પ્રવાસી પક્ષીઓ એમના સંવવન પીછાના રૂપે જોવા મળ્યા ને ભારતીય મૂળના સ્થાનિક અને આંતરરાજ્યના કુલ 121 પ્રજાતિના પક્ષીઓ જોવા મળ્યા.

7 અને 8 માર્ચ 2026ના રોજ યોજાયેલા આ બે દિવસીય કાર્યક્રમમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી 92 જેટલા પક્ષી નિરીક્ષકોએ ભાગ લીધો હતો. આ ગણતરીમાં 10 વર્ષના બાળકથી લઈને 67 વર્ષના વયોવૃદ્ધ પક્ષીપ્રેમીઓ, વૈજ્ઞાનિકો, વન્યજીવ ફોટોગ્રાફર્સ અને સરકારી અધિકારીઓ સહભાગી થયા હતા.

કાર્યક્રમની શરૂઆત વટપલ્લી જૈન તીર્થ ખાતેથી થઈ હતી. ગણતરી પ્રક્રિયાને વધુ સચોટ અને વૈજ્ઞાનિક બનાવવા માટે સમગ્ર ધરોઈ જળાશયને 20 ઝોનમાં વહેંચવામાં આવ્યો હતો. દરેક ઝોનમાં નિષ્ણાતો, ફોટોગ્રાફર્સ અને શિખાઉ ગણતરીકારોની ટુકડીઓ તૈનાત કરવામાં આવી હતી. આ ગણતરીના આધારે પક્ષીઓની વર્તણૂક, ઋતુ પરિવર્તન, આબોહવા અને પક્ષીઓના સંવર્ધન સમયના પીંછાના રંગોનો ગહન અભ્યાસ કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનનું સંચાલન સાબરકાંઠા જિલ્લાના માનદ વન્યજીવ સંરક્ષક શ્રી મયુરભાઈ રાઠોડની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું, જેઓ સતત પાંચમી વાર આ જવાબદારી નિભાવી રહ્યા છે. વન વિભાગના નિવૃત્ત અગ્ર મુખ્ય વન સંરક્ષક અને પક્ષી નિષ્ણાત શ્રી ઉદય વોરા સાહેબે વૈજ્ઞાનિક ઢબે આ ગણતરીનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લબ્ધિ વિક્રમ જનસેવા ટ્રસ્ટ અને વટપલ્લી જૈન તીર્થ દ્વારા તમામ નિરીક્ષકો માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ પણ વાંચો:રાજકોટમાં સફાઇ કામદારોને 1 વર્ષ બાદ મળશે અદ્યતન કોમ્યુનિટી હોલ: મ્યુ.કમિશનરે 8.69 કરોડના ખર્ચે બની રહેલા હોલનું કર્યું નિરીક્ષણ

કાર્યક્રમના સમાપન પ્રસંગે ગુજરાત રાજ્ય પરિવહન નિગમના નિયામક શ્રી મહેન્દ્રભાઈ ડામોરે હાજર રહી પક્ષી નિરીક્ષકોનું પ્રમાણપત્ર આપી સન્માન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, પક્ષીઓ પર્યાવરણ અને લોકજીવનમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવે છે. વનવાસી ખેડૂતો આજે પણ પક્ષીઓની બોલી અને તેમના આગમનના આધારે ખેતીમાં વાવેતરનો નિર્ણય લેતા હોય છે. અંતમાં શ્રી વૈભવ મહેતાએ આભારવિધિ કરી પ્રકૃતિ પ્રેમીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

પક્ષી ગણતરીના મહત્વના અંશ
• કુલ જોવા મળેલા પક્ષીઓ: 30,431
• કુલ પ્રજાતિઓ: 191
• જળચર પક્ષીઓ: 22,011
• ઋતુ પ્રવાસી (Migratory) પક્ષીઓ: 8,299 (70 પ્રજાતિઓ)
• સ્થાનિક અને આંતરરાજ્ય પક્ષીઓ: 121 પ્રજાતિઓ

ગણતરીની વૈજ્ઞાનિક પદ્ધતિ અને વિશેષતાઓ
• ઝોન વ્યવસ્થા: ધરોઈ જળાશયના વિશાળ વિસ્તારને 20 અલગ-અલગ વિભાગોમાં વહેંચાયો હતો
• ટીમ રચના: દરેક ઝોનમાં 5 થી 6 નિષ્ણાતો અને તાલીમાર્થીઓની ટીમ રાખવામાં આવી હતી
• સમયગાળો: પ્રથમ તબક્કાની ગણતરી સાંજે અને બીજા તબક્કાની ગણતરી વહેલી સવારે કરવામાં આવી હતી
• અભ્યાસના વિષયો: પક્ષીઓના પીંછાના રંગો, પ્રવાસ દરમિયાનની સ્થિતિ અને આબોહવા પરિવર્તનની અસરનો અભ્યાસ કરાયો

Share Article

Other Articles

Previous

સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: 3 મહિનાથી મોટા બાળકને દત્તક લેનારી મહિલાને પણ મેટરનીટી લિવનો અધિકાર, જાણો શું છે મામલો

Next

રાજકોટમાં સફાઇ કામદારોને 1 વર્ષ બાદ મળશે અદ્યતન કોમ્યુનિટી હોલ: મ્યુ.કમિશનરે 8.69 કરોડના ખર્ચે બની રહેલા હોલનું કર્યું નિરીક્ષણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં માવઠાનું સંકટ: 3 દિવસ આ જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી
39 મિનિટutes પહેલા
Dhurandhar 2: રીલીઝ પહેલા જ ધુરંધર 2 જોરદાર ક્રેઝ: મુંબઇમાં 24×7 શો, એડવાન્સ બુકિંગમાં જબરદસ્ત પ્રતિસાદ
47 મિનિટutes પહેલા
પૈસા મન પડે ત્યાં…’ધોનીએ 20 વર્ષના ઓલરાઉન્ડરને આપી સિક્રેટ સલાહ, IPLમાં ચેન્નાઈ સુપરકિંગ્સે 14.20 કરોડમાં આ ખેલાડીને ખરીદ્યો
1 કલાક પહેલા
ટ્રમ્પને ફરી નવું સુરાતન ચડ્યું! ક્યુબા પર કબજાનો સંકેત આપ્યો, મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, હું જે ઈચ્છું તે કરી શકું છું
2 કલાક પહેલા
Categories

નેશનલ

2995 Posts

Related Posts

રાજદ્વારી સુરક્ષા પરત લેવાનુંભારતનું પગલું ગેરવ્યાજબી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
ટ્રમ્પની જીત બાદ એલોન મસ્કની કિસ્મત ચમકી : દુનિયાના સૌથી અમીર બન્યા, વાંચો સંપતિમાં કેટલો થયો વધારો
ટેક ન્યૂઝ
1 વર્ષ પહેલા
ગ્વાલિયરમા અચાનક આંધી -વરસાદ સાથે વીજળી પડતાં 4 ના મોત
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : આજી નદીમાં એક્સપાયર નમકીન ફેંકી જનાર પકડાયો, મનપાએ 10 હજારનો દંડ વસૂલ્યો
ગુજરાત
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર