ઈરાન–ઈઝરાયેલ યુદ્ધના તણાવની અસર ઉડાન પર: રાજકોટ એરપોર્ટ પર બિઝનેસ ટ્રાવેલમાં 40% ઘટાડો નોંધાયો
ઈરાન–ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની અસર હવે હવાઈ મુસાફરી અને વેપાર ક્ષેત્રમાં પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બિઝનેસ હેતુસર મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે વેપાર સાથે જોડાયેલા ઘણા ઉદ્યોગકારો હાલ થોડું વેઇટ-એન્ડ-વોચ વલણ અપનાવી રહ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ એરપોર્ટ પર સામાન્ય દિવસોમાં દરરોજ સરેરાશ અંદાજે 4500 જેટલા પેસેન્જરોની અવરજવર રહેતી હોય છે. પરંતુ હાલની વૈશ્વિક પરિસ્થિતિ અને ઈરાન–ઈઝરાયેલ યુદ્ધના કારણે ઉડાનો પર આંશિક અસર જોવા મળી રહી છે.જે સંખ્યા 40 ટકા જેટલી ઘટી છે. બિઝનેસ ટ્રાવેલર્સ દ્વારા કેટલાક પ્રવાસ મુલતવી રાખવામાં આવતા મુસાફરોની સંખ્યામાં થોડો ઘટાડો નોંધાયો છે.
આ પણ વાંચો:VIDEO: હનીટ્રેપની ‘રમત’માં દલિત યુવકની હ*ત્યા! રાજકોટના રૈયાધારમાં ખેલાયેલા ખૂની ખેલમાં નવો ખુલાસો,3 આરોપીની ધરપકડ
સૌરાષ્ટ્રને ઉદ્યોગનું મહત્વનું હબ માનવામાં આવે છે. ખાસ કરીને રાજકોટ,મોરબી સહિતના વિસ્તારમાં સિરામિક, એન્જીનીયરીંગ,ફાઉન્ડરી, ગોલ્ડ સિલ્વર ઉદ્યોગનું મોટું કેન્દ્ર વિકસ્યું છે, જ્યાંથી વેપારીઓ અને ઉદ્યોગકારો વારંવાર દેશ-વિદેશમાં વ્યાપારિક પ્રવાસ કરતા હોય છે. પરંતુ હાલની યુદ્ધ પરિસ્થિતિ અને વેપાર પર પડતી અસરને કારણે ઉદ્યોગ સાથે જોડાયેલા ઘણા વેપારીઓના પ્રવાસમાં પણ થોડો બ્રેક લાગ્યો છે.
જો કે હવાઈ ટ્રાફિકમાં ઘટાડાનું એક કારણ માત્ર યુદ્ધ નથી. માર્ચ અને એપ્રિલ મહિનામાં બોર્ડ તેમજ વિવિધ કોર્સની ફાઈનલ પરીક્ષાઓ ચાલી રહી હોવાથી પણ મુસાફરોની સંખ્યામાં સામાન્ય રીતે ઘટાડો જોવા મળે છે. પરિણામે હાલ રાજકોટ એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિક પર અસર જોવા મળી રહી છે.
