Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

હવે LPG અને PNG માંથી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકાશે: ગેસના બાટલાની અછત અટકાવવા તંત્ર એકશન મોડમાં

Mon, March 16 2026

રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં શહેર તથા જિલ્લાના નાગરિકોને ઘરેલુ ગેસનો જરૂરી પુરવઠો મળી રહે તે માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.આ બેઠકમાં GSPC(ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન) અને ઘરેલુ ગેસનુ વિતરણ કરતી કંપનીના અધિકારીઓ હાજર રહ્યા હતા.

નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકશે

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં તરલીકૃત પેટ્રોલીયમ ગેસ(પુરવઠા અને વિતરણનું નિયમન) સુધારા આદેશ, 2026 જાહેર કરવામાં આવ્યો છે, જેના અનુસંધાને રાજ્ય સરકાર અમલી બનાવાયેલા આ સુધારા આદેશની જાણકારી જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાએ આ બેઠકમાં આપી હતી.જે મુજબ રાજ્યના નાગરિકો LPG અને PNG પૈકી કોઈ પણ એક જ ગેસ કનેક્શન રાખી શકશે, બંને કનેક્શન એક સાથે રાખી શકશે નહીં. અથવા સરકારી તેલ કંપનીઓ કે તેમના વિતરકો પાસેથી રીફીલ મેળવી શકશે નહીં.



PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ

PNG ગેસ ધારકો માટે નવા LPG(લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાથી હવે PNG ગેસ ધારકો નવા ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકશે નહીં. PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) કનેક્શન ધરાવતા ગ્રાહકને LPG કનેક્શન પરત કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે.

વધુમાં, જિલ્લામાં LPGનો કોઇપણ પ્રકારનો બિન જરૂરી સંગ્રહ(સ્ટોક) તથા કાળાબજારી ન થાય, ગેસ એજન્સીઓ દ્વારા વિતરણ સુવ્યવસ્થિત રીતે થાય તે અર્થે અત્રેથી ત્રણેય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી જથ્થો સમયસર ઉપલબ્ધ થાય તે રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે.

આ પણ વાંચો: રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા

જિલ્લા પુરવઠા અધિકારી સુચના મુજબ જિલ્લામાં અત્યાર સુધી હોટલ, રેસ્ટોરન્ટ, હાઈવે પરના ઢાબા વગેરે જગ્યાઓ પર આકસ્મિક તપાસણી કરી અંદાજીત 150 જેટલી ઘરેલું LPGની બોટલ સીઝ કરવામાં આવેલ છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, ગાંધીનગર દ્વારા અપાતી વખતોવખતની સૂચનાઓ મુજબ જિલ્લાની તમામ ગેસ એજન્સીઓ તથા તેમના ગોડાઉન ખાતે ગેસની બોટલ નિયમાનુસાર આપવામાં આવે છે કે કેમ? અને કોઇપણ પ્રકારે બિન જરૂરી સંગ્રહ કે કાળાબજાર ન થાય તે રીતની સુચારુ વ્યવસ્થા માટે દરેક ગેસ એજન્સી તથા ગોડાઉન ખાતે એક રેવન્યુ કર્મચારી તથા એક પોલીસ કર્મચારીને ફરજ પર મુકવામાં આવેલ છે.

આ ઉપરાંત અત્રેથી તમામ OMCના અધિકારી તથા PNGના અધિકારી સાથે સંપર્કમાં રહી દૈનિક ધોરણે સમિક્ષા કરવામાં આવી રહી છે.રાજકોટ શહેર તથા જિલ્લાના નાગરિકોને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા કલેકટરએ અનુરોધ કર્યો છે.

હેલ્પલાઈન નંબર

રાજ્યમાં ઘરેલું તેમજ કોમર્શિયલ હેતુ માટે PNGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ, ઘરેલું LPG સિલિન્ડરના બફર સ્ટોકમાં સતત વધારો; LPG અંગે કોઈપણ પ્રકારના માર્ગદર્શન માટે રાજ્ય હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર સંપર્ક કરી શકાય છે.

રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં કડક દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેઓ દ્વારા એ સુનિશ્વિત કરાઈ રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિ અટકાવી શકાય…

Share Article

Other Articles

Previous

આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા

Next

રાજકોટમાં ફ્લિપકાર્ટના ગોડાઉનમાંથી 8.32 લાખના 23 મોબાઈલની ચોરી: ઓર્ડર કેન્સલ થયેલા ફોન શખ્સે બારોબાર વેંચી નાખ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
UAEમાં ભ્રામક વીડિયો પોસ્ટ કરનાર 19 ભારતીયો સહિત 35ની ધરપકડ: જાણો કેટલી થશે સજા અને કેટલો દંડ ભરવો પડશે?
11 મિનિટutes પહેલા
લાપસીના આંધણ મૂકો…હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે LPG લઇને ‘શિવાલિક’ જહાજ મુન્દ્રા પોર્ટ પર આવી પહોંચ્યું
46 મિનિટutes પહેલા
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સુરક્ષિત રીતે 45000 ટન LPG લઇને શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે આવી પહોંચ્યું
1 કલાક પહેલા
આપઘાત પૂર્વેના રાજકોટ AIIMS ઇન્ટર્ન તબીબના આખરી શબ્દો ‘ઇસ નોટ કો ડાઇંગ ડિક્લેરેશન માના જાએ’, 5 તબીબની ધરપકડ કરી જેલ હવાલે કરાયા
2 કલાક પહેલા
Categories

નેશનલ

2992 Posts

Related Posts

વિદ્યાર્થીઓના આપઘાત અંગે સર્વોચ્ચ ચિંતા : રેગીંગ, જાતીય સતામણી સામે વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ
ટૉપ ન્યૂઝ
12 મહિના પહેલા
સુરેન્દ્રનગર પાસેથી રૂ.1.27 કરોડના ચોરાઉ લોખંડ સાથે 12 શખ્સોની ધરપકડ
રાજકોટ
2 વર્ષ પહેલા
એન્ટિબાયોટિક્સના વધુ પડતા ઉપયોગથી ઈન્ફેક્શન વધ્યાનું તારણ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જુનાગઢના બે પી.આઈ અને  એએસઆઈ સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધાયો
ક્રાઇમ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર