ઓડિશામાં મોટી દુર્ઘટના: કટકની SCB હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 10 દર્દીઓના મોત, 11 લોકો ઘાયલ
ઓડિશામાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. સોમવારે વહેલી સવારે કટકની SCB હોસ્પિટલમાં આગ લાગવાથી દસ દર્દીઓના મોત થયા હતા. બચાવ કામગીરી દરમિયાન સ્ટાફના અગિયાર સભ્યો પણ ઘાયલ થયા હતા. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
શું છે સમગ્ર મામલો?
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગના ICUમાં આગ લાગી હતી અને તે ઝડપથી વધી ગઈ હતી. ગંભીર હાલતમાં દર્દીઓની ત્યાં સારવાર કરવામાં આવી રહી હતી. આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ કામગીરી શરૂ કરી હતી અને આગને કાબુમાં લીધી હતી.”દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે હોસ્પિટલના અગિયાર કર્મચારીઓ પણ દાઝી ગયા હતા. કુલ 23 દર્દીઓને ઝડપથી અન્ય વિભાગો અને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સ્ટાફ, પોલીસ અને દર્દીઓની સાથે રહેલા લોકોએ પણ આ બચાવ કાર્યમાં મદદ કરી હતી.સોમવારે વહેલી સવારે ઓડિશાના કટકમાં એક ભયાનક ઘટના બની. SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU) માં ભીષણ આગ લાગી. અત્યાર સુધીમાં દસ દર્દીઓના મોત થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે આગ સવારે 2:30 થી 3:00 વાગ્યાની વચ્ચે લાગી હતી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલના ટ્રોમા કેર વિભાગના ICUમાં આગ લાગી હતી અને તે ઝડપથી વધી ગઈ હતી. ગંભીર હાલતમાં દર્દીઓની ત્યાં સારવાર કરવામાં આવી રહી હતી.
આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ કામગીરી શરૂ કરી હતી અને આગને કાબુમાં લીધી હતી.”દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાનો પ્રયાસ કરતી વખતે હોસ્પિટલના અગિયાર કર્મચારીઓ પણદાઝી ગયા હતા. કુલ 23 દર્દીઓને ઝડપથી અન્ય વિભાગો અને વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલના સ્ટાફ, પોલીસ અને દર્દીઓની સાથે રહેલા લોકોએ પણ આ બચાવ કાર્યમાં મદદ કરી હતી.અકસ્માતના સમાચાર મળતા જ મુખ્યમંત્રી મોહન ચરણ માઝી અને આરોગ્ય મંત્રી મુકેશ મહાલિંગ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને દર્દીઓ સાથે મુલાકાત કરી.
મીડિયા સાથે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ હોઈ શકે છે. આગમાં ટ્રોમા કેર આઈસીયુ તેમજ નજીકના ઘણા વોર્ડ પણ લપેટમાં આવી ગયા હતા. મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે ઘાયલોની સારવારમાં કોઈ કમી ન રહે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સરકારે દરેક મૃતકના પરિવારને ₹25 લાખની નાણાકીય સહાય આપવાનો નિર્ણય લીધો છે. હાલમાં હોસ્પિટલમાં પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
