Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ધીમો વિકાસ, આંતરિક ખટપટ: RMCના શાસકોના 5 વર્ષ પૂર્ણ: ખાધુ, પીધુ અને રાજ કર્યું! વિકાસની ઝડપમાં સરખામણીમાં રાજકોટ સાવ ધીમુ

Thu, March 12 2026

રાજકોટ મહાનગરપાલિકાના શાસકોના પાંચ વર્ષ પુરા થઈ ગયા છે અને 68 ભાજપના અને ચાર કોંગ્રેસનાં મળી કુલ 72 કોર્પોરેટરો નવરા થઈ ગયા છે. હવે તેમના હાથમાં પાવર રહ્યો નથી. હવે નવી ચૂંટણી થાય ત્યારે તેમને ટિકિટ મળે છે કે કેમ તેની ઉપરવાળાને ખબર છે એટલે અત્યારે તો બધા સામાન્ય નાગરિક થઈ ગયા છે. આમ તો આજકાલ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નો રિપીટની ફેશન ચાલી રહી છે તેથી ઘણાના બીપી વધી ગયા છે, જેમણે પાછલા પાંચ વર્ષમાં ખરા અર્થમાં પ્રજાલક્ષી કામ ક્યાં છે તેમને વધુ ચિંતા નથી પણ જે લોકો પાવર રાખીને બેઠા હતા તેઓ દોડવા લાગ્યા છે. મહાપાલિકામાં ભાજપની સત્તાના વધુ એક કાર્યકાળનો અંત આવ્યો છે અને આવનારા પાંચ વર્ષ ફરી સત્તા મળશે તેવી બધાને આશા છે.

અહીં પ્રશ્ન એ થાય છે કે આ પાંચ વર્ષમાં કેવો વિકાસ થયો…? રાજકોટનો વિકાસ કેટલો થયો અને નેતાઓનો વિકાસ કેટલો થયો તેનો અભ્યાસ લોકોએ જ કરવાની જરૂર છે. જેમ વરસોથી થતું આવે છે તેમ આ પાંચ વર્ષમાં પણ થયું. રાજકોટમાં વિકાસ તો થયો પણ બીજા શહેરોની સરખામણીમાં ઓછો અને ધીમો થયો છે તેવી લાગણી મોટાભાગના લોકો અનુભવી રહ્યા છે. પાણીની પાઈપલાઈન નાખવાની હોય કે મોટા મોટા ઓવરબ્રીજ બનાવવાના હોય.. કામગીરી અત્યંત ધીમી ગતિએ થઈ છે. અત્યારે જામનગર રોડ ઉપરના સાંઢીયા પુલના સ્થાને નવા ઓવરબ્રીજનું કામ ચાલી રહ્યુ અને અને તે કેટલુ ધીમું ચાલે છે લાખ્ખો વાહનચાલકો જાણે છે. આ સિવાય પણ સુવિધાના કોઈ પણ કામ હોય, રાજકોટ હંમેશા અમદાવાદ, સુરત કે વડોદરાની સરખામણીમાં ધીમુ જ રહ્યું છે.

હૈદરાબાદ અને ઈન્દોર જેવા શહેરોમાં વિકાસ જોવા જતા અધિકારીઓ અને પદાધિકારીઓએ ખરેખર અમદાવાદ કે સુરત જઈને જોયુ હોત તો રૂપિયા પણ બચી જાત યોજનાઓ થાય નથી. રાજકોટના અને આવી કેમ ઝડપી પૂરી તેની સમજ પણ મળત… જે ઝડપ અમદાવાદ માં થાય છે એવી ઝડપ રાજકોટમાં કેમ નથી થતી તેનો ઉત્તર કોઈ પાસે નથી. રાજકોટમાં કરોડો રૂપિયાનો વિકાસ કાગળ ઉપર કરવામાં બધા ચેમ્પિયન સાબિત થયા પણ વાસ્તવિક વિકાસ કરવામાં નબળા પુરવાર થયા તેની કોઈ ના કહી શકે તેમ ચાલી રહ્યુ છે અને તેની સ્પીડ કેટલી ધીમી છે અને રોજ કેટલા વાહનચાલકો હેરાનગતિ ભોગવે છે તે બધા જાણે પાંચ-પંદર મજુરો માંડ જોવા મળશે.

આ પણ વાંચો: રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક

આટલા ઓછા મેનપાવરધી આવડા તોતિંગ બ્રીજ સમયસર કેવી રીતે થાય તે તો ભગવાન જ જાણે. આટલા સમયથી સાંઢીયા પુલ અને કટારિયા ચોકડીએ કામ ચાલે છે પણ કોઈ નેતા સમ ખાવા પૂરતા પણ કામની ગતિ જાણવા ગયા નથી.ચેમ્બરમાં બેઠા બેઠા વિકાસ ન થઈ શકે તે સમજવાની જરૂર હતી. કામ મોડુ થાય એટલે કોન્ટ્રાક્ટરો વધારાના મીલ મુકે અને આ બીલનો બોજો કરદાતા ઉપર જ આવે છે. આવા મામલામાં સત્તાધીશોએ કોન્ટ્રાક્ટરો સાથે તેરી બી ચુપ…મેરી બી ચુપ કર્યું છે. આ રમતને લીધે રોજેરોજ હજારો લોકો તકલીફ ભોગવી રહ્યા છે તે એક વાસ્તવિકતા છે.

રાજકોટમાં સ્માર્ટ સિટી બન્યુ છે પણ કયા રોડ ઉપરથી ક્યાં જવુ તેની ગતાગમ લોકોને પડતી નથી. કોઈ પ્રોપર સાઈન બોર્ડ નથી.. ખસ.. મોટા મોટા રોડ બનાવ્યા છે, મોટા મોટા સર્કલ છે. સ્પીડ તો ઠીક નાની કારના જમ્પર પણ તોડી નાખે તેવા સ્પીડબ્રેકર ખડકી દેવામાં આવ્યા છે અને BRTSના રૂટ ઉપર લોકો પ્રેમથી રીલ્સ બનાવી શકે અથવા પરિવાર સાથે થેપલા-સુકીભાજી જમી શકે તેવી સુવિધા આપવામાં આવી છે.

અર્થાત કોઈ જોવા વાળુ નથી અને લોકો પોતાની રીતે આ રૂટનો ઉપયોગ કરી રહ્યા છે. રાજકોટમાં એક પણ ફૂટપાથ દબાણ વગરની નથી. કોઈ પણ રોડ લઈ લ્યો… આડેધડ અને ભરપૂર દબાણ જોવા મળશે. જ્યાં વાહન રાખવાની જગ્યા હોય ત્યાં દુકાનોની સ્ટેન્ડી પડી હોય એટલે વાહનચાલક થોડુ દુર વાહન પાર્ક કરે તો ટોઈંગ વાનવાળા ઉપાડી જાય છે. કોઈએ પ્રજાની તકલીફ જોઈ જ નથી. મહાપાલિકાના અધિકારીઓને પણ ચેમ્બરમાં બેઠા બેઠા શહેરનો વિકાસ કરવો છે.

જો સાચા અર્થમાં રાજકોટ માટે કામ કરતા હો તો શહેરના રસ્તા-ગલીમાં ચાલતા નીકળો અથવા ટુ-વ્હીલર લઈને નીકળો તો જ ખબર પડશે કે આ શહેરની શું હાલત છે. ડામર કામમાં કોઈ ભલીવાર હોનુ નથી.. છાશવારે રસ્તા તૂટી છે પ્રજાના પૈસે જ રીપેર થઈ સસ્થા છે. ડાબર કામ થતુ હોય ત્યારે ડઝનબંધ આગેવાનો ફોટા પડાવીને અખબારોમાં છપાવે છે પણ આ જ રોડ ઉપર થોડા દિવસમાં ખાડા પડે ત્યારે ત્યાં ઉભા રહીને પણ ફોટા પડાવવા જોઈએ અને છાપામાં આપવા જોઈએ. આજથી એક-દોઢ દાયકા પહેલા રાજકોટનો વિકાસ ફાફડા ગાંઠિયા જેવો જ થતો હતો. અર્થાત એક જ દિશામાં, કાલાવડ રોડ તરફ વિકાસ થતો હતો પરંતુ સમય જતા અને ચારેય દિશામાં વિકાસ શરુ થયો હતો અને આજે શહેર ચારે તરફ વિકસ્યું છે. શહેરની વસતિ વધી છે, ઉદ્યોગ-ધંધા વધ્યા છે, હોસ્પિટલો, સ્કુલ-કોલેજો અને મોટા મોટા બિલ્ડીંગ વધ્યા છે પણ આ વિકાસની મહાપાલિકા તાલ મિલાવી રાકવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે.

હવે બધા કોર્પોરેટરો માજી થઈ ગયા છે.એક -બે મહિનામાં નવી ચૂંટણી થશે અને કેટલાક નવા અને કેટલાક જુના ચહેરા ફરી શાસનમાં આવરશે. આવામાં એક જ વાત કહેવાની કે જે કોઈ ચૂંટાઈને આવે, રાજકોટનું હિત હ્રદયમાં લઈને આવે તો જ વિકાસ થશે. ભાકી ખાધુ-પીધુ અને રાજ કર્યું જેવુ જ થશે.

આંતરિક ખટપટ

પાછલા પાંચ વર્ષમાં શાસકોમાં આંતરિક ખટપટ અને એક-બીજાને નીચા દેખાડવાની પ્રવૃત્તિ પણ ઘણી જોવા મળી. કોઈ પણ મહત્વનો નિર્ણય લેવા માટે મળતી સંકલનની બેઠકમાં ભાગ્યો જ સંકલન જળવાતુ જોવા મળ્યુ હતુ. એક-બે વખત તો સ્થિતિ એટલી બગડી હતી કે ટોચના હોદ્દેદારે બેઠકમાંથી વોક-આઉટ કરવું પડયુ હતું. તેમને મનાવવા માટે બીજા દોડી ગયા હતા પણ દૂધમાં છાશનું ટીપુ પડી જ ગવુ હતું. બીજા એક કોર્પોરેટરે તો સાથી કોર્પોરેટર સાથે બેસવાનો પણ ઇનકાર કરી દીધો હતો અને છેલ્લે સુધી આ સુગ જાળવી રાખી હતી. ટીઆરપી અગ્નિકાંડ કે પછી એટલાન્ટીસ અગ્નિકાંડ વખતે પણ ઘણા નેતાઓ ઉપર દોષારોપણ થયુ હતુ. એવુ ન હતું કે બધા જ ખટપટ કરતા હતા…ઘણા કોર્પોરેટરો એવા પણ હતા કે તેમને આવા રાજકારણમાં રસ જ ન હતો અને પ્રજાના કામ કરવા માટે જ આવતા હતા.

Share Article

Other Articles

Previous

યુદ્ધ રોકવું હોય તો ઈરાને મૂકી 3 શરતો

Next

રાજકોટના 361 પેટ્રોલ પંપ અને 66 ગેસ એજન્સીઓ પાસે પુરતો સ્ટોક: પુરવઠા વિભાગે ઓઈલ કંપનીઓ સાથે યોજી બેઠક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ગૌરવની ક્ષણ: રાજકોટના તબીબે બનાવી કિડનીની જાણકારી આપતી વિશ્વની સૌથી મોટી વેબસાઈટ, 40 ભાષામાં માહિતી ઉપલબ્ધ
26 મિનિટutes પહેલા
ચીને અરૂણાચલ સીમા પાસે 450 ગામ વસાવી લીધા: સેનાના વરિષ્ઠ અધિકારીઓએ આપી માહિતી, વ્યૂહાત્મક રીતે દેશ માટે જોખમી
54 મિનિટutes પહેલા
રાજકોટથી એર કાર્ગોની ઉડાનને ઝટકો: દરરોજ 2000 ચાંદી મોકલાતી, હવે ઘટીનેમાત્ર 600 કિલો થઇ ફ્રોઝન ફૂડને બ્રેક
1 કલાક પહેલા
રાજકોટ મનપામાં આજથી વહીવટદારનો વટ: 11માં વહિવટદાર તરીકે રેમ્યા મોહને ચાર્જ સંભાળ્યો, ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
2 કલાક પહેલા
Categories

નેશનલ

2980 Posts

Related Posts

મોદી જૂઠાનાં સરદાર,એક પણ વચન પાળ્યું નથી: ખડગે વરસ્યા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ : ભગવતીપરામાં આવેલા ફ્લેટને નિશાન બનાવી તસ્કરો સોનાના ઘરેણા ચોરી ગયા
ક્રાઇમ
1 વર્ષ પહેલા
દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનમા લાગી આગ..જુઓ લાઈવ દ્રશ્યો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
જે કામ બે વર્ષે પૂર્ણ થાય તેને છ મહિનામાં પૂરું કરાવશે રાજકોટ મનપા ! ત્રણ એજન્સી પાસેથી રોડ-રસ્તાનું કામ લેવાશે
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર