Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાની યુદ્ધ જહાજ ડૂબ્યું: હિંદ મહાસાગરમાં શ્રીલંકા નજીક જળસમાધિ, 87 નૌસૈનિકોના મોત

Thu, March 5 2026

બુધવારે હિંદ મહાસાગરમાં શ્રીલંકાના દક્ષિણ કિનારા નજીક અમેરિકન સબમરીનના હુમલામાં ઈરાનનું યુદ્ધજહાજ ડૂબી જતા ઓછામાં ઓછા 87 નૌસૈનિકોના મોત થયા હતા જ્યારે 32 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. અમેરિકાના રક્ષા સચિવ પીટ હેગસેથે આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે અમેરિકન સૈન્યની સબમરીને શ્રીલંકાના દક્ષિણ કિનારાથી આશરે 40 નોટિકલ માઈલ દૂર ઈરાની નૌકાદળના ‘IRIS Dena’ નામના ફ્રિગેટ પર હુમલો કર્યો હતો. હુમલા બાદ જહાજ સમુદ્રમાં ડૂબી ગયું હતું.

આ ઘટનાના સમયે જહાજમાં અંદાજે 180 જેટલા નૌસૈનિકો સવાર હતા. હુમલા પછી જહાજ તરફથી તાત્કાલિક મદદ માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં શોધ અને બચાવ અભિયાન હાથ ધરાયું હતું. બચાવ કામગીરી દરમિયાન સમુદ્રમાંથી અનેક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને 32 નૌસૈનિકોને જીવતા બચાવવામાં આવ્યા છે. બચાવાયેલા લોકોને સારવાર માટે શ્રીલંકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ હિંદ મહાસાગરના આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો :અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા

ભારતની કવાયતમાંથી પરત ફરી રહ્યું હતું

‘IRIS Dena’ ઈરાન નૌકાદળનું મૌદગે-ક્લાસ ફ્રિગેટ છે. આ જહાજ તાજેતરમાં ભારતમાં આયોજિત આંતરરાષ્ટ્રીય નૌકાદળ સમીક્ષા IFR-2026 અને MILAN-2026 કવાયતમાં ભાગ લેવા માટે આવ્યું હતું. જહાજે વિશાખાપટ્ટણમ બંદરે પણ પોર્ટ કોલ કર્યો હતો અને બંગાળની ખાડીમાં 18 થી 25 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલી નૌકાકવાયતમાં ભાગ લીધો હતો. કવાયત પૂર્ણ થયા બાદ જહાજ ઈરાન તરફ પરત ફરી રહ્યું હતું ત્યારે શ્રીલંકા નજીક હિંદ મહાસાગરમાં આ હુમલો થયો. લગભગ 95 મીટર લાંબું અને અંદાજે 1500 ટન વજનનું આ યુદ્ધજહાજ હતું અને એન્ટી-શિપ મિસાઇલ, એન્ટી-એર મિસાઇલ અને ટોર્પેડો જેવી લશ્કરી ક્ષમતા ધરાવતું હતું.


અમેરિકાએ કિંમત ચૂકવવી પડશે: ઇરાનની ધમકી

ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અગારચીએ જણાવ્યું કે આ જહાજ ભારતનું મહેમાન હતું.વિશાખાપટ્ટનમ થી પરત ફરતું હતું ત્યારે ઇરાનથી હજારો કિલોમીટર દૂર આંતરરાષ્ટ્રીય જળસીમામાં અમેરિકાએ વગર ચેતવણીએ દગાફટકાથી આ હુમલો કર્યો હોવાનો આક્રોશ વ્યક્ત કરી તેમણે અમેરિકાએ આ કૃત્યની કિંમત ચૂકવવી પડશે તેવી ચેતવણી આપી હતી.

ઈરાનનો પલટવાર: અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો

અમેરિકન સબમરીન દ્વારા ઈરાનના યુદ્ધજહાજ ‘IRIS Dena’ પર કરાયેલા હુમલા બાદ ઈરાને પલટવાર કર્યો હોવાનું સામે આવ્યું છે. ઈરાનની રેવોલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (IRGC)એ પર્શિયન ગલ્ફના ઉત્તરીય વિસ્તારમાં અમેરિકન ઓઈલ ટેન્કર પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો છે.આ હુમલા બાદ અમેરિકન ટેન્કરમાં આગ લાગી હોવાનું ઈરાનની સરકારી મીડિયા દ્વારા જણાવાયું છે.

Share Article

Other Articles

Previous

Dhoni Car Challan: તેજ રફતારમાં ગાડી ચલાવવી M.S ધોનીને પડી ભારે! ટ્રાફિક નિયમ તોડતાં થાલાને ફટકારવામાં આવ્યો દંડ,જાણો શું છે મામલો

Next

અભિનેતા સોનુ સૂદ ફરીવાર બન્યા ‘રિયલ લાઈફ હીરો’: દુબઈમાં યુદ્ધમાં ફસાયેલા લોકો માટે રહેવા-જમવાની કરી મફત વ્યવસ્થા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
રાજકોટમાં વધુ એક હત્યા: વાત કર્યા બાદ મોબાઈલ પરત આપવા આનાકાની કરતાં નેપાળી યુવકની પથ્થરના ઘા ઝીંક્યા, આરોપી ઝડપાયો
15 મિનિટutes પહેલા
ભાગદોડને કારણે જ્યાં 11 લોકોના મોત થયા હતા ત્યાંથી જ શરૂ થશે IPL 2026: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમથી IPLની 19મી સીઝનનો પ્રારંભ
28 મિનિટutes પહેલા
મિડલ ઈસ્ટ સંઘર્ષ: યુદ્ધ વચ્ચે રશિયાએ આપ્યું મોટું આશ્વાસન: ભારતને તકલીફ નહી પડવા દઈએ, તેલ-ગેસ આપવાની ખાતરી
47 મિનિટutes પહેલા
Arjun-Saaniya Wedding : અર્જુન તેંડુલકર-સાનિયા લગ્નના બંધનમાં બંધાયા, બોલિવૂડ -ક્રિકેટ જગતના અનેક સ્ટાર્સ રહ્યા હાજર,જુઓ તસવીરો
1 કલાક પહેલા
Categories

નેશનલ

2952 Posts

Related Posts

હવે વિદ્યાર્થીઓને કોલેજમાં વર્ષમાં બે વાર એડમિશનની મળશે તક : આગામી સત્રથી થશે અમલ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પ્રચાર દરમિયાન કેજરીવાલ પર થયેલા હુમલા અંગે AAPએ ચૂંટણી પંચને કરી ફરિયાદ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શેરબજારમાં તેજીનું વાવાઝોડું: સેન્સેક્સ 1400 પોઇન્ટ અને નિફ્ટી 425 ઉછળ્યો
Breaking
2 વર્ષ પહેલા
ઉત્તર ગુજરાતનાં 150 યુવાનો ‘ડંકી રૂટ’ મારફતે અમેરિકામાં ઘુસતા પકડાયા, જાણો શું લેવાશે પગલા
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર