Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે ફાયર NOC ફરજિયાત કરો: મનમંદિર એપાર્ટમેન્ટમાં આગની ઘટના બાદ RMC કરશે સરકારને રજૂઆત

Fri, February 27 2026

રાજકોટના પેલેસ રોડ ઉપર આવેલા વર્ધમાનનગર શેરી નં.2માં મનમંદિર એપાર્ટમેન્ટના ચોથા માળે બુધવારે રાત્રે આગ ફાટી નીકળતાં માતા-પુત્રના ગુંગળાઈ જવાને કારણે મોત નિપજ્યા હતા. આ ઘટના બન્યા બાદ ફરી સરકાર દ્વારા નિયમમાં કરાયેલી બાંધછોડ પ્રશ્નાર્થ હેઠળ આવી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા 2016માં નેશનલ બિલ્ડિંગ ઓથોરિટી ઓફ ઈન્ડિયા નામની પોલિસી અમલી બનાવી હતી જેમાં 15 મીટર (45 ફૂટ)થી નીચેના બિલ્ડિંગ માટે પણ ફાયર એનઓસી લેવું ફરજિયાત હોવા સહિતના નિયમ સામેલ હતા. જો કે આ નિયમનો રાજકોટ સહિત ગુજરાતમાં ક્યાંય પણ અમલ થતો ન હોવાથી 45 ફૂટ ઉંચા બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના નામે કશું જ વસાવાતું ન હોવાથી આ પ્રકારની આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ માત્રને માત્ર આગ બુઝાવવા સિવાય કશું કામ કરી શકતી નથી.

હવે મહાપાલિકા આ મુદ્દે રાજ્ય સરકારનું ધ્યાન દોરી 45 ફૂટ ઉંચા બિલ્ડિંગ માટે પણ ફાયર એનઓસી ફરજિયાત કરવું જોઈએ તેવી રજૂઆત કરશે. હાલના નિયમ પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર+4 માળનું બિલ્ડિંગ હોય એટલે તેને ફાયર વિભાગ પાસેથી એનઓસી લેવાની જરૂરિયાત રહેતી ન હોવાથી બિલ્ડિંગ દ્વારા ફાયર સેફ્ટી માટે કશી જ કાર્યવાહી કરવામાં આવતી નથી. જો ગ્રાઉન્ડ ફ્લોર+5 માળનું બિલ્ડિંગ હોય તો તેના માટે ફાયર એનઓસી ફરજિયાત બની જાય છે.

આ પણ વાંચો:દિલ્હી દારૂ નીતિ કૌભાંડ: કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર, ચુકાદા બાદ પૂર્વ CM રડી પડ્યા: અદાલતે CBIને ઝાટકી

એકંદરે સરકાર દ્વારા ચાર માળના બિલ્ડિંગને જે પ્રકારની `છૂટ’ આપવામાં આવી છે તે ખૂબ જ જોખમી સાબિત થાય તેમ હોવાની રજૂઆત પણ કરવામાં આવશે સાથે સાથે એનઓસી લેવું ફરજિયાત કરવામાં આવે તો તમામ બિલ્ડિંગે ફાયર સેફ્ટીના સાધનો વસાવવા જ પડશે જેના કારણે આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં બિલ્ડિંગધારકો દ્વારા જ મહદ અંશે આગને કાબૂમાં લઈ શકાય સાથે સાથે જાનહાની પણ ટાળી શકાય તેમ છે. જો આ નિયમ અમલી નહીં બને તો ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ લેવા સિવાય બીજી કોઈ જ કાર્યવાહી કરવાની રહેશે નહીં તે પણ વાસ્તવિક્તા છે.

ફ્લેટમાં પીવીસીનું ફર્નિચર ખૂબ જ જોખમી: ક્ષણભરમાં આગ પકડી ધૂમાડો ઓકે છે

ફાયર વિભાગના સૂત્રોએ જણાવ્યું કે અત્યારે મહત્તમ ફ્લેટમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરાયેલુ ફર્નિચર બનાવવામાં આવે છે જે ખૂબ જ જોખમી ગણાય છે. આ પ્રકારનું ફર્નિચર હોય તેવા ફ્લેટ કે ઓફિસમાં આગ લાગે ત્યારે ક્ષણભરમાં આગ પકડી એકદમ ઝેરી ધૂમાડો ઓકવાનું શરૂ કરી દે છે જેના કારણે શ્વાસ રૂંધાઈ જાય છે અને વ્યક્તિનું સ્થળ પર જ ગુંગળાઈ જવાને કારણે મૃત્યુ નિપજે છે. આ ઉપરાંત ઉનાળો બેસી ગયો હોય બંધ રૂમમાં એ.સી.ચાલુ હોવાને કારણે વેન્ટીલેશનની પણ વ્યવસ્થા ન હોવાથી આગનો ધૂમાડો રૂમની બહાર નીકળી શકતો નથી.

Share Article

Other Articles

Previous

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું: હોળી-ધૂળેટીમાં વાહન રોકી પૈસા ઉઘરાવવા પર પ્રતિબંધ, જાહેરમાં રંગ ઉડાડવા-ફુગ્ગા ફેંકવાની મનાઈ

Next

દિલ્હી દારૂ નીતિ કૌભાંડ: કેજરીવાલ અને મનીષ સિસોદિયાને નિર્દોષ જાહેર, ચુકાદા બાદ પૂર્વ CM રડી પડ્યા: અદાલતે CBIને ઝાટકી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
Nepal Buries Unidentified Flood Victims as DNA Preserves Hope of Future Identification
9 કલાક પહેલા
ઝીના સ્થાપક સુભાષ ચંદ્રાના સામ્રાજ્યના પતનની એક ‘ગ્રીક ટ્રેજેડી’
1 દિવસ પહેલા
સોમવારે બોળચોથઃ જન્માષ્ટમી ઉત્સવનો આરંભ
1 દિવસ પહેલા
તહેવારોની રંગત થશે શરૂ: સાતમ-આઠમનાં વેકેશનમાં ‘રોડ ટ્રીપ’નો ક્રેઝ, ટ્રેઇન હાઉસફલ તો એરફેર આસમાને
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3555 Posts

Related Posts

રાજકોટ : સસ્તા અનાજની તમામ દુકાનોમાં તપાસ કરવા કલેકટરનો આદેશ, છેવાડાના લાભાર્થીઓને લાભ આપવા પદાધિકારીઓની તંત્રને ટકોર
ગુજરાત
1 વર્ષ પહેલા
‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે
Entertainment
7 મહિના પહેલા
સહકારી બેંકો પર સાઇબર એટેક: હેમાંગ રાવલ
ગુજરાત
2 વર્ષ પહેલા
કોટેચા ચોકનજીક પુરપાટ ઝડપે આવેલી કારે એક્ટિવા ચાલકને ઉલાળયો
રાજકોટ
3 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર