Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

જંગલેશ્વરમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી 4 લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ: શહેરમાં ડ્રોન ઉડાડવાની મનાઈ,રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

Sat, February 21 2026

રાજકોટના સૌથી સંવેદનશીલ વિસ્તારમાં જેની ગણના થાય છે તે જંગલેશ્વરમાં સોમવારથી મહાપાલિકા દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવનાર છે. ત્યારે આ ડિમોલિશનને લઈને રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં ડિમોલિશનને ધ્યાનમાં રાખી ચાર લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ આખા શહેરમાં ડ્રોન ઉડાડવાની પણ મનાઈ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશનર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

4 કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ

આગામી દિવસોમાં રાજકોટ શહેર ખાતે તા.23 ફેબ્રુઆરીથી લઈને 26 ફેબ્રુઆરી સુધી  મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવવાની મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે  આ ડિમોલીશનમાં આવારા તત્વો/ ભાંગ ફોડીયા તત્વો દ્વારા કોઇપણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન કરે તેમજ જાહેર જનતાની સુરક્ષા સારૂ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે શહેર વિસ્તારમાં પરવાનગી વગર જાહેર જગ્યા/રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ મુકવાની જરૂર જણાય છે.


રાજકોટ પોલીસ દ્વારા વિવિધ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ

પરવાનગી વગર જાહેર જગ્યા/રોડ ઉપર સામાન્ય સંજોગો સિવાય ચાર કરતા વધારે માણસોને ભેગા થવા પર પ્રતિબંધ.

આ પણ વાંચો:તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી

અમલવારીના સમય તથા વિસ્તાર

આ જાહેરનામાનો અમલ તા.23/02/2026 થી તા.26/02/2026 સુધી રાજકોટ શહેરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તારમાં લાગુ રહેશે

અપવાદ
આ જાહેરનામું સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેવી વ્યક્તિઓ તથા હોમગાર્ડ કે અન્ય સરકારી અથવા અર્ધસરકારી એજન્સીઓ જેઓ કાયદેસરની ફરજ પર હોય તેઓને તથા સ્મશાન યાત્રા અને લગ્નનાં વરઘોડાને લાગુ પડશે નહિ.

આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનારે ભારતીય ન્યાય સંહિતા(BNS)-2023ની કલમ 223 મુજબ તથા જી.પી.એકટ કલમ 135(3) મુજબ શિક્ષાને પાત્ર છે.

ડિમોલિશન કરવા માટે તંત્રની તૈયારી

બૂલડોઝર આડા સૂઈ જવું કે બીજા કોઈ છમકલા કરનારની ખેર નથી: પોલીસની ખાસ તૈયારી

સ્વાભાવિક પણે કોઈનું ઘર તૂટતું હોય તો રોષ થાય જ, આવું જ કંઈક ડિમોલિશન સમયે પણ થવાની શક્યતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા ખાસ તૈયારી કરી લેવામાં આવી છે. સ્થળ ઉપર ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી સહિતની 10થી વધુ ટીમ ઉપરાંત રાજકોટનો મહત્તમ પોલીસ કાફલો તૈનાત રહેશે ત્યારે આ સમયે બૂલડોઝર આડા સૂઈ જવું કે અન્ય કોઈ પ્રકારના છમકલા કરનારા તત્ત્વોની ખેર નહીં રહે તે વાત નિશ્ચિત છે.

આ પણ વાંચો:રાજકોટના જંગલેશ્વરમાં કાર્યવાહી સામે હાઈકોર્ટ દ્વારા સ્ટે ન મળ્યો: 23મીએ સવારે 7 વાગ્યાથી ડિમોલિશન થશે શરૂ, અનેક પરિવારે જાતે જ મકાન ખાલી કરી દીધા

સવારે સાત વાગ્યાથી ડિમોલિશન શરૂ થઈ જશે

મહાપાલિકાના સૂત્રોએ જણાવ્યું કે સોમવારે સવારે સાત વાગ્યાથી ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. એક સાથે 1489 દબાણ દૂર કરવાના હોવાથી કદાચ એક દિવસમાં ડિમોલિશન પૂરું થાય તેવી શક્યતા ન જણાતી હોય તંત્ર દ્વારા બેથી ત્રણ દિવસ સુધી આ કાર્યવાહી કરાય તેવી શક્યતા પણ રહેલી છે.

Share Article

Other Articles

Previous

એલિયન, UFO અંગેની તમામ ગુપ્તફાઇલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ: ગુપ્ત માહિતી જાહેર કર્યાંનો ઓબામા પર આક્ષેપ

Next

તૂટેલા રમકડાં-રૂમાલથી બંધ દ્વાર…80 હજાર વસ્તી સામે માત્ર 14 આંગણવાડી! રાજકોટના કોઠારીયા વિસ્તારમાં બાળકો ભોગવે છે બેદરકારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
જો અમેરિકા ઈરાન પર હુમલો કરશે તો ઈંધણના ભાવમાં લાગશે આગ! નિષ્ણાતોની ચેતવણી; ક્રૂડ 100 ડોલરને પાર જઈ શકે; દુનિયા માટે ચિંતા
2 કલાક પહેલા
AUSW vs INDW: ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે T20 શ્રેણીમાં હરાવી ધૂળ ચટાડી, સ્મૃતિ મંધાનાએ 6 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
2 કલાક પહેલા
દારુબંધીને લીધે લગ્નગાળામાં પાડોશી રાજ્યોને ફાયદો: ગુજરાતને 1500 કરોડનું નુકસાન, 500થી વધુ મોટા લગ્નો રાજસ્થાનમાં શિફ્ટ 
2 કલાક પહેલા
મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
3 કલાક પહેલા
Categories

નેશનલ

2916 Posts

Related Posts

સેન્સેક્સ-નિફ્ટી રેકોર્ડ હાઈ પર, BSEનું માર્કેટ કેપ 400 લાખ કરોડને પાર…જુઓ
બિઝનેસ
2 વર્ષ પહેલા
ગુજરાતમાં પિસ્તોલ અને કારતુસ વેંચવાનું ષડ્યંત્ર પકડાયુ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ઈંગ્લેન્ડ સામે શુભમન ગીલની શાનદાર સદી: વિરાટ કોહલી ફિફટી પૂરી કરી આઉટ: ઈંગ્લીશ બોલરોને હંફાવતાં ભારતીય બેટરો
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
79 કરોડના ખર્ચે રાજકોટના છ વોર્ડના રસ્તા રિપેર-પહોળા કરાશે : સાંસદ, MLA, કોર્પોરેટરની ગ્રાન્ટનો કરાશે ઉપયોગ
ગુજરાત
8 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર