અમદાવાદમાં મેચમાં ફેન્સને ડબલ મજા: T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર 2-2 સુપર ઓવરનો રોમાંચ, સાઉથ આફ્રિકાએ અફઘાનને હરાવ્યું
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રોમાંચક મેચ રમાઈ હતી જેમાં ડબલ સુપર ઓવરમાં દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમોએ 20 ઓવર પછી 187 રન બનાવ્યા. મેચ ટાઇ રહી, જેના કારણે સુપર ઓવર થઈ. ત્યારબાદ અફઘાનિસ્તાને પ્રથમ સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરી અને 17 રન બનાવ્યા. જવાબમાં દક્ષિણ આફ્રિકાએ પણ 17 રન બનાવ્યા. સુપર ઓવરમાં સ્કોર ટાઇ રહ્યા બાદ, મેચ બીજી સુપર ઓવરમાં ગઈ અને આખરે દક્ષિણ આફ્રિકાની જીત થઈ હતી. ટુર્નામેન્ટની 13મી મેચમાં રોમાંચની બધી હદ પાર થઈ ગઈ હતી.
એક જ મેચમાં રમાઈ 2 સુપર ઓવર
સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદમાં રમાયેલો ‘થ્રિલિંગ મુકાબલો ટાઈ થયા બાદ સુપર ઓવર રમાઈ હતી જે પણ ટાઈ થતાં બીજી સુપર ઓવરના છેલ્લે બોલે આફ્રિકા જીત્યું હતું. આ સાથે જ ટી-૨૦ વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર એક જ મેચમાં બબ્બે સુપર ઓવર રમાયાનો રેકોર્ડ પણ બન્યો હતો.
આ મેચમાં પહેલાં બેટિંગ કરતાં સાઉથ આફ્રિકાએ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવી 187 રન w બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાન પણ 188 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નહીં અને 20 ઓવરમાં દસ વિકેટે 187 રન જ બનાવી શક્યું હતું. મેચ ટાઈ થયા બાદ રોમાંચ ત્યારે આવ્યો જ્યારે રમાયેલી પહેલી સુપર ઓવર પણ ટાઈ થઈ હતી.
આ પણ વાંચો:ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
પહેલી સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પહેલાં બેટિંગ કરતાં 6 બોલમાં 17 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ પણ 17 રન જ બનાવી શકતાં આ સુપર ઓવર ટાઈ થઈ હતી. આ પછી બીજી સુપર ઓવરમાં આફ્રિકાએ પહેલાં બેટિંગ કરતાં 23 રન બનાવ્યા હતા. અફઘાન સામે હવે 24 રનનો લક્ષ્યાંક હતો જેનો પીછો કરતાં મેચ છેલ્લા બોલ સુધી પહોંચી હતી. છેલ્લા બોલે અફઘાનને જીત માટે 6 રનની જરૂર હતી પરંતુ ગુરબાજ આઉટ થઈ જતાં આફ્રિકા પાંચ રને જીતી ગયું હતું. આઉટ થયા થતાં પહેલાં ગુરબાજે ત્રણ બોલમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.
મેચની વાત કરવામાં આવે તો અફઘાન વતી રહમાનુલ્લાહ ગુરબાજે ટી-20 વર્લ્ડકપમાં પોતાની સૌથી મોટી ઈનિંગ રમતાં 42 બોલમાં 84 રન બનાવ્યા હતા. જ્યારે આફ્રિકા વતી ક્વિન્ટન ડિકૉકે 41 બોલમાં 59 તો રિકલ્ટને 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.
પ્રથમ સુપર ઓવરનો રોમાંચ
અફઘાનિસ્તાનની બેટિંગ
- પહેલા બોલ પર 4 રન
- બીજા બોલ પર 6 રન
- ત્રીજા બોલ પર 1 રન
- ચોથા બોલ પર 1 રન
- પાંચમા બોલ પર 4 રન
- છઠ્ઠા બોલ પર 1 રન
સુપર ઓવર – 4, 6, 1, 1, 4, 1 – અફઘાનિસ્તાને 17 રન બનાવ્યા
દક્ષિણ આફ્રિકાની બેટિંગ
- પહેલા બોલ પર 1 રન
- બીજા બોલ પર 6 રન
- ત્રીજા બોલ પર ડેવાલ્ડ બ્રેવિસ આઉટ
- ચોથા બોલ પર 4 રન
- પાંચમા બોલ પર ડોટ
- છઠ્ઠા બોલ પર 6 રન
સુપર ઓવર – 1 : 6, વિકેટ, 4, 0, 6 – દક્ષિણ આફ્રિકાને છેલ્લા બોલ પર જીતવા માટે 7 રનની જરૂર હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે છેલ્લી બોલ પર છગ્ગો ફટકારીને મેચ બીજી ઓવરમાં મોકલી દીધી.
પહેલી સુપર ઓવર ફરી એકવાર બરાબરી પર રહી. બંને ટીમોએ 17 રન બનાવ્યા.
બીજી સુપર ઓવરનો રોમાંચ
દક્ષિણ આફ્રિકાની બેટિંગ
- પહેલા બોલ પર 6 રન
- બીજા બોલ પર 1 રન
- ત્રીજા બોલ પર 2 રન
- ચોથા બોલ પર 6 રન
- પાંચમા બોલ પર 6 રન
- છઠ્ઠા બોલ પર 2 રન
સુપર ઓવર – 6, 1, 2, 6, 6, 2 – દક્ષિણ આફ્રિકા, પ્રથમ બેટિંગ કરીને, 23 રન બનાવ્યા.
અફઘાનિસ્તાનની બેટિંગ
- પહેલો બોલ ડોટ
- બીજા બોલ પર મોહમ્મદ નબી આઉટ
- ત્રીજા બોલ પર 6 રન
- ચોથા બોલ પર 6 રન
- પાંચમા બોલ પર 6 રન
- રહેમાનુલ્લાહ ગુરબાઝ છઠ્ઠા બોલ પર આઉટ
સુપર ઓવર – 0, વિકેટ, 6, 6, 6, વિકેટ – અફઘાનિસ્તાન 18 રન બનાવી શક્યું
બીજા બોલ પર કોઈ રન ન બન્યો, પરંતુ રહેમાનુલ્લાહ ગુરબાઝે સતત ત્રણ સિક્સર ફટકારીને મેચમાં ઉત્સાહ ઉમેર્યો. એવું લાગતું હતું કે અફઘાનિસ્તાન જીતી જશે, પરંતુ ગુરબાઝ છેલ્લા બોલ પર આઉટ થયો.
