કારમાં ઇન્દોર લઇ જઇ કેફી પીણું પીવડાવી કુકર્મ કર્યું: અર્ધ રસ્તે ઉતારી નાસી છૂટ્યો: મહિલાએ ફરિયાદ નોંધાવી, આરોપીને એસઓજીએ પકડ્યો
શહેરમાં એક પરિણીતાનું પિસ્ટલની અણીએ ધોળા દિવસે અપહરણ કરી તેને છેક મધ્યપ્રદેશના ઇન્દ્રોર લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ અંગે ફરિયાદ નોંધાતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે ગણતરીના કલાકોમાં જ આરોપી હરેશ મોતીભાઈ જાદવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘટનાની વિગત મુજબ, ગત ૪ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૧ વાગ્યાની આસપાસ ૩૮ વર્ષીય પરિણીતા પોતાના ઘરેથી ખરીદી કરવા નીકળી હતી. આ દરમિયાન જૂના એરપોર્ટની દીવાલ પાસે આવેલા આશાપુરા માતાજીના મંદિર નજીક આરોપી હરેશ જાદવ સફેદ કલરની કાર લઈને ધસી આવ્યો હતો. આરોપીએ પરિણીતાને જોઈ જતા પિસ્ટલ જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાં બેસાડી દીધી હતી. પ્રતિકાર કરતા પરિણીતાને ઢોર માર પણ માર્યો હતો. ત્યારબાદ આરોપી પરિણીતાને ઇન્દ્રોર ખાતે તેના એક પરિચિતના ઘરે લઈ ગયો હતો.
અહીં પરિણીતાને બળજબરીપૂર્વક કેફી પીણું પીવડાવી બેભાન જેવી અવસ્થામાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બીજા દિવસે આરોપી તેને પરત લાવ્યો હતો અને બગોદરા નજીક રસ્તામાં ઉતારીને ફરાર થઈ ગયો હતો. જતી વખતે આરોપીએ ધમકી આપી હતી કે, `જો આ વાત કોઈને કહીશ તો તારા આખા ખાનદાનને પતાવી દઈશ.” બગોદરા મુકાયેલી મહિલાએ હિમત ભેગી કરી પતિને ફોન કરી આપવીતી જણાવી હતી. ત્યારબાદ દંપતીએ ગાંધીગ્રામ પોલીસ મથકે પહોંચી હતી.અહીં ભોગ બનનાર મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા તે આરોપી હરેશની રીક્ષામાં બેઠી હતી ત્યારે બંને વચ્ચે ફોન નંબરની આપલે થઈ હતી. આ પરિચય બાદમાં પ્રેમમાં પરિણમ્યો હતો.
ત્રણ વર્ષ પહેલા આરોપીએ પોતાના જન્મદિવસે મહિલાને મળવા બોલાવી વાછકપર બેડી ખાતેના ઘરે લઈ જઈ કેફી પીણું પીવડાવી પ્રથમવાર દુષ્કર્મ આચર્યું હતું
