બજેટમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઇ જ નક્કર જોગવાઇ કે કાર્યવાહી ન કરાતાં
કેકેવી હોલથી મોટામૌવા સ્મશાન સુધી, મોટામૌવા સ્મશાનથી ન્યારી ડેમ સુધીનો રસ્તો પહોળો કરવાનું કામ પાછલા બજેટમાં જાહેર કરાયા બાદ આ વર્ષે પણ એનું એ જ કામ હાથ પર લેવાયું
રાજકોટમાં માથું ફાડી નાખે તેવી ટ્રાફિક સમસ્યા ઘર' કરી ગઈ છે. આ પાછળનું મુખ્ય કારણ રસ્તા નાના અને વાહન વધુ હોવાનું છે. આ દિશામાં અનેક વખત રસ્તા પહોળા કરવાની જરૂરિયાત હોવાની લોકોએ રજૂઆત કરી છતાં તંત્ર આ દિશામાં આગળ વધી રહ્યું છે. બુધવારે મહાપાલિકા દ્વારા 2026-27ના વર્ષ માટે ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે તેમાં પણ ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે કોઈ જ નક્કર જોગવાઈ કે કાર્યવાહી ન જણાતાંવોઈસ ઓફ ડે’ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાને પૂછવામાં આવ્યું હતું કે ટ્રાફિક સમસ્યા હદ બહાર વકરી રહી છે ત્યારે એક વર્ષની અંદર કેટલા રસ્તા મહાપાલિકા દ્વારા પહોળા કરવામાં આવ્યા ? જો કે શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા એવો જવાબ અપાયો હતો કે તંત્રએ 85 કિલોમીટર રસ્તા બનાવ્યા છે. જો કે આ રસ્તા વરસાદ સહિતના કારણોસર તૂટ્યા હોવાની પ્રતિક્રિયા આપતાં તેમણે એમ કહ્યું હતું કે રસ્તા કયા કયા પહોળા થયા છે તે જોઈને જણાવી શકું ! વાસ્તવિકતા એ છે કે મહાપાલિકાના ગત વર્ષના બજેટમાં પણ કાલાવડ રોડ પર કેકેવી હોલથી મોટામવા સ્મશાન સુધી અને મોટામવા સ્મશાનથી ન્યારી ડેમ સુધીના રસ્તાને પહોળો કરવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ એક વર્ષ દરમિયાન રસ્તો પહોળો કરવાના નામે કાંકરી પણ દૂર કરાઈ નથી. આ જ રીતે કૂવાડવા રોડથી પોપટરા નાલા સુધીના 15 મીટર જંકશન રોડને લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ હેઠળ 18 મીટર પહોળો કરવાની જાહેરાત ગત વર્ષે કરાઈ હતી તે દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું ધ્યાન પર આવ્યું છે ત્યારે એક વર્ષની અંદર મહાપાલિકા દ્વારા એક પણ રસ્તો પહોળો કરવામાં ન આવ્યાનું સ્પષ્ટ થયું છે. આશ્ચર્યની વાત એ છે કે આ એ રસ્તા છે જેને પહોળા કરવાની તંત્રએ બજેટમાં જાહેરાત અને જોગવાઈ કરી હોવા છતાં કશી જ કાર્યવાહી કરવામાં આવી નથી ! શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને લઇને રસ્તા પહોળા કરવા એ અત્યંત આવશ્યક છે એવા સમયે અજાણ કે રસરૂચી ન હોય તે આશ્ચર્ય જનક કહેવાય.
ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીના રસ્તાને પહોળો કરવાનું માંડી વળાયું !
ગત વર્ષના બજેટમાં એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે ત્રિકોણ બાગથી માલવિયા ચોક સુધીના રસ્તાને પહોળો કરવામાં આવશે. જો કે આ દિશામાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હવે આ કામને જ માંડી વાળવામાં આવ્યું હોય તે પ્રકારે 2026-27ના બજેટમાં આ રસ્તાને પહોળો કરવાની કોઈ જ જોગવાઈ જોવા મળી ન્હોતી.
Related Posts
કેજરીવાલ વિશે વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? વાંચો
2 વર્ષ પહેલા
