Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

RMCનું બજેટ 3350 કરોડ આસપાસ રહેશે: આંગળીના વેઢે ગણાય એટલી જ નવી યોજના જાહેર થશે,જાણો શું-શું કાગળ પર જ રહ્યું?

Sat, January 31 2026

રાજકોટ મહાપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ તૈયાર કરવા માટે છેલ્લા ઘણા દિવસથી તૈયારીઓ ચાલી રહી છે ત્યારે સોમવારે આ બજેટ રજૂ થઈ જાય તે પ્રકારે સંપૂર્ણ ડ્રાફ્ટ તૈયાર કરી લેવામાં આવ્યો છે. આ વખતનું મહાપાલિકાનું બજેટ 3350 કરોડ આસપાસ રહેવાનો અંદાજ છે અને ખાસ કરીને નવી યોજનાઓનો ઢગલો કરવાની જગ્યાએ આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ યોજનાઓ જાહેર કરવામાં આવશે. ખાસ કરીને 2025-26ના બજેટમાં જાહેર કરાયેલી યોજનાઓને આ વર્ષમાં પૂર્ણ કરી દેવા માટે આ વર્ષના બજેટમાં વધુ યોજનાઓને સામેલ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું. એકંદરે ગત વર્ષના ડ્રાફ્ટ બજેટ કરતા આ વખતના બજેટમાં 235 કરોડ અથવા તો તેનાથી થોડો વધુ ઉમેરો કરવામાં આવી શકે છે.

દર વર્ષે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યા બાદ શાસકો દ્વારા તેમાં યોજનારૂપી રંગ પૂરવામાં આવતા હોય આ વર્ષે પણ એવું જ જોવા મળશે. ચૂંટણીનું વર્ષ હોવાથી લોકોને આકર્ષી શકે તેવી યોજનાઓ બજેટમાં ઉમેરવાની `તક’ શાસકોને જ આપવામાં આવશે. દર વર્ષની માફક આ વર્ષે પણ મ્યુ.કમિશનર દ્વારા મકાન, વાહન, પાણી અને ગાર્બેજ કલેક્શન (કચરો એકઠો કરવા) ઉપર આકરો કરબોજ ઝીકવામાં આવશે અને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જ્યારે બજેટને મંજૂરી અપાશે ત્યારે આ વેરાવધારો ફગાવી દેવાશે તે વાત પણ નિશ્ચિત છે. બીજી બાજુ અધિકારી સૂત્રોએ એવો દાવો પણ કર્યો હતો કે દર વર્ષે બજેટ જાહેર થાય ત્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલાં બજેટનું 40% જેટલું જ કામ પૂર્ણ થતું હતું પરંતુ આ વર્ષે કામ 70% સુધી પહોંચી ગયું છે.

આ પણ વાંચો :7 દિવસમાં તમામ ફાઈલ ક્લિયર કરો, ઓફિસમાં નહીં ફિલ્ડમાં રહો: રાજકોટ મ્યુ.કમિશનરે તમામ શાખાના અધિકારીઓને આપ્યો આદેશ

એક વર્ષમાં વર્ગ-1થી લઈ 4 સુધીની 335ની ભરતી કરવાની વાત હતી, થઈ શકી માત્ર 5%

2025-26ના ડ્રાફ્ટ બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા વર્ગ-1ની 10, વર્ગ-2ની 12, વર્ગ-3ની 286, વર્ગ-4ની 27 મળી કુલ 335 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વાસ્તવિક્તા પ્રમાણે એક વર્ષની અંદર માંત્ર 5% જ ભરતી થઈ શકી છે. એકંદરે મહાપાલિકામાં પૂરતો સ્ટાફ ન હોવાને કારણે કામ ખોરંભે ચડી રહ્યું છે, પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થઈ રહ્યા નથી સહિતના મુશ્કેલીઓ ઉદ્ભવી રહી છે. વળી, સરકાર દ્વારા ભરતી આડે કોઈ જ પ્રકારની રોક નથી પરંતુ સારા નહીં મારા-તારાની હુંસાતુંસીને કારણે ભરતી થઈ ન રહ્યાનો ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે સાથે સાથે અધિકારી તેમજ પદાધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલનના અભાવે પણ ભરતીની ગાડી પાટે ચડવાનું નામ લઈ રહી નથી.

આવાસ યોજનાની માહિતી આપવા વોર્ડવાઈઝ કેમ્પની જાહેરાતનું સૂરસૂરિયું

ગત વર્ષના બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાની માહિતી પહોંચાડવા વોર્ડવાઈઝ કેમ્પનું આયોજન કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ પ્રકારના કેમ્પ વોર્ડવાઈઝ તો દૂર ઝોનવાઈઝ પણ યોજાયા ન હોવાને કારણે હજુ પણ મોટી સંખ્યામાં આવાસ ધૂળ ખાઈ રહ્યા છે.

કેકેવી હોલથી મોટામવા સ્મશાન સુધીનો રસ્તો 108 ફૂટ, ત્યાંથી ન્યારી સુધીનો રસ્તો 135 ફૂટ પહોળો ન જ થયો

પાછલા બજેટમાં એવી જાહેરાત પણ કરવામાં આવી હતી કે 2025-26ના વર્ષ દરમિયાન કેકેવી હોલથી મોટામવા સ્મશાન સુધીનો સવા બે કિલોમીટરનો રસ્તો 30 મીટર (90 ફૂટ)માંથી પહોળો કરી 36 મીટર (108 ફૂટ) કરવા તેમજ મોટામવા સ્મશાનથી ન્યારી ડેમ એપ્રોચ રોડ સુધીના કાલાવડ રોડને 30 મીટર (90 ફૂટ)માંથી વધારી 45 મીટર (135 ફૂટ)નો કરવામાં આવશે. એક વર્ષ પૂર્ણ થઈ ગયું છતાં હજુ સુધી આ કામ શરૂ કરવામાં આવ્યું નથી. આ જ રીતે ત્રિકોણબાગથી માલવિયા ચોક સુધીનો રસ્તો પણ પહોળો થઈ શક્યો નથી.

19 ટીપી સ્કીમ ‘ડ્રાફ્ટ’ થઈ, ‘ફાઈનલ’ સ્ટેજ સુધી એક પણ ન પહોંચી

કોઈ પણ શહેરનો વિકાસ કરવા માટે ટાઉન પ્લાનિંગ જરૂરી હોય દરેક મહાપાલિકા દ્વારા આ દિશામાં ખાસ્સું ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. આ અંર્તગત મહાપાલિકાની કુલ 59 ટીપી સ્કીમ પૈકી 40 ટીપી સ્કીમ પ્રારંભીક રીતે મંજૂર કરાઈ છે. જ્યારે 19 ટીપી સ્કીમનો ડ્રાફ્ટ મંજૂર કરાયો છે. જો કે આખરી તબક્કો હજુ પૂર્ણ થયો ન હોય 2025-26ના વર્ષમાં એક પણ ટીપી સ્કીમ ફાઈનલ તબક્કા સુધી પહોંચી શકી નથી.

નવી ફૂડ લેબોરેટરી `કાગળ’ પર જ રહી, આરોગ્ય વિભાગની ભરતી પણ પાટે ન ચડી

2025-26માં આરોગ્ય વિભાગમાં હાલ 498 લોકોની જગ્યા સામે 327 લોકોની ભરતી કરવામાં આવી છે ત્યારે એક વર્ષમાં નવી ભરતી કરાશે તેવી જાહેરાત કરાઈ હતી પરંતુ આ ગાડી પાટે ચડી જ શકી ન્હોતી. આ ઉપરાંત ફૂડ શાખા દ્વારા લેવાયેલા ખાદ્યવસ્તુના નમૂનામાં ભેળસેળ છે કે નહીં તેનો ખુલાસો ઝડપથી થઈ શકે તેના માટે ફૂડ લેબોરેટરી બનાવવાનું પણ જાહેર કરાયું હતું જે હજુ સુધી કાગળ ઉપર જ રહેવા પામ્યું છે.

શાસકોએ એક વર્ષમાં ગ્રાઉન્ડ સહિતનું ભાડે આપી 12 કરોડથી વધુની આવકનો અંદાજ બાંધ્યો’તો, મળ્યા માત્ર 30 લાખ !

મહાપાલિકાના અધિકારીઓ હોય કે પદાધિકારીઓ તેઓ આવકના જે અંદાજ જાહેર કરે છે તેમાં અને વાસ્તવિક્તામાં જમીન-આસમાનની અંતર રહેતું હોય છે. ગત વર્ષના બજેટમાં શાસકો દ્વારા માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ કોમર્શિયલ હેતુ માટે ભાડે આપવા, સ્માર્ટ સિટી વિસ્તારમાં લા,ટિંગ પોલ ઉપર જાહેરાત અને એલઈડી સ્ક્રીન-કિઓસ્ક ભાડે આપવા, લાંબા ગાળા માટે ટાઉન પ્લાનિંગ પ્લોટસ ભાડે આપવા, 100 સિટી બસની અંદર તેમજ બહાર જાહેરાતના હક્ક આપવા સહિતના મુદ્દે 12 કરોડથી વધુની આવક થશે તેવો અંદાજ જાહેર કર્યો હતો પરંતુ આવક માત્ર 30 લાખ જ થવા પામી છે. આ ઉપરાંત અટલ સરોવર ખાતે નિર્માણ પામેલી 42 દુકાનો પણ હજુ સુધી ભાડે આપી શકાઈ નથી.

શું-શું કાગળ પર જ રહ્યું ?

  • ત્રિકોણબાગ, આત્મીય યુનિવર્સિટી પાસે અને ક્રિષ્ના પાર્ક હોટેલ (ગોંડલ રોડ ચોકડી નજીક) પાસે સ્કાય વોક-ફૂટ ઓવરબ્રિજ
  • કાલાવડ રોડ પર અવધ રોડ નજીક થીમ બેઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફૂડ કોર્ટ
  • જ્યુબિલી, કનકનગર શાક માર્કેટનું નવીનીકરણ
  • શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટિફિકેશન
  • મહાપાલિકા હસ્તકનું રાજકોટનું પહેલું પશુ દવાખાનું
  • મહાપાલિકાની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ સર્વાઈકલ કેન્સરની વિનામૂલ્યે વેક્સિન-મેમોગ્રાફી મશીન
  • રેસકોર્સ રિંગરોડ ઉપર કાયમી સુશોભન માટે એલઈડી લાઈટિંગ
  • લાખાજીરાજ શાક માર્કેટ (ધર્મેન્દ્ર રોડ)માં ફ્રૂટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન

Share Article

Other Articles

Previous

રાજકોટમાં પ્રેમિકાનું સરનામું મેળવવા પ્રેમીએ તેના માતા-ભાઇનું કર્યું અપહરણઃ ગણતરીની કલાકોમાં આરોપીઓને દબોચ્યા

Next

7 દિવસમાં તમામ ફાઈલ ક્લિયર કરો, ઓફિસમાં નહીં ફિલ્ડમાં રહો: રાજકોટ મ્યુ.કમિશનરે તમામ શાખાના અધિકારીઓને આપ્યો આદેશ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
સુરતના પ્રખ્યાત બિલ્ડરે રિવોલ્વરમાંથી ગોળી ધરબી કર્યો આપઘાતનો પ્રયાસ: પરિવારમાં ગમગીની, 4 દિવસ બાદ હતા લાડકવાયીના લગ્ન
3 મિનિટutes પહેલા
વિદેશ અભ્યાસ કરતાં અનેક સ્ટુડન્ટને નાણામંત્રીએ આપી રાહત: TCS 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો, વિદેશી પ્રવાસ પેકેજોમાં પણ રાહત
34 મિનિટutes પહેલા
PMOથી લઈને રાજ્યપાલ સુધી, VVIP પર આટલા પૈસા ખર્ચવામાં આવશે: નાણાંમંત્રીએ બજેટ ફાળવ્યું, રાષ્ટ્રપતિ ભવનમાં થતા ભોજન સમારોહ સહિતના ખર્ચા માટે જોગવાઈ   
1 કલાક પહેલા
Budget 2026: NRI માટે ભારતીય શેરબજારના દ્વાર ખૂલ્યા, સીધું રોકાણ કરવાની મળી મંજૂરી, જાણો શેર માર્કેટ પર શું અસર પડશે?
2 કલાક પહેલા
Categories

નેશનલ

2842 Posts

Related Posts

નરેન્દ્ર મોદી રાજકોટમાં ત્રણ કલાક રોકાશેઃ ઉદ્યોગપતિઓ સાથે બેઠક
ગુજરાત
2 મહિના પહેલા
નૂહમાં ફરી કેવી રીતે અશાંતિ ફેલાઈ, શું થયું ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
શેરબજારે ભુક્કા કાઢી નાખ્યા : સેન્સેક્સ ૫૪૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૧૬૦૦ પોઈન્ટ તુટ્યો,રોકાણકારોનાં ૩૫ લાખ કરોડ ધોવાયા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બીજા વાર’ માટે ભારત સજ્જ: આજે અફઘાન સામે મુકાબલો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર