Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

એનસીપીનું ભાવિ અનિશ્ચિત: અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના, ભંગાણ પડવાનો ખતરો

Wed, January 28 2026

અજીત પવારના અચાનક નિધન સાથે જ મહારાષ્ટ્રના રાજકારણમાં એક એવો ખાલીપો ઊભો થયો છે, જેને તરત પૂરવો મુશ્કેલ દેખાય છે. દાયકાઓથી સત્તાના કેન્દ્રમાં રહેલા, જનાધાર ધરાવતા અને રાજકીય ગણતરીમાં નિપુણ એવા અજીત પવારની વિદાય સાથે મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા પરિવર્તનની સંભાવના જોવાઈ રહી છે.

અજીત પવારના નિધનને પગલે એનસીપીનું ભાવિ અનિશ્ચિત બન્યું છે.હવે, 41 ધારાસભ્યોનું સંખ્યાબળ ધરાવતા એ પક્ષનું નેતૃત્વ કોણ સંભાળશે તે સવાલ ઊભો થયો છે. રાજકીય વિશ્લેષકોના મતે અજીત પવારના કદનો બીજો કોઈ નેતા એનસીપીમાં દેખાતો નથી. આ સંજોગોમાં તેમના પત્ની સુનેત્રા પવાર પક્ષનું સુકાન સંભાળે તો પણ પક્ષને એકજુટ રાખી શકશે કે કેમ તે અનુમાનનો વિષય છે. વળી નાયબ મુખ્યમંત્રીપદ માટે પક્ષમાં આંતરિક હરિફાઈ થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે.વિવાદ થાય તો મોટી સંખ્યામાં પક્ષ પલટો થવાનો અને પક્ષમાં ભંગાણ પડવાનો ખતરો છે.

આ પણ વાંચો :‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે

નોંધનીય છે કે અજીત પવાર અને શરદ પવાર વચ્ચે ફરી સમાધાનની સંભાવનાઓ તાજેતરમાં દેખાઈ હતી. પિમ્પરી-ચિંચવડની સ્થાનિક ચૂંટણીમાં બંને જૂથો સાથે મળીને લડ્યા તે ઘટનાને જ પવાર પરિવારના રાજકીય મિલનના સંકેત તરીકે જોવામાં આવી હતી. પણઅજીત પવારના નિધનથી આ પ્રક્રિયા હવે અનિશ્ચિત બની ગઈ છે.

શરદ પવાર 83 વર્ષના છે અને તેમણે જાહેરમાં રાજકારણમાંથી નિવૃત્તિના સંકેતો આપી દીધા છે. એનસીપીના બે મુખ્ય ચહેરા અજીત પવાર અને સુપ્રિયા સુળે પૈકી અજીતની વિદાય સાથે પક્ષમાં નેતૃત્વનો ખાલીપો સર્જાયો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. એ નોંધવું જરૂરી છે કે સુપ્રિયા સુળે રાષ્ટ્રીય સ્તરે પક્ષનું પ્રતિનિધિત્વ કરે છે, પરંતુ ગ્રામ્ય મહારાષ્ટ્રમાં અજીત પવાર જેવો બીજો કોઇ માસ લીડર અને સંગઠનકર્તા નજરે પડતો નથી. પવાર પરિવારિક રાજકારણની વાત કરીએ તો, અજીત પવારના ભાણેજ રોહિત પવાર હજુ પોતાની રાજકીય કારકિર્દીના શરૂઆતના તબક્કામાં છે. પત્ની સુનેત્રા પવાર રાજ્યસભા સાંસદ છે, પરંતુ શું તેઓ રાજકીય સુકાન સંભાળી શકે કે કેમ તે અંગે શંકા છે. અજીત પવારના નિધનથી મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયેલી આ અનિશ્ચિતતા, આવનારા દિવસોમાં સત્તાસમીકરણોને નવી દિશા આપી શકે છે.

Share Article

Other Articles

Previous

પંજાબ હરિયાણા સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સઘન ચેકિંગ

Next

‘એનિમલ-2’માં પણ રણબીર કપૂર ખેલશે લોહિયાળ હોળી: બીજો ભાગ પહેલા કરતા વધુ ભવ્ય અને આઘાતજનક હશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
‘ગેસની તકલીફ’: હોટલ્સના મેનુ બદલાઈ ગયા, રોટલી માટે સગડી લેવી પડી,ઘરેલું સિલિન્ડર માટે 8 હજારનું વેઇટિંગ
2 કલાક પહેલા
બીરિયાની બની હૈદરાબાદમાં ‘ને ટેક્સ ચોરીનો સ્પેશ્યલ મસાલો બન્યો અમદાવાદમાં! દેશવ્યાપી કરોડોની કરચોરીનું કૌભાંડ આવ્યું બહાર
3 કલાક પહેલા
VIDEO: ગણપતિ બાપ્પા મોરિયા…’ગુરુ’ ગંભીર અને કેપ્ટન સૂર્ય T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચ્યા
20 કલાક પહેલા
કુલદીપ યાદવના લગ્ન: કુલદીપના લગ્નમાં ક્રિકેટરોનો જમાવડો: ચહલ,ફિલ્ડિંગ કોચ દિલીપ, રિંકુ અને રૈના સાથે જોવા મળ્યા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2989 Posts

Related Posts

આજે શીતળા સાતમ : જાણો શા માટે આ દિવસે ઠંડુ ખાવામાં આવે છે ? શું છે શીતળા સાતમની વ્રતકથા
ગુજરાત
2 વર્ષ પહેલા
ભારત-ન્યુઝીલેન્ડ ટેસ્ટ: પ્રથમ દિવસ વરસાદે ધોઈ નાખ્યો
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
રાજકોટમાં લોકોની આવક 70% વધી: દર મહિને 525 કરોડનો ભરે છે ઇન્કમટેક્સ,જાણો શા માટે વધી રહ્યો છે આવકનો સ્કેલ?
ગુજરાત
4 મહિના પહેલા
આજનું રાશિફળ 12 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને મહત્વના કાર્યોમાં ભૂલો પડશે, નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર