કોહલી-રોહિતને ગ્રાઉન્ડ પર રમતા જોવા માટે જોવી પડશે રાહ! છ મહિના પછી વન-ડે મેચ રમવા ઉતરશે, એ પહેલાં IPL રમશે
ટીમ ઈન્ડિયા વતી ન્યુઝીલેન્ડ સામે વન-ડે શ્રેણી રમ્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માને હવે એક્શનમાં જોવા માટે છ મહિના સુધી રાહ જોવી પડશે. 2026 ટી-20 વર્લ્ડકપ અને 2026 આઈપીએલ બાદ જ હવે ભારતીય ટીમ વન-ડે શ્રેણી રમશે. જૂનમાં અફઘાનિસ્તાનની ટીમ ત્રણ વન-ડે મેચની શ્રેણી માટે ભારત પ્રવાસે આવશે ત્યારે એ શ્રેણીમાં આ બન્નેની પસંદગી કરાશે તો રમતાં જોવા મળશે અન્યથા ઈન્તેજાર વધી જશે.
ભારતે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમ્યા બાદ જૂલાઈમાં ઈંગ્લેન્ડ પ્રવાસે જવાનું છે. અહીં પણ ત્રણ મેચની વન-ડે શ્રેણી રમાશે ત્યારપછી સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશમાં જઈને ભારતીય ટીમ શ્રેણી રમશે પરંતુ હાલની સ્થિતિ જોતાં વન-ડે શ્રેણી રમાવી મુશ્કેલ છે. સપ્ટેમ્બરમાં જ ભારતીય ટીમ વિન્ડિઝનો પ્રવાસ કરશે જ્યાં ત્રણ મેચની વન-ડે શ્રેણી પ્રસ્તાવિત છે. આ પછી ઑક્ટોબર-નવેમ્બરમાં ન્યુઝીલેન્ડનો પ્રવાસ છે.
કોહલીની મહેનત બેકાર: 20 વર્ષ બાદ ઇન્દોરમાં વન-ડે મેચ હાર્યું ભારત
ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની વનડે સીરિઝ હારી ગઈ હતી. ઇન્દોરમાં રમાયેલી નિર્ણાયક મેચ ન્યૂઝીલેન્ડે 41 રનથી જીતી હતી. ન્યૂઝીલેન્ડે સીરિઝ 2-1થી જીતી હતી. આ સાથે જ પહેલી વાર ન્યૂઝીલેન્ડે ભારતમાં વનડે સીરિઝ જીતી હતી. પહેલા બેિંટગ કરતા ન્યૂઝીલેન્ડે 8 વિકેટે 337 રન બનાવ્યા હતા. જવાબમાં વિરાટ કોહલીની સદી છતાં, ભારતીય ઇિંનગ્સ 296 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇન્દોરના હોલકર સ્ટેડિયમમાં ભારત પહેલી વાર વન-ડે હારી ગયું હતું.
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 85મી સદી અને વન-ડેમાં 54મી સદી ફટકારી હતી. તેણે 108 બોલમાં 124 રનની ઇિંનગ રમી હતી. જ્યારે નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણાએ અડધી સદી ફટકારીને તેને સારો સાથ આપ્યો હતો પરંતુ ભારતનો દાવ 46મી ઓવરમાં જ સમાપ્ત થઈ ગયો હતો. વિરાટે રેડ્ડી સાથે 88 બોલમાં 88 રન અને રાણા સાથે 69 બોલમાં 99 રનની ભાગીદારી કરી હતી. બોિંલગમાંજેક્વેરી ફોલ્કેસ અને ક્રિશ્ચિયન ક્લાર્કે 3-3 વિકેટ લીધી તો જેડેન લેનિક્સને 2 વિકેટ મળી હતી.
આ પણ વાંચો :નાના હાથ, મજબૂત મુક્કા: લિટલ માસ્ટર પ્લે હાઉસના 14 બાળકોએ મેળવી કરાટેમાં બ્લેક બેલ્ટની સિદ્ધિ કરી હાંસલ
આ પહેલા ભારતની શરૂઆત નબળી રહી હતી. ત્રીજી મેચમાં પણ રોહિત શર્માનું નિષ્ફળ નિવડ્યો અને તે 11 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન શુભમન ગિલ ફક્ત 23 રન બનાવી શક્યો હતો. મધ્યમ ક્રમના બે મુખ્ય બેટ્સમેન, શ્રેયસ ઐયર (3) અને કેએલ રાહુલ (1) પણ સસ્તામાં આઉટ થયા હતા. 71 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ વિરાટ કોહલીએ નીતિશ કુમાર સાથે મળીને ઇિંનગ્સને સ્થિર કરી હતી.
નીતિશ રેડ્ડીએ પોતાની પહેલી વન-ડે અડધી સદી છગ્ગા સાથે પૂર્ણ કરી હતી. જોકે, તે તરત જ આઉટ થઈ ગયો હતો. તેણે 57 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. રવિન્દ્ર જાડેજા ફરી નિષ્ફળ ગયો અને તે 12 રન બનાવીને બાઉન્ડ્રી લાઇન પર કેચ આઉટ થયો હતો. ત્યારબાદ હર્ષિત રાણાએ વિરાટને ટેકો આપ્યો હતો. વિરાટે 91 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી હતી. હર્ષિતે પણ મુક્તપણે બેિંટગ કરતા 41 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી પરંતુ લોંગ ઓનના હાથમાં ફુલ ટોસ ફટકાર્યો હતો. વિરાટ કોહલી 46મી ઓવરમાં 9મી વિકેટ તરીકે આઉટ થયો હતો. ભારતનો દાવ કુલદીપ યાદવના રન આઉટ સાથે સમાપ્ત થયો હતો.
આ પહેલા ન્યૂઝીલેન્ડ વતી ડેરીલ મિચલ અને ફિલિપ્સે સદી ફટકારી ટીમને 337 રન સુધી પહોંચાડી હતી.
