Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

પોલીસના લાડલા’ બૂટલેગરની દારૂ ભરેલી રિક્ષા CP કચેરી નજીક પલટી મારી ગઈ !

Thu, July 18 2024

સગીર રિક્ષા ચાલક અને બૂટલેગર મુન્નાની ધરપકડ પેટા: ૬ વાગ્યા પછી ભીલવાસ ચોકનીએ’ ગલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો છતાં કોઈનું ધ્યાન ન્હોતું જતું ! કારણ શું ?
પોલીસ પીછો કરી રહી હોવાથી જ રિક્ષા ભગાવવાને કારણે પલટી મારી ગઈ હોવાનો લૂલો બચાવ

પાપ છાપરે ચડીને પોકારે જ છે…આ કહેવત પોલીસના લાડલા' ગણાતાં બૂટલેગરને બરાબરની લાગુ પડી ગઈ છે. પોલીસ અધિકારીઓ બદલાય, ગમે એટલા કડક અધિકારી આવે પરંતુ પોતાનો દારૂનો ધમધોકાર ધંધો ચલાવવા માટે કુખ્યાત બની ગયેલા બૂટલેગરની દારૂ ભરેલી રિક્ષા પોલીસ કમિશનર કચેરીથી થોડે જ દૂર ફૂલછાબ ચોકમાં પલટી મારી જતાં મને-કમને દારૂ અને બૂટલેગર બન્નેને પકડવા પોલીસે મજબૂર બનવું પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે બપોરના અરસામાં પૂરપાટ ઝડપે એક રિક્ષા પોલીસ કમિશનર કચેરી નજીકથી પસાર થઈ રહી હતી અને જેવી તે ફૂલછાબ ચોકમાં પહોંચી કે પલટી ખાઈ ગઈ હતી. આ અંગેની જાણ થતાં જ પ્ર.નગર પોલીસ ત્યાં દોડી ગઈ હતી અને રિક્ષાનું ચેકિંગ કરતાં અંદરથી દારૂના ક્વાર્ટર (નાની બોટલ) મળી આવતાં રિક્ષા ચાલક સગીરને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસની પૂછપરછમાં આ દારૂ ભીલવાસના કુખ્યાત બૂટલેગર મુન્નાનો હોવાનું ખુલતાં જ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

હવે આ દારૂ ક્યાંથી આવ્યો તે સહિતની વિગતો ઓકાવવા માટે મુન્નાને રિમાન્ડ પર લેવાની તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભીલવાસ ચોકનીએ’ ગલીમાં દરરોજ સાંજે ૬ વાગ્યા પછી ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થતું હતું પરંતુ હજુ સુધી કોઈનું પણ ધ્યાન તે તરફ ગયું ન્હોતું ત્યારે આ પાછળનું કારણ શું હશે તે તો બૂટલેગર જ જાણતો હોવો જોઈએ ! જો આ રિક્ષા પલટી મારી ન હોત તો સાંગોપાંગ રીતે દારૂનો જથ્થો મુન્ના સુધી પહોંચી જ ગયો હોત તેમાં પણ શંકાને કોઈ સ્થાન નથી.


બીજી બાજુ પોલીસ દ્વારા એવો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે કે પોલીસ આ રિક્ષાનો પીછો કરી રહી હોવાનું ધ્યાન પર આવતાં જ ચાલકે રિક્ષા ભગાવી હતી જેના કારણે તે પલટી મારી ગઈ હતી ! હવે આ વાત કેટલે અંશે સાચી તે તો દાવો કરનાર પોલીસ કર્મી જ જાણતા હોવા જોઈએ…!

પોલીસ કર્મીઓ જ બૂટલેગર સાથે સ્કૂટર પર બેસીને આંટાફેરા કરતા હોવાની ચર્ચા !
ભીલવાસ ચોકમાં દારૂનું વેચાણ કેટલા અંશે વકરી ગયું છે તે તો સૌ કોઈ જાણે જ છે ત્યારે આ દૂષણ વકરવા પાછળ પોલીસની ઢીલી નીતિ પણ એટલી જ જવાબદાર છે. એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે જેનો દારૂ પકડાયો હતો તે મુન્નો તો અહીંનો કુખ્યાત બૂટલેગર છે જ સાથે સાથે તેની નીચે પણ અન્ય બૂટલેગરો કામ કરતા હોય અથવા તો પોતાની રીતે છૂટક દારૂ વેચતા હોય તેમની સાથે પોલીસ કર્મીઓ જ સ્કૂટર પર બેસીને આંટાફેરા કરતા હોય છે. આ ઉપરાંત મુન્નો જ્યાં દારૂ વેચે છે તેના ખૂણે ઘણી વખત પોલીસ કર્મીઓ બાઈક અથવા કાર મારફતે `હોલ્ટ’ પણ કરતા હતા !!

Tags:

daru

Share Article

Other Articles

Previous

આજનું રાશિફળ :  આજે આ રાશિના જાતકોના કાર્યોમાં અડચણ આવી શકે છે, કામના આયોજન બગડી શકે છે

Next

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ચાલુ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
હવે સર્જાશે યાજ્ઞિક રોડ ઉપર ટ્રાફિક ટેરર…! રાજકોટના હજારો વાહનચાલકોએ કરવી પડશે લાંબી ‘પ્રદક્ષિણા’
1 મહિના પહેલા
ટૉપ ન્યૂઝ
Most Share
ટૉપ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરને ભારતીય સેનાની સૌથી મોટી સિદ્ધિ ગણાવતા સંબિત પાત્રા
10 કલાક પહેલા
મહાસત્તાઓ માની ગઈ : અમેરિકા-ચીન ટેરીફમાં ૧૧૫ ટકા ઘટાડો કરશે
11 કલાક પહેલા
પાકિસ્તાન સાથેના ઘર્ષણ બાદ બંધ કરી દેવાયેલા 32 એરપોર્ટ ફરી ધમધમતા થયા
11 કલાક પહેલા
પાકિસ્તાનમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ
11 કલાક પહેલા
Categories

નેશનલ

2092 Posts

Related Posts

Karwa Chauth 2024: કરવા ચોથ પર લોટના દિવડાથી પૂજા કરવાથી થશે લાભ, શાસ્ત્રોમાં છે વિશેષ મહત્વ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
હીટવેવથી કેવી રીતે બચવું? માઈકથી કરાઇ રહ્યો છે પ્રચાર
રાજકોટ
12 મહિના પહેલા
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
ગુજરાત
1 મહિના પહેલા
આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આજે થશે બિનજરૂરી ખર્ચ થશે
ધાર્મિક
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર