અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: મૃતક પાયલોટ સુમીત સભરવાલનાના ભત્રીજાને તપાસ માટે તેડું, જાણો શું છે સમગ્ર મામલો
અમદાવાદ એર ઈન્ડિયાના ફ્લાઇટ 171 દુર્ઘટના મામલે Aircraft Accident Investigation Bureau (AAIB) દ્વારા મૃતક કૅપ્ટન સુમીત સભરવાલના ભત્રીજા અને એર ઈન્ડિયાના પાયલટ કૅપ્ટન વરુણ આનંદને પૂછપરછ માટે બોલાવાતા પાયલટ સંગઠનમાં ઘેરા રોષની લાગણી ફેલાઈ છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન પાયલટ્સ (FIP)એ આ પગલાંને અનાવશ્યક અને હેરાનગતિ સમાન” ગણાવી AAIBને કાનૂની નોટિસ પાઠવી છે.
FIPનું કહેવું છે કે કૅપ્ટન આનંદનો ઘટનાથી કોઈ સીધો સંબંધ નથી, છતાં તેમને હાજર થવા જણાવાયું છે અને નોટિસમાં કાનૂની આધાર, બોલાવવાનો હેતુ અથવા કઈ ક્ષમતામાં તેઓને બોલાવવામાં આવ્યા છે તે અંગે સ્પષ્ટતા નથી. સંગઠન અનુસાર, આ રીતે તેડું આપવું શોકગ્રસ્ત પરિવાર પર માનસિક દબાણ ઊભું કરે છે અને અમારા સભ્યને વ્યાવસાયિક તથા પ્રતિષ્ઠાત્મક નુકસાન પહોંચાડી શકે છે. કૅપ્ટન આનંદે છતાં પણ સહકાર આપવાનો અભિગમ દાખવ્યો છે અને વિડિયો કોન્ફરન્સ દ્વારા પ્રશ્નોના જવાબ આપવા સંમત થયા છે.
આ પણ વાંચો :લો બોલો! પોલીસ જ દારૂની ધંધાર્થી: એક કારમાં દારૂનો જથ્થો ભર્યો,બીજી કારે કર્યુ પાઇલોટીંગ
ગયા વર્ષના 12 જૂને બનેલી આ કરુણ દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત 241 મુસાફરોના મોત થયા હતા. AAIBની પ્રાથમિક રિપોર્ટમાં ઉડાન બાદ તરત બંને એન્જિનમાં ઈંધણ પુરવઠો અટક્યો હોવાનું દર્શાવાયું હતું, પરંતુ સ્વિચમાં થયેલા ફેરફારો અકસ્માતે હતા કે જાણબૂઝીને તે સ્પષ્ટ થયું નથી. જોકે મૃતક પાયલોટના ભત્રીજાને તેડું આપવાના મુદ્દે પાયલટ સંગઠન દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને કારણે તપાસ પ્રક્રિયા પણ ચર્ચા ના કેન્દ્રમાં આવી ગઈ છે.
