Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા સરકારની વિચારણા: નવી 9 મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે

Sat, January 10 2026

રાજ્યની 15 મહાનગરપાલિકા, 32 જિલ્લા પંચાયતો અને 250 તાલુકા પંચાયતોની ચૂંટણીના ઢોલ ઢબુકવાના શરૂ થઈ ગયા હોય તેમ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજવા સરકારે વિચારણા હાથ ધરી છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે પાયાની સુવિધાના કામો તાકીદે પૂર્ણ કરવા અને પ્રોજેક્ટના કામોનું 31 માર્ચ સુધીમાં લોકાર્પણ કરી દેવા મહાનગરપાલિકાને સૂચના આપી દેવાઈ છે. રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતની 15 મહાનગરપાલિકાઓની મુદત એક મહિનામાં પૂર્ણ થાય છે. આવી જ રીતે 31 જિલ્લા પંચાયતો અને 250 તાલુકા પંચાયતોની મુદત પણ એક માસમાં પૂર્ણ થાય છે.

વધુમાં નવો જિલ્લો બનેલા વાવ થરાદ જિલ્લાની નવી જિલ્લા પંચાયતની ચૂંટણી કરવા માટે જાહેરનામું બહાર પાડી દેવાયું છે. ત્યારે આ તમામ 15 મહાનગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 250 તાલુકા પંચાયતની ચૂંટણી ક્યારે યોજાશે તેને લઈને જાત જાતની અટકળો ચાલી રહી છે. આ બધાની વચ્ચે `વોઇસ ઓફ ડે’ પાસે આવેલી આધારભૂત માહિતી મુજબ સરકારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ મે મહિનાના પહેલા કે બીજા સપ્તાહમાં યોજવા વિચારણા હાથ ધરી છે.

જેના ભાગરૂપે દરેક મહાનગરપાલિકાના પ્રભારી મંત્રીઓએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ તથા સંગઠનના મુખ્ય લોકો સાથે બેઠક યોજીને પાયાની સુવિધાના કામો 15 ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી દેવા પ્રોજેક્ટના જે મોટા કામો ચાલતા હોય તેને વહેલી તકે પૂર્ણ કરીને તેનું 31માર્ચ સુધીમાં લોકાર્પણ કરી દેવા સૂચના અપાઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ: વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન,7000થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ, તૈયારીઓને ફાઇનલ ટચ

આ ઉપરાંત મે મહિનાના પહેલા, બીજા સપ્તાહમાં ચૂંટણી આવી રહી છે તેમ માનીને તૈયારીમાં રહેવા પણ જણાવાયું છે. આવી જ સૂચના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટે જિલ્લા અને તાલુકાના ભાજપના હોદ્દેદારોને પણ આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં વાવ થરાદ નવો જિલ્લો બન્યો છે. જેમાં આઠ તાલુકાનો સમાવેશ કરાયો છે. ત્યારે તે જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતની ચૂંટણી પણ આ સાથે જ યોજી દેવા સરકારે જાહેરનામું બહાર પાડી દીધું છે.

ગાંધીનગર-જૂનાગઢ મહાનગરપાલિકા બાકાત રહેશે

રાજ્યની આઠ જૂની મહાનગરપાલિકા પૈકી ગાંધીનગર અને જુનાગઢ મહાનગરપાલિકાની મુદત અન્ય છ મહાનગરપાલિકા કરતા એકથી દોઢ વર્ષ મોડી પૂરી થાય છે એટલે હાલ આ બંને મહાનગરપાલિકાની ચૂંટણી નહીં યોજાય.

નવી નવ મનપામાં પ્રથમ વખત ચૂંટણી યોજાશે

આ વખતે જૂની છ મહાનગરપાલિકા સાથે નવનિર્મિત નવ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાશે. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલી મોરબી, મહેસાણા, વાપી, આણંદ, નવસારી, સુરેન્દ્રનગર સહિતની નવ મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની હોવાથી ત્યાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મે મહિનામાં ગરમી-વેકેશન મુખ્ય પડકાર બનશે

મે મહિનામાં જો ચૂંટણી આવશે તો ભાજપ માટે વેકેશન અને ઉનાળાની ગરમી બંને દુશ્મન બનશે. આ અંગે પ્રભારી મંત્રીની બેઠકમાં ભાજપના હોદ્દેદારોએ ગંભીરતાથી ધ્યાન પણ દોર્યું છે. જો કે સરકાર તો ચૂંટણી યોજવાની વિચારણા સાથે આગળ વધી રહી છે.

Share Article

Other Articles

Previous

વાઈબ્રન્ટ સમિટ: અંબાણી-અદાણી સહિતના ઉદ્યોગપતિઓના ચાર્ટર વિમાન રાજકોટના જૂના એરપોર્ટ ઉપર આવશે

Next

રાજકોટમાં આવતીકાલથી વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ: વડાપ્રધાન મોદી કરશે ઉદ્ઘાટન,7000થી વધુ ઉદ્યોગકારો લેશે ભાગ, તૈયારીઓને ફાઇનલ ટચ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
16 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
16 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
17 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

IND vs BAN | Women’s Asia Cup 2024 : ભારતનો વટભેર ફાઈનલમાં પ્રવેશ,આ ૩ ખેલાડીઓએ કર્યો કમાલ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
કેન્દ્ર સરકાર હવે આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરી રૂ. 10 લાખ અને મહિલાઓ માટે રૂ. 15 લાખ કરવાની તૈયારીમાં : સચિવના જૂથે રિપોર્ટ રજૂ કર્યો
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમદાવાદમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત
ગુજરાત
2 વર્ષ પહેલા
પાકિસ્તાનની બેફામ ધોલાઈ કરતું આફ્રિકા : બીજી ટી-૨૦માં પણ રગદોળ્યું, મેચમાં બન્યા ૪૧૬ રન
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર