બજેટમાં મિડલ ક્લાસને વધુ એક મલમની તૈયારી! આરોગ્ય વીમો અને નિવૃત્તિ બચત માટે કપાત મર્યાદા વધારવામાં આવે તેવી માંગ
80 -સી , આરોગ્ય વીમો અને નિવૃત્તિ બચત માટે કપાત મર્યાદા વધારવામાં આવે તેવી માંગ; 8-સી ની મર્યાદા રૂપિયા 1.5 લાખ 2014 થી યથાવત જે 3 લાખ થઈ શકે છે
આગામી કેન્દ્રીય બજેટમાં દેશના મધ્યમ વર્ગને રાહત આપવા માટે માંગણી થઈ છે. ફુગાવો, વધતા EMI અને તબીબી ખર્ચાઓ મધ્યમ વર્ગના બજેટને ખોરવી નાખે છે. કર બચત માટે એક સમયે રાહત આપતી કપાત હવે અપૂરતી સાબિત થઈ રહી છે. બજેટ 2026 પહેલા, કરદાતાઓ વધુને વધુ માંગ કરી રહ્યા છે કે હોમ લોન વ્યાજ, 80 -સી , આરોગ્ય વીમો અને નિવૃત્તિ બચત માટે કપાત મર્યાદા વધારવામાં આવે. એમ મનાય છે કે મિડલ ક્લાસને બજેટમાં કેટલીક રાહત મળી શકે છે.
નવી કર પ્રણાલીએ સ્લેબ અને કર દરોમાં એવી રીતે ફેરફાર કર્યો છે કે જેનાથી ઘણા લોકો માટે એકંદર કરનો બોજ ઓછો થયો છે. જો કે દેશના મધ્યમ વર્ગને કેટલીક છૂટછાટ જોઈએ છે જેથી એમનો ખર્ચ ઘટી શકે અને બચત વધી શકે. કલમ 80-સી અંગે હકીકત એવી છે કે તેની મર્યાદા રૂપિયા 1.5 લાખ છે, જે 2014 થી યથાવત છે. આ મર્યાદામાં PPF, ELSS, બાળકોની ફી, વીમા પ્રીમિયમ અને હોમ લોનની મુદ્દલનો સમાવેશ થાય છે.
જો કે, મોટી સંખ્યામાં કરદાતાઓ હજુ પણ જૂની પ્રણાલીને પસંદ કરે છે કારણ કે તેમની પાસે પહેલાથી જ રોકાણ, વીમો અને ગૃહ લોન જેવા ખર્ચ છે જે કપાત માટે લાયક છે. આમ છતાં નાણામંત્રી પાસેથી એવી અપેક્ષા રખાઇ રહી છે કે કેટલીક કપાત વધારવાની જરૂર છે.
સૌથી મોટો મુદ્દો એ છે કે કર કપાત મર્યાદા વર્ષોથી સ્થિર રહી છે, જ્યારે જીવનનિર્વાહનો ખર્ચ આસમાને પહોંચ્યો છે. ઘર ખરીદવું પહેલા કરતા વધુ મોંઘું થઈ ગયું છે તેવી દલીલ પણ કરવામાં આવી ચ. હજુ પણ અનેક લોકો ઘર ખરીદી શકે એમ નથી તબીબી ખર્ચમાં તીવ્ર વધારો થયો છે, જેના કારણે નિવૃત્તિ માટે વધુ ભંડોળની જરૂર પડી છે. આવી સ્થિતિમાં, જે કપાત એક સમયે મજબૂત ટેકો હતો તે હવે અપૂરતી સાબિત થઈ રહ્યો છે.
રૂપિયા 25 હજાર કરોડનું રિસ્ક : ફંડ ઊભું કરવાની તૈયારી
કેન્દ્ર સરકાર અટકેલા માળખાગત પ્રોજેક્ટ્સ અને બેંકોના ખચકાટને દૂર કરવા માટે બજેટમાં એક મોટું પગલું ભરવાની તૈયારી કરી રહી છે. નાણાકીય વર્ષ 27 ના કેન્દ્રીય બજેટમાં રૂપિયા 25 હજાર કરોડનું ખાસ જોખમ ગેરંટી ભંડોળ રજૂ કરવામાં આવી શકે છે. તેનો હેતુ બેંકો અને નાણાકીય સંસ્થાઓની ચિંતાઓને દૂર કરવાનો અને અટકેલા માળખાગત પ્રોજેક્ટ્સને પુનર્જીવિત કરવાનો છે. જો અમલમાં મૂકવામાં આવે તો, આ યોજના માળખાગત ધિરાણના લેન્ડસ્કેપને બદલી શકે છે. આ માટે તૈયારી થઈ રહી હોવાનું બહાર આવ્યું છે.
