Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા : 73.73 લાખ નામ રદ, રાજકોટમાં 5.61 લાખ મતદાર ઉપર લટકતી તલવાર

Sat, December 20 2025

રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશની સતત દોઢ માસ સુધી હાથ ધરવામાં આવેલી ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ આજ રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. ગુજરાતમાં પહેલા 5.8 કરોડ મતદાતા હતા પરંતુ સુધારા પ્રક્રિયા પછી 4.34 કરોડ મતદાતા રહ્યા છે. આ હિસ્વાબે 73.73 લાખ મતદારોના નામ કમી થઇ ગયા છે. હવે તા.18મી જાન્યુઆરી,2026 સુધીમાં બાકી રહી ગયેલા મતદારો પોતાના નામ રજુ કરી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાએ જણાવ્યું કે, બીએલઓ દ્વારા સતત ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં અવસાન પામેલા, કાયમી ધોરણે સ્થળાંતર કરેલા તથા બે જગ્યાએ મતદાર તરીકે નોધાયેલા મતદારોને ઓળખવામાં આવ્યાં હતાં.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયા પહેલા રાજ્યમાં કુલ 5,08,43,436 મતદાર નોંધાયેલા હતા.મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ થયાં બાદ કુલ મતદારોની સંખ્યા 4,34,70,109 રહેવા પામી છે. એટલે કે, SIRની ઝંબેશ દરમિયાન કુલ 73,73,327 મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. જેમાં અવસાન પામેલા મતદારો-18,07,278, ગેરહાજર મતદારો- 9,69,662, કાયમી ધોરણે સ્થળાંતર કરી ચૂકેલા મતદારો- 40,25,553, બે જગ્યાએ નોંધાયેલા મતદારો-3,81,470 હતા.અન્ય-1,89,364 હતા.

સતત દોઢ માસ ચાલેલી કવાયત બાદ તા.1-1-2026ની લાયકાતની તારીખના આધારે આજરોજ મુસદ્દા મતદાર યાદી તમામ મતદાન કેન્દ્રો સહિત દરેક નિર્ધારીત સ્થળોએ પ્રસિધ્ધ કરવામાં આવી છે.મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઇટ http://ceo.gujarat.gov.in ઉપર પણ પ્રસિધ્ધ કરવામાં આવી છે.જેની ઉપર મતદારો પોતાની વિગતો ચકાસી શકે છે.

આજથી 18 જાન્યુઆરી સુધી મતદાર યાદીમાં નામ ઉમેરવાનું ફોર્મ ભરવા તેમજ વાંધા અરજી કરી શકાશેઃ રાજકોટ જિલ્લા કલેક્ટર

ગુજરાત સહિત 12 રાજ્યમાં 4 નવેમ્બરથી 14 ડિસેમ્બર દરમિયાન સ્પેશ્યલ ઈન્સેન્ટીવ રિવિઝન (એસઆઈઆર) મતલબ કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ શુક્રવારે જિલ્લા કલેક્ટર ડૉ.ઓમ પ્રકાશ દ્વારા પત્રકાર પરિષદને સંબોધન કરીને તેમાં આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી હતી. જાહેર થયેલા આંકડા જોવા જઈએ તો ફાઈનલ મતદાર યાદી જાહેર થાય તે પહેલાં આઠેય વિધાનસભાના મળી કુલ 5.61 મતદારો ઉપર લટકતી તલવાર  એટલે કે યાદીમાંથી નામ કમી થવાની શક્યતા જોવા મળી રહી છે. જિલ્લા કલેક્ટરે વિગતો આપતા જણાવ્યું કે આઠ વિધાનસભામાં કુલ 23,91,027 મતદાર નોંધાયેલા છે. એસ.આઈ.આર. પ્રક્રિયા દરમિયાન કુલ મતદારમાંથી 2,25,512 મતદારો એવા જોવા મળ્યા છે જેમનું મેપિંગ એટલે કે ફોર્મ ભરી સબમીટ કરવામાં આવ્યું નથી.

આ ઉપરાંત 89553 મતદારો મૃત્યુ પામ્યા હોવાથી તેમના નામ કમી કરાયા છે. જ્યારે 58942 મતદાર સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી તો 1,69,035 સ્થળાંતર કરી ગયા હોવાનું, 10736 મતદારો ડુપ્લીકેટ હોવાનું તો 7304 `અન્ય’ મતદારો જેમાં બીએલઓ દ્વારા ઘેર ગયા બાદ સરખો જવાબ ન આપવો, ફોર્મ ફાડી નાખવા સહિતના મળ્યા છે. આ પ્રમાણે કુલ 5,61,082 મતદારોનું નામ કમી થવાની શક્યતા રહેલી છે.

જો કે તેમણે એમ પણ જણાવ્યું કે 2,25,512 મતદારો કે જેમણે મેપિંગ નથી કરાવ્યું તેઓ 18 જાન્યુઆરી સુધીમાં મેપિંગ કરાવવા માટેની અરજી કરી શકશે સાથે સાથે અન્ય મતદારો પણ વાંધા અરજી કરી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 17 ફેબ્રુઆરીએ આખરી મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

ડ્રાફ્ટ મતદાર યાદી ક્યાં જોઇ શકાશે

  • ચૂંટણી પંચની વેબસાઈટ સીઈઓ ગુજરાત
  • કલેક્ટર કચેરી
  • મતદાર નોંધણી અધિકારીની કચેરી
  • મદદનીશ નોંધણી અધિકારી
  • નિયુક્ત મતદાન મથક
  • મામલતદાર કચેરી

    મેપિંગ ન કરાવનારા 2.25 લાખ લોકોને બીએલઓ દ્વારા અપાશે નોટિસ

કલેક્ટર દ્વારા એમ પણ જણાવાયું કે 2,25,512 મતદારો કે જેમણે મેપિંગ નથી કરાવ્યું તેમને BLOદ્વારા નોટિસ આપવામાં આવશે સાથે સાથે જવાબ પણ મેળવવામાં આવશે. આ પ્રક્રિયા 18 જાન્યુઆરી સુધી ચાલશે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરમાં જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો : ACBની સફળ ટ્રેપ,₹3,000 માંગનાર હેડ ક્લાર્કને રંગેહાથ ઝડપ્યો

મતદાર યાદીમાં નામ ઉમેરવા ફોર્મ નં.6, સ્થળાંતર અથવા સુધારા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે

મતદાર યાદીમાં કોઈ મતદાર નામ ઉમેરવા માંગે તો તેણે જન્મ તારીખ, રહેઠાણનો પૂરાવો, પાસપોર્ટ સાઈઝનો ફોટો, પરિવારના કોઈ સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઈ વ્યક્તિના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જ્યારે સ્થળાંતર અથવા સુધારા માટે ફોર્મ નં.8 ભરી તેમાં જૂના એપિક કાર્ડની ઝેરોક્ષ, રહેઠાણનો પૂરાવો, કુટુંબના એક સભ્યની અથવા પાડોશમાં રહેતા કોઈ એક વ્યક્તિના ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ આપવાની રહેશે. જો સુધારો કરવાનો હોય તો સુધારા પ્રમાણેનો આધાર પૂરાવો આપવો પડશે.


નો-મેપિંગ થયેલા મતદારોએ શું પૂરાવા આપવા પડશે

1-7-1987 પહેલાં જન્મેલાએ પોતાના પૂરાવા આપવાના રહેશે

1-7-1989થી 2-12-2004 વચ્ચે જન્મેલાએ પિતા અથવા માતાના પૂરાવા આપવાના રહેશે

2-12-2004 પછી જન્મેલાએ પોતાના, પિતાના અને માતાના એમ ત્રણેયના પૂરાવા આપવાના રહેશે

Share Article

Other Articles

Previous

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં RBA પેનલનો વિજય: વકીલોએ સુમિત વોરાને પોતાના નેતા તરીકે સ્વીકાર્યા

Next

સુરેન્દ્રનગરમાં જિલ્લા હોમગાર્ડઝ કચેરીનો હેડ ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો : ACBની સફળ ટ્રેપ,₹3,000 માંગનાર હેડ ક્લાર્કને રંગેહાથ ઝડપ્યો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

મહારાષ્ટ્રમાં સરકાર રચવા આડેનો અવરોધ દૂર, પાંચમી ડિસેમ્બરે સાંજે 5:00 વાગે નવી સરકારનો યોજાશે શપથવિધિ સમારોહ, ભાજપના નેતા બાવનકૂલેએ કરી જાહેરાત, વડાપ્રધાન હાજરી આપશે
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
સોનામાં ટેરિફ ઇફેક્ટ, ઓલટાઇમ હાઇ : રૂપિયા 1.10 લાખ નજીક! રોકાણકારોને સારું વળતર મળ્યું
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
આંસુ અને આશા વચ્ચે જિંદગીના ઝંઝાવાતમાંથી પતિને ઉગારનાર નારીરત્ન સોનલબેન સાકરીયા
રાજકોટ
2 વર્ષ પહેલા
પાકિસ્તાન : બલુચિસ્તાનના કવેટા રેલવે સ્ટેશન પર ભયંકર ધડાકો થતા 21ના મોત, અનેક ઘાયલ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર