Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટની ‘જલકથા’નો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ: રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે કુમાર વિસજવાની જલકથામાં માનવ મહેરામણ ઉમટ્યો

Wed, December 17 2025

`વિશ્વમાં નદીઓને માત્ર પાણીના સ્ત્રોત તરીકે જ જોવામાં અને મૂલવવામાં આવે છે જ્યારે ભારતમાં નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. દુનિયા પ્રકૃતિને સબસ્ટેન માને છે ત્યારે ભારત પ્રકૃતિને દૈવત્વ માને છે. તેમ કથા મર્મજ્ઞ અને તત્વિંચતક ડો. કુમાર વિશ્વાસે `જલકથા’ અપને અપને શ્યામ કીના પ્રથમ દિવસે જણાવ્યું હતું.

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય અને જળસંવર્ધન માટે 1,11,111 જળ સ્ટ્રક્ચર કાર્યાન્વિત કરવા માટે કાર્યરત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે રાજકોટના રેસકોર્સ મેદાનમાં વિખ્યાત તત્વિંચતક, વિશ્લેષક, કથાકાર અને કવિ ડૉ. કુમાર વિશ્વાસની વિશ્વમાં સૌથી પહેલી એવી અનોખી જલકથા `અપને અપને શ્યામ કી’નો દબદબાભેર મંગલ પ્રારંભ થયો હતો. આ પ્રસંગે બોલતા ડો. કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે, પૃથ્વી પર પ્રથમ જીવનો પ્રારંભ જ જળમાંથી મત્સ્ય અવતાર સ્વરૂપે થયો હતો. ત્યારબાદ વિવિધ અવતારો થયા અને અંતે મનુષ્યનું સર્જન થયું. જીવનનો મૂળ આધાર અને સ્ત્રોત જળ છે આથી જળ એ જ જીવન છે તેમ જણાવી ડૉ. કુમાર વિશ્વાસે જલકથામાં રામ અવતાર અને કૃષ્ણ અવતારની તુલના વિવિધ પ્રસંગોના માધ્યમથી કરીને શ્રોતાઓને ભાવવિભોર બનાવી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જલકથા પૂર્વે જળસંચય વિશે લોકોમાં જાગૃતતા આવે અને જન ભાગીદારી સુદ્રઢ બને એ માટે છેલ્લા ઘણાં દિવસોથી શ્રેણીબદ્ધ કાર્યક્રમોની શ્રૃંખલા રચવામાં આવી હતી. ભાવિ પેઢી અને ભવિષ્યના પાણીદાર સૌરાષ્ટ્ર અને ગુજરાતની પરિકલ્પના સાકાર કરવા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલ ડૉ. કુમાર વિશ્વાસની આ જલકથા દ્વારા સમુયા દેશ અને દુનિયાનું ધ્યાન પણ રાજકોટ અને સૌરાષ્ટ્ર તરફ ખેંચાયું છે. આ ભવ્ય અને સંગીતમય જલકથાના પ્રથમ દિવસે ડૉ. કુમાર વિશ્વાસે રામાયણ, મહાભારત અને ભગવત ગીતના વિવિધ પ્રસંગોની પોતીકી અનોખી શૈલીમાં વિસ્તૃત અને સરળ છણાવટ કરતાં ઉપસ્થિત શ્રોતાઓ આકરીન પોકારી ઉઠયા હતા. પોતાના આગવા અંદાજમાં ડૉ. કુમાર વિશ્વાસ પૂર્ણપણે ખીલ્યાં હતા અને સાંપ્રત સમયની સમસ્યાઓ અને તેના ઉકેલમાં ભારતની ભૂમિકા વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો.

પાણીનું મહત્વ અને માહાત્મ્ય સમજાવવા ડૉ. વિશ્વાસે આપેલા તર્કને શ્રાવકો તાળીઓના ગડગડાટથી વારંવાર વધાવી લેતા કથાકારે પોતાનો રાજીપો વ્યકત કર્યો હતો.

ડૉ. કુમાર વિશ્વાસે પહેલા દિવસની કથાનો પ્રારંભ સુપ્રસિધ્ધ સ્તોત્ર અઘરમ્ મધુરમથી કરતાં જ કથાનો માહોલ બંધાઈ ગયો હતો. ડૉ. કુમાર વિશ્વાસની વાણી પ્રારંભ પૂર્વે તેમની ટીમના જાણીતા કવિ દિનેશજી બાંગરે જોરાભેર જલવિષયક કવિતા ગાન કરતા ઉપસ્થિત શ્રોતાઓએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.ત્યારબાદ બાળ ભજનિક બિરેન કુમાર તેમજ ભજનિક અંકિતા શ્રીવાસ્તવએ કૃષ્ણ ભજન ગાનથી લોકોને ભાવવિભોર કર્યા.

આ પણ વાંચો :PUCના દરમાં 10 થી 50 રૂપિયાનો વધારો: રાજ્યના સેન્ટર સંચાલકોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

દિલીપભાઇ સખીયા જેવા પાગલપણાથી જ દુનિયા ચાલે છે !

ડો. કુમાર વિશ્વાસે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખીયા સાથે થયેલી વારંવારની દરેક મુલાકાતોનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, તેઓ જ્યારે પણ મળે ત્યારે દિલીપભાઇએ સૌરાષ્ટ્રના જળસ્તરની જ ચિંતા કરી છે. વસ્ત્રોની સુધબુધ, ન અન્ય કોઇ વાતચીત! સૌરાષ્ટ્રનું જળસંકટ દૂર થાય એ એક જ વાત તેના મુખે સાંભળવા મળે. જળસંચય માટે જ વિચારત રહે. તેમનામાં જળસંચય માટેનું પાગલપન છે. આવા પાગલોની જ દુનિયા ચાલે છે. ડો. કુમાર વિશ્વાસે સૌરાષ્ટ્ર અને ગુજરાતને પાણીદાર કરવાનું દિલીપભાઇનું સ્વપ્ન સિધ્ધ થઇને જ રહેશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. જેને ઉપસ્થિત શ્રોતાઓએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડની ટીમ રાજકોટમાં

જળસંરક્ષણ અને પર્યાવરણની જાગૃતિના એક અનોખા અને ભવ્ય પ્રયાસના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ 15, 16 અને 17 ડિસેમ્બર-2025 ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથાને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ વિશ્વની પ્રથમ વૈશ્વિક જલકથા સૌથી મોટા  વૈશ્વિક જળ, વિશ્વાસ મેળાવડા તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલ છે. જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક, સાંસ્કૃતિક મેળાવડો તરીકે માન્યતા અપાશે. આ ઐતિહાસિક પ્રયાસને  પ્રમાણિત કરવા માટે દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અને નિરીક્ષકો રાજકોટ આવેલા. જેમાં IEA ( IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ) કન્સ્લ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે.

જલકથામાં પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા મહાનુભાવો

પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા, રાજ્યના માજી મંત્રી રાઘવજીભાઇ પટેલ, અનિલભાઇ પટેલ, રક્ષાદળના કેપ્ટન હેમંત વ્યાસ, રમેશભાઇ રાણીપા, અમેરિકાના ગીરગંગાના ક્નવીનર હરીશ ભાઇ માલાણી, રસિકભાઇ ફળદુ, અગ્રણી બિલ્ડર રમેશભાઇ માલાણી, ગૌતમભાઇ ધમસાણીયા, સયાજી હોટેલવાળા દિગ્વજિયસિંહ જાડેજા, એન્જલ પંપવાળા શિવાભાઇ પટેલ, ભવનાથ આશ્રમ ભાયાસરવાળા વશિષ્ઠ નાથજીબાપુ, કાલાવડના કલ્પેશગીરીબાપુ, ગીરગંગા સુરતના ક્નવીનર રામજીભાઇ જેતાણી, કચ્છ ગ્લોબલના ગોવિંદભાઇ ભાનુશાલી, ડેકોરા બિલ્ડરવાળા નિખીલભાઇ પટેલ, અગ્રણી બિલ્ડર બાકીરભાઇ ગાંધી, કાનજીભાઇ ભાલાળા, સવજીભાઇ વેકરીયા, ભવાનભાઇ સહિતની સુરતની ટીમ, ડો. સુધીરભાઇ ભીમાણી, પ્રફુલભાઇ ફુલતેરા, રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ગોવિંદભાઇ કાકડિયા, ભાનુશાલી ટ્રસ્ટ રાજકોટના વાલજીભાઇ નંદા, પ્રેમજી વાલજી એન્ડ સન્સના હરીશભાઇ, રાધિકા જવેલર્સવાળા અશોકભાઇ, સનાતન ગૃપ બિલ્ડર્સ, પ્રખ્યાત કથાકાર જગતભાઇ તારૈયા, રાજકોટના માજી મેયર અશોકભાઇ ડાંગર, મહેશભાઇ ચોહાણ, રાજકોટ જિલ્લા ભાજપના અગ્રણી રાજુભાઇ ધારૈયા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ભારત હવે રામ જેવો નહીં કૃષ્ણ જેવો વ્યવહાર કરે છેઃ કવિ ડો. કુમાર વિશ્વાસની અસ્ખલિત વાણી

*   ગુજરાત હંમેશા ચાલવામાં વિશ્વાસ નહી રાખતું બે લોકો જ હંમેશા નેતૃત્વ કરે છે અને પછી રાજનીતિ હોય કે ઉદ્યોગ જગત
     હોય.

  • ભારત હવે રામ જેવો મર્યાદાનો નહી કૃષ્ણ જેવો વ્યવહાર કરે છે. મોસ્કોથી આવેલા મહેમાનનું બંસરીથી સ્વાગત કરે છે તો
    દુષ્ટ પડોશીના જરાસંઘ જેવા હાલ કરે છે.

*  ભારતે સંકલ્પ લેવો પડશે કે આતંકવાદસરીખા કાલિયા નાગને નાથવા તેની ફેણપર નૃત્ય કરી તેને કચડવો છે.

*  રામની મર્યાદા પુરુષોતમ સમાન નીતિ પર આપણે ચાલી ચૂકયા હવે આ દેશને આગલા 100 વર્ષો સુધી કૃષ્ણ નીતિ પર ચાલવાની જરૂર છે.

* સગર્ભા ધર્મ ગ્રંથો નથી વાંચતી, કૌટુંબિક કલેશવાળી સિરીયલો નિહાળે છે, ધતુરાનું બીજ વાવીએ તો કલ્પવૃક્ષ કેવી રીતે પેદા થાય?

  • અટલ બિહારી બાજપાય મર્યાદા પુરુષોતમની વિચારધારાવાળા હતા જે ઓએ સામેથી સતા ત્યાગ કર્યો હવે પૂર્ણ પુરુષોતમ વિચારધારાવાળા બિરાજમાની છે જેઓ તમામ પ્રયાસો સામે લડીને જાણે કહી રહયા છે કે હું શુ કામ સતા ત્ગાય કરું ?

Share Article

Other Articles

Previous

વીમા કંપનીને એક્સિડન્ટ ક્લેઈમ પેટે 7 લાખથી વધુ રકમ ચુકવવા રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો મહત્વનો આદેશ

Next

PUCના દરમાં 10 થી 50 રૂપિયાનો વધારો: રાજ્યના સેન્ટર સંચાલકોની રજૂઆત બાદ લેવાયો નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
ધુરંધરને વોઇસ નોટ પર મળી ધમકી: અભિનેતા રણવીર સિંહને કરોડો રૂપિયા આપવાની ધમકી મળતા મુંબઈ પોલીસે સુરક્ષા વધારી
8 કલાક પહેલા
રાજપાલ યાદવની મદદ કરવા સોનુ સુદે લંબાવ્યો હાથ: તિહાર જેલમાં બંધ એક્ટર માટે કહ્યું-‘આ ચેરિટી નહીં, સમ્માન છે’
8 કલાક પહેલા
મોટી રાહત: PFના પૈસા હવે UPI મારફતે પણ કાઢી શકાશો: એપ્રિલમાં ખાસ એપ લોન્ચ થશે, કામગીરી શરૂ
8 કલાક પહેલા
હવાઈ શક્તિમાં થશે ઐતિહાસિક વધારો! દુશ્મનોના દાંત ખાટા કરવા ભારત ફ્રાન્સ પાસેથી ખરીદશે રૂ.3.25 લાખ કરોડના 114 રાફેલ વિમાન
9 કલાક પહેલા
Categories

નેશનલ

2884 Posts

Related Posts

૧૨મીથી સુરતમાં શરુ થશે બીગ ક્રિકેટ લીગ
સ્પોર્ટ્સ
1 વર્ષ પહેલા
વડાપ્રધાને રોજગારી પત્રક આપ્યા શું કહ્યું કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ જુઓ વિડિયો
રાજકોટ
2 વર્ષ પહેલા
ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં કોહલીએ ભગવાન શિવનું નામ 1,093 વાર કેમ લીધું ? ગૌતમ ગંભીરે કર્યો ખુલાસો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ઈન્દોરમાં બે જૂથ વચ્ચે હિંસા : જામા મસ્જિદ પાસે વાહન-દુકાનોમાં તોડફોડ-આગચંપી, પોલીસ તપાસ શરૂ
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર