કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું 90 વર્ષની વયે નિધન થતા રાજકીય જગતમાં શોકની લાગણી છવાઈ ગઇ છે.
લાતૂર ખાતે તેમણે સવારે 6:30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા. પાટિલ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હતા અને ઘરે સારવાર હેઠળ હતા.
તેમની વિદાયથી દેશની રાજનીતિએ એક અનુભવી અને સજ્જન નેતા ગુમાવ્યો છે.
લાતૂર લોકસભા બેઠકથી તેઓ સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા, જે તેમના લોકપ્રિયતા અને કાર્યક્ષમતાનું પ્રતિબિંબ છે. તેમની રાજકીય સફર અને સાદગી હંમેશા યાદ રહેશે.
