રાજકોટમાં SRP જવાનની આત્મહત્યાકમિશ્નર કચેરીના ગેટ સામે સર્વિસ રાઇફલથી ગોળી મારી
રાજકોટના પોલીસ કમિશ્નર કચેરી વિસ્તારમાં ગુરુવારની રાત્રે દિલ દ્હોલાવી નાખનાર ઘટના બની હતી. SRP ગ્રુપ–13ના 50 વર્ષીય જવાન ગજુલા રાઠોડે પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી હતી.
તેમને તરત જ ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર વખતે તેમનું મોત નીપજ્યું.ઘટનાના સાચા કારણો હજુ બહાર આવ્યા નથી.
પ્રધુમ્નનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનોએ પણ કોઈ કારણ જણાવવાનું ટાળ્યું છે.
રાઠોડ પાછળ પત્ની અને બે દીકરીઓ છે, જેથી પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.
