રાજકુમાર જાટ કેસ: આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પૂર્ણ, 15 ડિસેમ્બરે HCમાં રિપોર્ટ
ગોંડલના રાજકુમાર જાટ કેસમાં મોટો અપડેટ સામે આવ્યો છે. આરોપી ગણેશ ગોંડલનો ગાંધીનગર FSLમાં નાર્કો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. ટેસ્ટ પહેલા તેની જરૂરી મેડિકલ તપાસ થઈ હતી.
તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર નાર્કો ટેસ્ટ બાદ કેસમાં કેટલાક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે. SIT આ મામલે 15 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટમાં વિગતવાર રિપોર્ટ રજૂ કરશે.
આ કેસમાં મૃતક રાજકુમાર જાટના પરિવારજનોએ શરૂઆતથી જ આ બનાવને અકસ્માત નહીં પરંતુ હત્યા ગણાવી છે. તેમણે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેમના પુત્ર ગણેશ જાડેજા પર ગંભીર આક્ષેપો કર્યા છે.
આક્ષેપોની તપાસના ભાગરૂપે જ રાજકોટની કોર્ટમાં નાર્કો ટેસ્ટ માટે અરજી કરવામાં આવી હતી. હવે નાર્કો ટેસ્ટ પૂરો થતા કેસમાં નવો વળાંક આવી શકે છે અને સત્ય બહાર આવવાની આશા વધી છે.
