શિક્ષણ બોર્ડે ભૂલ સુધારી: ‘ધૂળેટી’એ લેવાનારી પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર, જુઓ નવું ટાઈમટેબલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ધુળેટીના દિવસે પરીક્ષા ગોઠવાઈ હતી જો કે આ બાબતે બોર્ડને ધ્યાને આવતાં પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે અંગેનું સર્ક્યુલર શિક્ષણ બોર્ડએ બહાર પાડ્યું છે.
26 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે જેમાં 4 માર્ચએ ધોરણ 10 માં સામાજિક વિજ્ઞાન ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ચાર માર્ચનાં રોજ એકાઉન્ટ, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં આ જ તારીખે બાયોલોજીનું પેપર ગોઠવવામાં આવ્યું હતું.

4માર્ચ 2026 ના રોજ ધુળેટી નો તહેવાર આવતો હોય ત્યારે આ દિવસે પરીક્ષા ગોઠવવામાં આવી હોવાનું વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવતા મૂંઝવણમાં મુકાયા હતા. જોકે ત્યારબાદ શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે આ અંગે બોર્ડના અધિકારીઓ જણાવ્યું હતું કે પરીક્ષાનું ટાઈમટેબલ જ્યારે નક્કી કરવામાં આવતું હોય છે ત્યારે શૈક્ષણિક કેલેન્ડર મુજબ તારીખો નક્કી થાય છે.
આ પણ વાંચો :વલસાડ : 6 વર્ષની ફુલ જેવી બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરનાર નરાધમને ફાંસી, બાળકીના પરિવારને 17 લાખનું વળતર ચૂકવાશે
ફેબ્રુઆરી માર્ચ 2026 માં લેવાનારી મુખ્ય પરીક્ષા નો કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર 8 નવેમ્બર 2025 ના રોજ જાહેર કરવામાં આવ્યો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026ની જાહેર રજાઓ 27 નવેમ્બર ના રોજ જાહેર કરાઈ હોવાથી તેમાં ધુળેટીની રજા 4 માર્ચના રોજ જાહેર થયેલ છે. તે પરીક્ષાના ટાઈમ ટેબલ માં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાર માર્ચના રોજ જે પરીક્ષા લેવાની હતી તે જેમાં ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાનનું પેપર હવે 18 માર્ચ અને ધોરણ 12 નું એકાઉન્ટ નું પેપર 17 માર્ચ જ્યારે ધોરણ 12 સાયન્સમાં જીવ વિજ્ઞાનનું પેપર 16 માર્ચના રોજ લેવામાં આવશે.
