રાજકોટ એરપોર્ટ પર યુઝર ડેવલપમેન્ટ ફી દિલ્હી-મુંબઇ કરતાં આઠ ગણી વધુ: છતાં સુવિધાઓનો અભાવ,પ્રાથમિક ફેસિલિટી પણ મળતી નથી
ગુજરાતનાં પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી હજુ સુધી ઈન્ટરનેશનલ ફલાઈટની ઉડાન શરૂ નથી થઈ તો પેસેન્જર્સને મોબાઈલ કનેક્ટિવિટી, વાઈફાઈ જેવી સુવિધા મળતી નથી પણ યુઝર ડેવલપમેન્ટ ફી દિલ્હી, મુંબઈ તો ઠીક પણ સુરત અને અમદાવાદ કરતાં પણ વધુ વસુલાત કરવામાં આવે છે.સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 745 યુઝર ડેવલપમેન્ટ ફી છે જ્યારે રાજકોટ એરપોર્ટ પર ડોમેસ્ટિક ફલાઈટ ઓપરેશન ચાલુ છે ને પેસેન્જર્સ દીઠ 840 યુડીએફ અને એવિએશન સિક્યુરિટી ફી 236 અલગથી લેવામાં આવી રહી હોવાની વિગતો મળી છે.
એરપોર્ટ ઈકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નક્કી કરાયેલા ચાર્જ મુજબ રાજકોટ એરપોર્ટ પર પેસેન્જર પાસેથી 840 યુઝર ડેવલપમેન્ટ ફી લેવામાં આવે છે.જે દિલ્હી અને મુંબઈ કરતાં પણ 8 ગણો વધુ છે. દિલ્હીમાં 150 અને મુંબઈમાં 175 રૂપિયા યુડીએફ તો અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરો પાસેથી 450 યુડીએફ વસુલાય છે.
ફલાઈટમાં પેસેન્જરો મુસાફરી કરે ત્યારે તેની સામેં એરપોર્ટ પર સુવિધા મળે છે તેના માટે આ ચાર્જ લેવામાં આવે છે જેમાં એરપોર્ટ પર આરામદાયક બેસવાની વ્યવસ્થા, ફલાઈટની માહિતી આપતી સ્ક્રીન,એ.સી,એરોબ્રિજ, રનવેના સુધારા વધારાના ખર્ચ,ક્લીન ટોયલેટ,વાઈ ફાઈ,સીસીટીવી, બગેજ લેવા માટેની ઝડપી સુવિધા,ટર્મિનલ બિલ્ડીંગમાં સુધારા વધારા કરવા,ચેકપોઇન્ટ,સ્કેિંનગ મશીન, ક્રાઉડ મેનેજમેન્ટ, ઈમરજન્સી માટે ફાયર ટીમ અને મેડિકલ ટીમ,ફૂડ સ્ટોલ સહિત અનેક સુવિધાઓ આપવામાં આવે છે. જો આ બધી સુવિધાઓ પુરી પાડવાની વાતમાં રાજકોટ એરપોર્ટ ઉણું ઊતર્યું હોય તેવી પેસેન્જરોની અનેક વખત ફરિયાદો સાથે ટર્મિનલની છતમાંથી પાણી પડવા કે મોબાઈલ કનેક્ટિવિટી અને વાઈફાઈ જેવી પ્રાથમિક ફેસિલિટી પણ મળતી નથી.
આ પણ વાંચો :યુવતીનું મો*ત: રાજકોટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર-પોલીસની એકબીજા પર ફેંકાફેંકી, જવાબદાર કોણ? જાણો શું છે મામલો
એરાનાં નિયમ અનુસાર 840 UDF લેવાય છેઃ તજજ્ઞો
એરપોર્ટના તજજ્ઞો કહે છે કે,એરપોર્ટ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા એરા દ્વારા આ ચાર્જ નક્કી કરવામાં આવે છે.જેમાં નવા બનેલા એરપોર્ટનો ખર્ચ થયો તેના આધારે સરેરાશ ચાર્જ નક્કી કરાય છે.રાજકોટનું એરપોર્ટ નવું બન્યું હોય તેના નિર્માણ માટે આશરે 2600 કરોડનો ખર્ચ થયો હોય એ મુજબ એરપોર્ટ યુઝર ડેવલપમેન્ટ ફી લેવાઈ રહી છે.રાજકોટમાં એર ટિકિટમાં આ ચાર્જ દેખાય છે.જેમાં અહીં એવિએશન સિક્યુરિટી ફી પણ લેવામાં આવે છે.
