ફ્રીઝ, એસી, વોશિંગ મશીન પર જીએસટી વધશે ?
જીએસટી દરોની સમીક્ષા માટે 20મી ઑક્ટોબરે મંત્રીઓના જૂથની એક મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકમાં લગભગ 100 વસ્તુઓના જીએસટી દરની સમીક્ષા કરવામાં આવશે. મંત્રીઓના જૂથમાં 11 રાજ્ય સભ્યો છે, જ્યારે જૂથના કન્વીનર બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી છે. કેટલીક ચીજોના ભાવમાં વધારો થઈ શકે છે તેવી સંભાવના છે.
કેટલીક ચીજોના દરમાં વધારી કરવાની ભલામણ થઈ શેકે છે તેમ આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. આમ થવાથી બજારમાં ચીજોની ખરીદી પર પણ અસર થઈ શકે છે.
આ તમામ વસ્તુઓ થઈ શકે છે મોંઘી
હેર ડ્રાયર અને કોસ્મેટિક પ્રોડક્ટ્સ સહિત કેટલાક સફેદ સામાન પર જીએસટી વધી શકે છે. વ્હાઇટ ગુડ્સમાં રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી, ડીશવોશર, માઇક્રોવેવ, ઓવન અને વોટર હીટર સહિત ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે.
પશ્ચિમ બંગાળના નાણાં પ્રધાન ચંદ્રિમા બેનર્જીએ હેર ડ્રાયર અને કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ સહિત કેટલીક સફેદ ચીજવસ્તુઓ પર જીએસટી વધારવાની વિચારણા કરવાની માંગ કરી છે. આવક વધારવા માટે 2018માં જે વ્હાઇટ ગુડ્ઝ વસ્તુઓના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો તેના પર પુનર્વિચાર કરવાની માંગ પણ કરવામાં આવી છે.