આતંકીઓએ આવતાવેત જ ટ્રમ્પને શા માટે આપી ધમકી ? વાંચો
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ આતંકવાદીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. આતંકવાદીઓ ભયાવહ બની ગયા છે. આ જ કારણ છે કે તેણે હવે ધમકીઓ આપવાનું શરૂ કર્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી ડોનાલ્ડ ટ્રમ્પને આતંકવાદીઓ તરફથી પહેલી ધમકી મળી છે. આ વિડીયો દ્વારા મળેલી ધમકીની તપાસ શરૂ થઈ ગઈ છે . આમ ટ્રમ્પ સામે આવતાવેત જ આતંકીઓએ બાયો ચઢાવી લીધી છે અને આતંકવાદીઓએ એક વીડિયો જાહેર કરીને અફઘાનિસ્તાન અને પડોશી દેશોમાં અમેરિકનોને નિશાન બનાવવાની ધમકી આપી છે. હકીકતમાં, ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનને અમેરિકન શસ્ત્રો પરત કરવા કહ્યું છે. જો આ કરવામાં નહીં આવે તો, અમેરિકન સહાયમાં કાપ મૂકવામાં આવી શકે છે. જોકે, અમેરિકન ગુપ્તચર એજન્સીઓએ આ વીડિયોની તપાસ શરૂ કરી દીધી છે.
શપથ લેતા પહેલા, રાષ્ટ્રપતિ ટ્રમ્પે અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને આપવામાં આવતી લાખો ડોલરની સહાય અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. કેટલાક અમેરિકન કાયદા નિર્માતાઓ સહિત ઘણા સંગઠનોએ માંગ કરી હતી કે અફઘાન તાલિબાનને દર અઠવાડિયે આપવામાં આવતી લાખો ડોલરની રકમ ખોટી છે.
ટ્રમ્પ અને તેમના સહયોગી એલોન મસ્કે પણ આ સહાય રકમ પર ટિપ્પણી કરી. આ પછી, ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું હતું કે અફઘાન તાલિબાને ત્યાં રહેલા અમેરિકન શસ્ત્રો પરત કરવા જોઈએ. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યો હતો કે અફઘાન તાલિબાનને આપવામાં આવતી મદદ ઘટાડી શકાય છે અથવા બંધ પણ કરી શકાય છે.