લોકસભાની ચુંટણી માટે કોનું મતદાન થયું ? જુઓ
કેટલા લોકોએ બેલેટ પેપરથી મતદાન કર્યું ?
લોકસભા ચુંટણી માટે સોમવારથી દેશમાં અલગ અલગ રાજ્યોમાં પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થઈ ગયું હતું. ચુંટણી પંચના નિરદેહ પર કેટલાક ખાસ સરકારી સેવાના કર્મીઓ ઉપરાંત દિવ્યાંગ અને 85 વર્ષથી વધુની વયના મતદારો માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે.
આ કામગીરી કર્મીઓ દ્વારા શરૂ કરી દેવાઈ હતી અને અલગ અલગ રાજ્યોમાં દિવ્યાંગઓ અને બુઝુરગોએ મતદાન કર્યું હતું. આ પ્રક્રિયા સફળતાથી કરવામાં આવી હતી. મતદાનનો અધિકાર બધા ભોગવી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે અને તેનાથી મતદાનની ટકાવારી પણ આ વખતે વધી જશે.
સાથે અમુક એવા સરકારી કર્મીઓ છે જે પોતાની ફરજ માટે ઘણા દૂરના વિસ્તારોમાં હોય છે એમની માટે પણ આસુવિધા અસરકારક બની છે. સેનાના કર્મીઓ માટે પણ દાયક અને પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઇ છે. જેનો મહત્તમ લાભ લેવામાં આવ્યો છે.
85 થી વધુ વયના મતદારની સંખ્યા
અત્યાર સુધી 80 વર્ષની વયના લોકો આ સુવિધાનો લાભ લેતા હતા પણ ચુંટણી પંચે વી મર્યાદા વધારીને વધુ લોકો મતદાન કરીમ શકે તેવી વ્યવસ્થા ગોઠવી હતી. દેશમાં 80 વર્ષથી વધુની વયના 1.85 કરોડ મતદારો છે. જ્યારે 100 વર્ષ અને તેનાથી વધુ વયના મતદારોની સંખ્યા 2.38 લાખ રહી છે.
આ બધા લોકોએ મતદાન કરવાની શરૂઆત કરી દીધી હતી અને ઘર ઘર જઈને દિવ્યાંગઓ તથા બુઝુરગોના મત લેવામાં આવ્યા હતા. આ માટે હજારો કર્મીઓને કામે લગાડવામાં આવ્યા હતા.