પબ્લિક ટ્રાન્સપોર્ટ અંગે બજેટમાં શું થઈ જાહેરાત ? જુઓ
નાણામંત્રીએ બજેટમાં ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલી કેટલીક જાહેરાતો કરી હતી. સરકારની તૈયારીથી આગામી સમયમાં લોકોને બસોમાં મુસાફરી કરવી સસ્તી પડશે. દેશમાં ઇલિકટ્રિક વ્હીકલ ચાર્જિંગ માળખું ઊભું કરવામાં આવશે. સાથોસાથ પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે ઇલેક્ટ્રિક બસોને વધારવાની જાહેરાત કરવામાં આવી હતી. પર્યાવરણની જાળવણી કરવાના મુખ્ય આશય સાથે સરકાર આ મિશનમાં આગળ વધી રહી છે.
આમ તો બજેટમાં ઓટો સેક્ટર માટે કોઈ જાહેરાત થઈ નથી પણ ઇલેક્ટ્રિક વ્હીકલને ઉત્તેજન આપવાની વાત કરવામાં આવી હતી. એ જ રીતે દેશમાં ઇવી ચાર્જિંગ માટે મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
નિર્મલાએ કહ્યું હતું કે પબ્લિક ટ્રાન્સપોર્ટ નેટવર્ક માટે જેમ બને તેમ વધુ ઇલેક્ટ્રિક બસોને અપનાવવામાં આવશે. એ જ રીતે દેશમાં મજબૂત ઇવી ચાર્જિંગ માળખું પણ સર્જવામાં આવશે આ ઉપરાંત હાઈડ્રોજન વાહનોને પણ ઉત્તેજન આપવામાં આવશે.