દિલ્હીમાં આપની કોંગીને શું ઓફર? વાંચો..
લોકસભાની ચુંટણી માટે કોંગ્રેસ સાથે બેઠકોની ફાળવણી અંગે કોઈ સહમતી આગળ નહિ વધાવાથી અને ચર્ચા નિષ્ફળ રહેવાથી નારાજ થયેલા ‘આપ’ના વડા અરવિંદ કેજરીવાલે જે વલણ જાહેર કર્યું છે તેનાથી ઈન્ડિયા ગઠબંધનમાં વધુ એક તિરાડ પડવાનો ખતરો વધી ગયો છે.
દિલ્હીમાં ‘આપ’એ કોંગ્રેસને ફક્ત એક બેઠક આપવાની ઓફર કરી છે. અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં તો ૮ બેઠક પર દાવો ઠોકી દીધો હતો. દિલ્હીમાં જો કોંગ્રેસ એક બેઠકની ઓફર નહિ સ્વીકારે તો અમે તમામ બેઠક પર આપના ઉમેદવાર જાહેર કરી દેશું. તેવી ચીમકી પણ કોંગ્રેસને આપવામાં આવી હતી.
આપના રાજ્યસભા સાંસદ સંદીપ પાઠકે એમ કહ્યું હતું કે, દિલ્હીમાં માન રાખવા ખાતર જ અમે કોંગ્રેસને એક બેઠક આપી રહ્યા છીએ. કોંગ્રેસ પ્રસ્તાવ નહિ સ્વીકારે તો અમે અમારા ઉમેદવાર જાહેર કરી દેશું. એમણે એમ પણ કહ્યું કે, દિલ્હીમાં કોંગ્રેસને બેઠકો માંગવાનો હક તો નથી પણ અમે તેને એક સીટ આપવા માંગીએ છીએ.