આવકવેરા ખાતાએ શું નવી સેવા શરૂ કરી ? વાંચો
કરોડો કરદાતાઓને કેવી રીતે મળશે રાહત ?
દેશના કરોડો કરદાતાઓ માટે મંગળવારે રાહતના સમાચાર બહાર આવ્યા હતા. આવકવેરા ખાતાએ નવી સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. હવે આઇટીના પોર્ટલ પર કરદાતા પોતાનું નામ ચેક કરી શકશે કે વ્યાજ અને ડિવિડન્ડની આવક ઓછી દેખાય છે કે બરાબર છે. આ સેવાથી કરદાતાઓને ઘણી રાહત મળશે. આ સેવાનું નામ ઇ-વેરિફિકેશન સ્કીમ છે.
જો મિસમેચ હોય તો તેને સુધારવા માટે આવકવેરાએ ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. હવે કરદાતાઓ તરત જ પોતાનું નામ પોર્ટલ પર ચેક કરી લે અને ફિગર બરાબર છે કે નહીં તે જોઈ લે, કારણ કે આવકવેરા ખાતા સામે આવા અનેક કેસ સામે આવ્યા છે અને એટલા માટે જ આ સુવિધા શરૂ કરાઇ છે. આ સેવાથી ભૂલ સુધારી શકાશે.
ખાતાએ એવી માહિતી પણ આપી છે કે જો પોર્ટલ પર આપેલી જાણકારી બરાબર છે તો અપડેટેડ રિટર્ન ફાઇલ કરવાનું રહેશે. જો સહમત ણ હોય તો તેની જાણકારી પોર્ટલ પર આપવાની રહેશે. કરદાતાઓને ઇમૈલ અને એસએમએસ દ્વારા આ બાબતની જાણકારી આપવામાં આવી રહી છે. મિસમેચ બારામાં એમને માહિતી અપાઈ રહી છે.
આવકવેરાએ એમ પણ કહ્યું છે કે જે કરદાતા ઇ-ફાઈલિંગ વેબસાઇટ પર રજિસ્ટર્ડ નથી એમને રજીસ્ટર કરાવવું પડશે. આ સુવિધાથી કરોડો કરદાતાઓને રાહત મળશે અને ભૂલ સુધારવાનો મોકો મળશે.
