દિલ્હી ચુંટણી માટે ભાજપ દ્વારા ફરી શું અપાયા નવા વચન ? જુઓ
ભાજપે દિલ્હી ચૂંટણી માટે મંગળવારે સંકલ્પ પત્ર 2 જાહેર કર્યો હતો. આ ચૂંટણી ઢંઢેરાના ભાજપે વિદ્યાર્થીઓ, યુવાનો, દલિતો અને ઓટો ટેક્સી ડ્રાઈવરો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કે.જી.થી પી.જી. સુધીનું શિક્ષણ મફત આપવામાં આવશે. આ ઉપરાંત યુવાનોને રૂપિયા 15 હજારની આર્થિક સહાય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બે ગણી મુસાફરી અને અરજી ફી આપવામાં આવશે.

દિલ્હીના યુવાનોને રાજ્યની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રૂ. 15 હજારની આર્થિક સહાય જેથી કરીને યુવાનો ઉત્તમ પરિણામ આપી શકે.
દિલ્હીમાં ટેકનિકલ અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે સ્ટાઈપેન્ડ સ્કીમ આવશે. આ શિષ્યવૃત્તિ યોજના ભીમરાવ આંબેડકરના નામે શરૂ કરાશે. આ અંતર્ગત, આઇટીઆઇ અને સ્કિલ સેન્ટર પોલિટેકનિક વગેરેમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને માસિક રૂ. 1,000નું સ્ટાઇપેન્ડ મળશે.
ઓટો અને ટેક્સી ડ્રાઇવરો માટે ઓટો-ટેક્સી કલ્યાણ બોર્ડની રચના થશે. જે અંતર્ગત રૂ. 10 લાખ સુધીનો જીવન આધાર વીમો અને રૂ. 5 લાખ સુધીનો અકસ્માત વીમો અપાશે.
ઉચ્ચ શિક્ષણ મેળવનારા ટેક્સી ડ્રાઈવરો અને ઓટો ડ્રાઈવરોના બાળકોને પણ સ્કોલરશિપ આપવામાં આવશે.
દિલ્હીમાં ભાજપની સરકાર આવ્યા બાદ 4 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને પીએમ સ્વાનિધિ યોજનાનો લાભ મળશે. આમ ભાજપ દ્વારા સમાજના બધા જ વર્ગોને લાભ આપવાનું વચન આપ્યું છે.