બીઆરએસના નેતા કવિતાએ રાહુલ ગાંધીને કેવું નામ આપ્યું ? વાંચો
- કોના વિષે કોમેન્ટ કરી ?
- શું ક્લિયર કરવા કહ્યું ?
ભારત રાષ્ટ્ર સમિતિના સાંસદ કે. કવિતાએ ક્રિસમસની સવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું અને ગત મહિને વિધાનસભાની ચૂંટણી પહેલાની વાતોને યાદ કરી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ સામે બીઆરએસની હાર થઈ હતી.
કવિતાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા તેમને ‘ચૂંટણી ગાંધી’ ગણાવ્યા અને માંગ કરી કે, તેઓ સનાતન ધર્મ વિવાદ સહિત પાર્ટીના નેતૃત્વ વાળી વિપક્ષી ગઠબંધનના સદસ્યોની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરે.
તેમણે કહ્યું કે, આજે આપણે ઘણા રાજકીય નેતાઓના દુર્ભાગ્યપૂર્ણ નિવેદનો જોઈ રહ્યા છીએ. અમુક વર્ગો પાસેથી મત મેળવવાની આ પ્રક્રિયા અંતે દેશને એવી રીતે વિભાજિત કરશે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ કે પાર્ટીઓ સનાતન ધર્મ અથવા શૌચાલય સાફ કરનારા મજૂરોનું અપમાન કરે છે.
અહીં ‘સનાતન ધર્મ’ થી તેમનો અર્થ તામિલનાડુના મંત્રી ઉદાનિધિ સ્ટાલિનની વિવાદાસ્પદ ટિપ્પણી અંગે હતો અને ‘મજૂરોનું અપમાન’ 2019ની DMK નેતા દયાનિધિ મારનની વિડિયો ક્લિપ વિશે હતો જેમાં તેમણે ઉત્તર પ્રદેશ અને બિહારના એ લોકો વિશે અપમાનજનક વાત કરતા નજર આવ્યા હતા જેઓ ઉત્તર પ્રદેશ અને બિહારમાંથી નોકરી માટે દક્ષિણના રાજ્યમાં આવે છે.