તમાકુ,ગુટકા બનાવતી કંપનીઓ માટે શું નવો નિયમ ? જુઓ
દેશમાં તમાકુ, ગઉખા અને પાન મસાલા બનાવટી કંપનીઓ માટે 1 લી એપ્રિલથી નવો નિયાં લાગુ થઈ રહ્યો છે. આ બધી કંપનીઓએ પોતાનાં ઉત્પાદનના પેકિંગ મશીનનું પણ જીએસટી વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો આમ નહીં કરે તો રૂપિયા 1 લાખ સુધીનો દંડ થશે.
જીએસટી કાઉન્સિલ દ્વારા જારી થયેલ નવી એડવાઇઝરીમાં આ મુજબની માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ફાઇનાન્સ બિલ 2024 દ્વારા સેન્ટ્રલ જીએસટી એક્ટમાં સુધારો કરવામાં આવ્યો હતો. જેમાં ઉપરોક્ત બાબતનો સમાવેશ કરાયો હતો.
એવો નિયમ નક્કી થયો હતો કે પાનમસલા, ગુટખા અને તમાકુ બનાવટી કંપનીઓ પાસે જેટલા મશીન છે તે બધાનું રજીસ્ટ્રેશન જીએસટી વિભાગમાં કરાવવું પડશે. ગેરરીતિ અટકાવવા અને સુરક્ષા માટે આ નિયમ બનાવાયો છે.
બીજી બાજુ રેવન્યુ લિકેજની પણ મોટી સમસ્યા રહી છે તેને રોકવા માટે પણ આ નિયમ જરૂરી છે. ઉત્પાદન પર નજર રાખવા માટે અધિકારીઓએ ભલામણ કરી હતી અને બેઠકમાં સૂચનોની સમીક્ષા કરાઇ હતી. 1 લી એપ્રિલથી આ નિયમ લાગુ થઈ રહ્યો છે.