લક્ષદ્વીપ માટે મોદી સરકારની શું છે મોટી યોજના ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર લક્ષદ્વીપને વધુ વિકસીત બનાવવા મહત્વની યોજના ઘડી રહી છે. મળતા અહેવાલો મુજબ સરકારે લક્ષદ્વીપના મિનિકૉય ટાપુ પર નવું એરપોર્ટ બનાવશે અહીં ત્યાંથી ફાઈટર જેટ્સ, મિલિટ્રી એરક્રાફ્ટ અને કૉમર્શિયલ ફ્લાઈટોનું સંચાલન થશે. ત્યાં ડ્યુઅલ પર્પઝ એરફિલ્ડ પણ હશે.
સરકારના વિશ્વનીય સૂત્રોના રિપોર્ટ મુજબ મિનિકૉય ટાપુ પર ડ્યૂલ પર્પઝ એરફીલ્ડ બનાવાશે, જેમાં એરપોર્ટનો પણ સમાવેશ થાય છે. ત્યાંથી ફાઈટર જેટ્સનું સંચાલન ઉપરાંત સામાન્ય નાગરિકોને પણ ફ્લાઈટની સુવિધા મળશે. ત્યાં મિલિટ્રી એરક્રાફ્ટનું લેન્ડિંગ અને ટેકઑફ પણ થઈ શકશે.
પહેલા સરકાર પાસે માત્ર મિલિટ્રી માટે એરફીલ્ડ બનાવાવનો પ્રસ્તાવ આવ્યો હતો. હવે તેમાં ફેરફાર કરી બેવડા હેતુથી ઉપયોગ થઈ શકે તેવા એરફીલ્ડનો ઉલ્લેખ કરી ફરી સરકાર પાસે મોકલાયો છે. ત્યાં એરફીલ્ડ બન્વાય બાદ ભારત અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં ચારે તરફ કડક દેખરેખ રાખી સકશે. દરિયાઈ લૂંટારાઓ સામે પણ સરળતાથી કાર્યવાહી કરી શકાશે.
ભારતીય નૌસેના અને વાયુસેના હવે હિંદ મહાસાગર અને અરબી સમુદ્રમાં સરળતાથી ઑપરેશન પાર પાડી શકશે. ઉપરાંત ચીનની વધતી પ્રવૃત્તિઓને અટકાવવાની પણ તક મળશે. સૌપ્રથમ ભારતીય કોસ્ટ ગાર્ડે મિનિકૉય ટાપુ પર એરસ્ટ્રીપ બનાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. વર્તમાન પ્રસ્તાવ હેઠળ નવા એરપોર્ટ અને એરફીલ્ડનું સંચાલન ભારતીય વાયુસેના કરશે.
લક્ષદ્વીપની આસપાસ હાલ માત્ર એક જ એરસ્ટ્રિપ છે, જે અગાતી ટાપુ પર આવેલો છે અને ત્યાંથી તમામ પ્રકારના વિમાનોનું સંચાલન કરવું પણ મુશ્કેલ છે. સૂત્રોએ જણાવ્યું કે, આ એરપોર્ટ બનાવાનો પ્રસ્તાવ ફુલપ્રૂફ છે. ઘણીવાર સમીક્ષા પણ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ આ ટાપુઓ ખુબ જ ચર્ચામાં આવ્યા હતા.