ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયો પર શું થયું ? જુઓ
4 રાજ્યોના ચૂંટણી પરિણામો સામે આવી ગયા બાદ દેશના અલગ અલગ રાજ્યોમાં ભાજપ દ્વારા જોરદાર વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. જ્યારે કોંગ્રેસના કાર્યાલયો બપોરે ખાલીખમ થઈ ગયા હતા. રાજસ્થાન , મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે, તો એકમાત્ર તેલંગણમાં કોંગ્રેસ કેસીઆરને પછાડી આગળ વધી છે.
ભાજપના કાર્યાલયો તેમજ ખાસ કરીને દીલ્હીનાં ભાજપના કાર્યાલયમાં ધમાકેદાર ઉજવણી કરાઇ હતી અને મીઠાઇ વહેંચાઈ હતી. કાર્યકરોએ આતશબાજી કરી હતી અને ફૂલોનો જાણે વરસાદ થયો હતો.
સવારે ઉત્સાહ સાથે આવેલા કોંગ્રેસના કાર્યકર્તાઓની કાર્યાલયો પર ભારે ભીડ ઉમટી હતી, જોકે ત્યારબાદ સન્નાટો જોવા મળી રહ્યો હતો. ઢોલ-નગારા પેક થઈ ગયા હતા અને કાર્યકર્તાઓ વિલા મોઢે ઘરભેગા થઈ ગયા હતા.
કોંગ્રેસ કાર્યાલયોની હાલત એવી હતી કે, કોઈપણ મોટો નેતા જોવામળ્યા નહતા. કાર્યકર્તાઓ પણ ધીરે ધીરે ખસકી પોત-પોતાના ગંતવ્ય સ્થળે રવાના થઈ રહ્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્યારબાદ છત્તીસગઢમાં ભાજપની વધતી બેઠકોનો ગ્રાફ જોઈ કોંગ્રેસ કાર્યાલયો પર સન્નાટો છવાઈ ગયો હતો.