વડાપ્રધાને શેનું કર્યું ખાતમુહૂર્ત ? વાંચો
ગુરતને શેની મળી ભેટ ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના ટેક ટેક ચિપ્સ ફોર ડેવલપ્ડ ઈન્ડિયા કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન તેમણે ત્રણેય સેમિકન્ડક્ટર યુનિટનો શિલાન્યાસ કર્યો હતો ગુજરાતનાં ધોલેરા અને સાણંદ ખાતે તથા આસામમાં ખાત મુહૂર્ત વર્ચુઅલલી કર્યું હતું. . જેની કૂલ કિમત રૂપિયા 1.25 લાખ કરોડ થવા જાય છે.
વડાપ્રધાને તેમના સંબોધનમાં કહ્યું કે ભારત પહેલાથી જ સ્પેસ, ન્યુક્લિયર અને ડિજિટલ પાવર છે અને હવે આવનારા સમયમાં દેશ સેમિકન્ડક્ટર સેક્ટરમાં વૈશ્વિક શક્તિ બનશે. તેમણે કહ્યું કે અમે અત્યારે જે નિર્ણયો લઈ રહ્યા છીએ અને અમે જે નીતિઓ બનાવી રહ્યા છીએ તેનાથી અમને વ્યૂહાત્મક ફાયદો થશે.
આ પ્રસંદે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે દેશનાં ભવિષ્યનો પાયો નાંખવા મોદી જેવું નેતૃત્વ હોવું જોઈએ. 1962 થી આ પ્રયાસ ચાલતો હતો. આજે સફળતા મળી છે. પીએમનાં વિઝનનાં કારણે આ સફળતા મળી છે. તેમજ આજનો દિવસ ઈતિહાસમાં યાદ રખાશે. આજે એક સાથે 3 પ્લાન્ટનું ભૂમિપૂજન અનો ચોથો માઈક્રોન પ્રોજેક્ટ પણ છે. દરેક વસ્તુ કે જેમાં ઓન અને ઓફ થાય તે દરેક વસ્તુમાં સેમી કન્ડક્ટર હોય છે.
વડાપ્રધાન માટે માટે આ મહત્વનું છે અને એમનો રોલ વધુ છે. એક પ્લાન્ટ આસામમાં લાગી રહ્યો છે અને મેડ ઈન આસામ, મેડ ઈન ગુજરાતથી વસ્તુ વિશ્વમાં આવશે. ડબલ એન્જીન સરકાર માટે આ 4 પ્લાન્ટ ઉદાહરણ છે. જૂન 2021 માં કામને સરકારે મંજૂરી આપી અને કામ શરૂ થયું. 29 ફેબ્રુઆરી 2024 માં પ્લાન્ટને મંજૂરી અપાઈ અને 15 દિવસમાં તેની શરૂઆત મોટું પગલું છે. યુવા પેઢીને સુનિશ્ચિત કરવા અને વિકસિત કરવાનો આ નિર્ણય અને પ્રોજેક્ટ છે.