હાઇ કોર્ટે કન્યાદાન અંગે શું કહ્યું ? જુઓ
શું આ વિધિ જરૂરી છે ?
અલહાબાદ હાઇ કોર્ટે એક ફેસલામાં એમ ઠરાવ્યું હતું કે હિન્દુ વિવાહ અધિનિયમ હેઠળ હિન્દુ વિવાહને સંપન્ન કરવા માટે કન્યાદાનની વિધિ આવશ્યક નથી. ન્યાયમૂર્તિ સુભાષની બેન્ચે કહ્યું હતું કે હિન્દુ વિવાહના આવશ્યક સમારોહના રૂપમાં ફક્ત સપ્તપદી પ્રદાન કરે છે.
અદાલતે કહ્યું કે સાક્ષીઓને પાછા બોલાવવાનો કોઈ આધાર નથી. આ કોમેન્ટ સાથે અદાલતે સાક્ષીઓને ફરી બોલાવવા માટેની અરજી રદ કરી દીધી હતી. આશુતોષ યાદવ નામના શખ્સે આ પ્રકારની અરજી કરી હતી.
આ પહેલા નીચલી કોર્ટે આપેલા આદેશને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. નીચલી કોર્ટે એમ ઠરાવ્યું હતું કે ફરિયાદીના લગ્ન થયા છે અને કન્યાદાન એક આવશ્યક અનુષ્ઠાન છે. આ હુકમને કોર્ટમાં પડકારાયો હતો.
હાઇ કોર્ટે એમ કહ્યું હતું કે સાક્ષીઓને બોલાવવા માટે ફક્ત એટલા માટે આગ્રહ કરાયો છે કે કન્યાદાન થયું છે કે નહીં તે વાત સ્પષ્ટ થાય, જો કે હિન્દુ વિવાહ માટે કન્યાદાન કોઈ આવશ્યક વિધિ નથી.