અંતરિક્ષમાંથી આવું દેખાય છે શ્રી રામ મંદિર.. જુઓ..
ભારતીય સ્પેસ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ અંતરિક્ષમાંથી ભવ્ય રામ મંદિર કેવું દેખાય છે તેની ઝલક શેર કરી છે.

ઈસરોએ પોતાના સ્વદેશી ઉપગ્રહોની ઉપયોગ કરીને આ તસવીરો ક્લિક કરી છે. ભારતીય રિમોટ સેન્સિંગ સિરીઝના સેટેલાઈટ દ્વારા ક્લિક કરવામાં આવેલી તસવીરોમાં 2.7 એકર જમીનમાં ફેલાયેલા રામ જન્મભૂમિ સ્થળને જોઈ શકાય છે. આ તસવીર 16 ડિસેમ્બર, 2023ના રોજ ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરોમાં દશરથ મહેલ અને સરયૂ નદીને સ્પષ્ટ જોઈ શકાય છે. અયોધ્યા સ્ટેશન પણ જોવા મળી રહ્યું છે.
ભારત પાસે હાલમાં અંતરિક્ષમાં 50થી વધુ ઉપગ્રહ છે. તેમાંથી કેટલાકનું રિઝોલ્યુશન એક મીટરથી પણ ઓછું છે. આ તસવીરોને ભારતીય સ્પેસ એજન્સીને હૈદરાબાદ સ્થિત રાષ્ટ્રીય રિમોટ સેન્સિંગ સેન્ટરને પ્રોસેસ્ડ કર્યા છે.