અરે.. વાહ .. ટનલમાં ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનો સમય થયો જાહેર….. જુઓ
ઉત્તરકાશીમાં ટનલમાં ફસાયેલા 41 મજૂરો હવે ખૂબ જલ્દી એક આફટમાંથી આઝાદ થવાના છે તેવી આશા બંધાઈ છે અને તેમના પરિવારજનો ફરી સાચા અર્થમાં દિવાળી મનાવશે તેવા સારા ખબર આવ્યા હતા. એમની જીંદગીને એક નવા જીવનનો ઊજાસ મળવાનો છે. 24 અથવા 36 કલાકમાં જ બધાને સલામત રીતે બહાર કાઢવાની આશા પ્રબળ બની છે.
નિષ્ણાંતોએ આ મુજબની માહિતી આપી હતી અને કહ્યું હતું કે હવે 40 કલાક ખૂબ જ મહત્વના છે અને 39 મીટર સુધી 800 મીમીના પાઇપ સફળતાથી નાખી દેવાયા છે. આજે અથવા કાલે મજૂરોનું રેસ્ક્યૂ થઈ જવાની સંભાવના છે. મજૂરોના પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ શરૂ થયો છે.
સુરંગમાં ફસાયેલા મજૂરોના ચેહરા પ્રથમવાર કેમેરા દ્વારા પરિવારોએ જોયા હતા. એમની સાથે વાતચીત પણ કરી હતી. બધા ભાવુક થઈ ગયા હતા . આ દરમિયાન જ મજૂરોને ભરોસો અપાયો હતો કે તમને ખૂબ જ જલ્દી બહાર કાઢવામાં આવશે.
નિષ્ણાતોએ એવી માહિતી પણ આપી હતી કે સુરંગમાં સફળતાથી માઇક્રોફોન અને સ્પીકર પણ નાખવામાં આવ્યા હતા. બચાવ ઓપરેશનમાં જોડાયેલી એજન્સીઓએ કહ્યું હતું કે અમે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. મજૂરો સાથે વાત થઈ રહી છે અને તેઓ સુરક્ષિત જ છે.