કાશ્મીરમાં આતંકીઓની ઘૂસણખોરી; ગોળીયુધ્ધમાં 1 જવાન શહીદ
જમ્મુ- કાશ્મીરના સોપોરમાં સોમવારે સાંજે આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવતાં જવાનોએ એમને ઘેરી લીધા હતા અને બંને વચ્ચે કલાકો સુધી ગોળી યુદ્ધ ખેલાયું હતું. જેમાં 1 જવાન શહીદ થયો હતો. જ્યારે અન્ય 1 જવાન ઘાયલ થયો હતો.
અધિકારીઓએ એમ કહ્યું હતું કે આખી રાત ગોળી યુધ્ધ ખેલાયું હતું અને જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. આતંકીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ વળતા જવાબમાં જવાનોએ પણ ગોળીબાર શરૂ કર્યો હતો. સમગ્ર વિસ્તાર સીલ કરી દેવાયો હતો.
આતંકીઓને જીવતા જ પકડી લેવા માટે જવાનો એ ચારેકોર જાળ બિછાવી દીધી હતી અને આ દરમિયાન 1 જવાન શાહિદ થયો હતો અને 1 ઘાયલ થતાં તેને તરત જ હોસ્પિટલ ખસેડાયો હતો.