સાઉદી અરબના રણમા શું જોવા મળ્યું ? શું થયું ? વાંચો
જ્યારે સાઉદી અરેબિયાનો ઉલ્લેખ થાય છે ત્યારે મક્કા, મદીના અને રણની તસવીર આપણા મગજમાં આવે છે. પરંતુ હવે અહીં સ્થિતિ બદલાતી જોવા મળી રહી છે. સાઉદી અરેબિયામાં અતિ ભારે વરસાદ થયો જેના કારણે ત્યાં હાઈ એલર્ટ છે. મક્કા અને મદીનાના મોટાભાગના ભાગો, ખાસ કરીને જેદ્દાહ શહેર અને ગવર્નરેટના અન્ય વિસ્તારોમાં સોમવારે કરા અને તોફાન સાથે ભારે વરસાદ થયો હતો.સડકો તળાવ બની હતી અને કાર તરવા લાગી હતી.
સાઉદી ગેઝેટના અહેવાલ મુજબ વરસાદના કારણે મક્કા, જેદ્દાહ અને મદીના શહેરોમાં રસ્તાઓ અને ચોકમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે હાઈવે અને રસ્તાઓ પરના ટ્રાફિકને અસર થઈ હતી.
સાઉદી અરેબિયાના જળ અને કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશના અન્ય કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થયો છે. મદીનાના બદર ગવર્નરેટના અલ-શાફિયામાં સૌથી વધુ 49.2 મીમી વરસાદ નોંધાયો હતો. જેદ્દાહ શહેરના અલ-બસાતીન જિલ્લામાં 38 મીમી વરસાદ નોંધાયો હતો, જે બીજા નંબરે સૌથી વધુ છે.
મંત્રાલય સાથે સંકળાયેલી પર્યાવરણ એજન્સીનું કહેવું છે કે મદીનાના કેટલાક ભાગોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. મદીનામાં પ્રોફેટ મસ્જિદના સેન્ટ્રલ હરમ વિસ્તારમાં 36.1 મિમી, બદરના અલ-મસ્જિદ વિસ્તારમાં 33.6 મિમી, કુબા મસ્જિદમાં 28.4 મિમી, સુલતાના મોહલ્લામાં 26.8 મિમી અને અલ-સુવૈદ્રિયામાં 23.0 મિમી વરસાદ નોંધાયો હતો.