વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાંચો કઈ વાતની ગેરેંટી આપી અને વિશ્વાસ આપ્યો જુઓ
- ૨૨મી જાન્યુઆરીનો આ અવસર `દરેક ઘરમા અયોધ્યા, દરેક ઘરમા રામ’ જેવો છે
- ત્રીજી ઇનિગમા ભારત વિશ્વની ટોપ ત્રણ ઇકોનોમીમા સામેલ થશે
- સરકાર અને જનતા વચ્ચે સર્જાયેલો આ નવો વિશ્વાસ મોદીની ગેરટીનો આધાર છે
- હવે એ શક્ય નથી કે વિપક્ષી ગઠબધનના લોકો ગમે તે જૂઠુ બોલશે અને જનતા તેને સ્વીકારી લેશે
- ગેરેંટી : બ્રહ્માડની કોઈ તાકાત ૩૭૦મી કલમ હટાવી નહી શકે
- ૨૦૨૪મી ચૂટણીમા સ્પષ્ટ બહુમતિ સાથે ફરી સરકાર : વિશ્વાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યારે ચાલી રહેલા કેટલાક સવેદનશીલ મુદ્દાઓ ઉપર પહેલી વાર મૌન તોડ્યુ છે. એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમા તેમણે સસદભવનની સુરક્ષામા થયેલી ચૂકને તેમણે ગભીર ગણાવી છે અને ઊંડાણપૂર્વક તપાસની જરૂર છે તેમ જણાવ્યુ છે તો બીજી તરફ ખોંખારો ખાઈને કહ્યુ છે કે, જમ્મુ-કાશ્મીરમાથી ૩૭૦મી કલમ દુર કરવામા આવી છે અને હવે બ્રહ્માડની કોઈ તાકાત, કોઈ શક્તિ તેની વાપસી કરી શકશે નહી.તેમણે ૨૦૨૪ની લોકસભાની ચૂટણીમા સપૂર્ણ બહુમતી સાથે ફરીથી એન.ડી.એ.સરકાર બનાવશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે.
અયોધ્યામા રામલલ્લાના સ્થાપન અગે મોદીએ કહ્યુ છે કે, આ ખુશીની પળ માત્ર મોદી માટે જ નથી પરતુ ભારતના ૧૪૦ કરોડ હૃદયના મનની ખુશી અને સતોષની આ તક છે. મારા માટે ૨૨મી જાન્યુઆરીનો આ અવસર ‘દરેક ઘરમા અયોધ્યા, દરેક ઘરમા રામ’ આવવાનો છે.
આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ દેશના અર્થતત્ર વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, મોદીએ દેશને ગેરન્ટી આપી છેકે, પોતાની ત્રીજી ઇનિગમા ભારત વિશ્વની ટોપ ત્રણ ઇકોનોમીમા સામેલ થશે. તમે બધા જાણો છોકે ગત ૧૦ વર્ષમા ભારત ૧૦મા નબરની આર્થિક શક્તિથી આગળ વધીને પાચમા નબરે પહોંચી છે અને હવે મોદીએ દેશને ગેરન્ટી આપી છેકે, પોતાની ત્રીજી ઇનિગમા ભારત વિશ્વની ટોપ ત્રણ ઇકોનોમીમા સામેલ થશે. સરકારે આવનારા ૨૫ વર્ષનો ટાર્ગેટ પણ લક્ષ્ય સેટ કર્યો છે. જેના પણ સરકાર કામ કરી રહી છે.
આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ વિપક્ષને પણ આડેહાથ લીધી હતી અને કહ્યુ હતુ કે, હવે એ સમય નથી કે ગઠબધનના નેતાઓ ગમે તે બોલશે અને જનતા તે સ્વીકારી લેશે. તાજેતરમા જ પૂરી થયેલી વિધાનસભાની ચૂટણીના પરિણામ તેની સાબિતી છે.
સસદની સુરક્ષામા ચૂક ચિતાજનક, ઊંડાણથી તપાસ જરૂરી
સસદની સુરક્ષામા ચૂક થતા રાજકારણ ગરમાયુ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સસદની સુરક્ષામા થયેલી ક્ષતિ અગે દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યુ છે કે, આ મામલાની તપાસ જરૂરી છે અને સાથે જ આ મામલામા વધુ ઊંડાણમા જવુ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ આ ઘટનાને ખૂબ જ દુ:ખદ અને ચિતાજનક ગણાવી છે. તેમણે કહ્યુ છે કે, આ મુદ્દે વાદવિવાદ કે પ્રતિકાર કરવાને બદલે તેના ઊંડાણમા જવુ જરૂરી છે. આમ કરવાથી જ મામલો ઉકેલાશે. પીએમ મોદીએ કહ્યુ કે સસદમા બનેલી ઘટનાને ઓછી ન આકવી જોઈએ. સ્પીકર ઓમ બિરલા આ બાબતે ગભીરતાથી તમામ જરૂરી પગલા લઈ રહ્યા છે. તેમણે કહ્યુ કે તપાસ એજન્સીઓ દ્વારા પણ આ મામલાની કડક તપાસ કરવામા આવી રહી છે. પીએમે કહ્યુ કે, આની પાછળ કયા તત્વો સામેલ છે. આ બાબતમા પણ ઊંડા ઉતરવુ જરૂરી છે. આપણે સાથે મળીને ઉકેલ શોધવો પડશે.