સમર વેકેશનથી રાજકોટને ઇન્ટરનેશનલ ફલાઇટ મળશે
ફેબ્રુઆરીથી નવું ટર્મિનલ ઘમઘમશે,સમર શેડયુઅલમાં ગલ્ફ કન્ટ્રીની ફલાઇટ લાવવા ઓથોરિટીનાં ઊંધા માથે પ્રયાસો:અમુક એરલાઇન્સ દ્વારા એપ્રોચ કરાયો:કસ્ટમ માટેનું કામ શરૂ જ્યારે ઇમિગ્રેશનનું કામ અધ્ધરતાલ
ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ ધમધમતું થઈ જશે, પ્રથમ તબક્કામાં ડોમેસ્ટિક ફ્લાઈટ નવા ટર્મિનલ પરથી ઉડાન ભરશે, જ્યારે રાજકોટથી ઇન્ટરનેશનલ ફ્લાઈટ આગામી સમર શેડયુઅલમાં મળશે તેવા એંધાણ વરતાઈ રહ્યા છે, અમુક એરલાઇન્સ દ્વારા ગલ્ફ કન્ટ્રી માટે રાજકોટ એરપોર્ટ ઓથોરિટી સાથે વાટાઘાટો ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ દરમિયાન કસ્ટમ ડિપાર્ટમેન્ટ ની નવા ટર્મિનલમાં જે મુશ્કેલી હતી ખાસ કરીને જગ્યા ટૂંકી પડતી હોવાથી ગત મિટિંગમાં કસ્ટમના કમિશનર દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું તેને અનુલક્ષીને હાલમાં કામગીરી ચાલી રહી છે જ્યારે ઈમિગ્રેશન માટેની પ્રક્રિયા અત્યારે માત્ર ‘કાગળ’પર છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે જ્યારે નિર્માણ થઈ ગયું છે ત્યારે જો રાજકોટને વહેલી તકે ઇન્ટરનેશનલ ફ્લાઈટ મળે તે માટે સરકારમાંથી સૂચના મળે તો તાત્કાલિક ધોરણે આ ફ્લાઈટ ઓપરેશન શરૂ થઈ શકે….!!!
અગાઉ પણ રાજકોટ થી દુબઈ,થાઈલેન્ડ માટેની ઈન્ડિગો એરલાઇન્સની દરખાસ્ત આવી હતી, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના ઓપરેશન માટે નવા ટર્મિનલમાં ડિપારચર હોલમાં 12 ઈમિગ્રેશન કાઉન્ટર અને અરાઈવલમાં 16 ઈમિગ્રેશન કાઉન્ટર, જ્યારે ડીપાચર હોલમાં એક કસ્ટમ કાઉન્ટર અને રાઇવલમાં પણ એક જ કસ્ટમ કાઉન્ટરની સુવિધા અપાઈ છે.
જો બધી જ પ્રક્રિયા હેમખેમથી પાર ઉતરી જશે તો સમર વેકેશનમાં રાજકોટથી પેસેન્જર્સને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન ન લાભ મળી શકે તેવા પ્રબળ સંકેતો મળી રહ્યા છે. હવે એ જોવાનું રહે કે કઈ એરલાઇન્..? દુબઈ,થાઈલેન્ડ કે પછી બેંગકોક કઈ ફ્લાઈટ રાજકોટ એરપોર્ટને મળશે…?
ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે મેઝેનાઇનમાં અરાઈવલ
નવા ટર્મિનલમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોરની વચ્ચે મેઝેનાઇનમાં અરાઇવલ એરિયા રેડી કરાયો છે, જેથી કરીને આ સ્પેસ પર ડિપારચર અને એરાઈવલનો ટ્રાફિક એકત્ર ન થાય,સામાન્ય રીતે અન્ય શહેરોના એરપોર્ટમાં આ રીતે અરાઈવલ નથી પણ રાજકોટમાં જગ્યા ઓછી અને એક જ ટર્મિનલમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફલાઈટના માટેના પેસેન્જરોના લીધે સિવિલ એન્જિનિયરોએ ઓછી જગ્યામાં વધુ સુવિધા આપવાની કોશિશ કરી છે.