કુલીઓએ લાશો ઉપાડી, ભીડ નિયંત્રણમાં તંત્ર નિષ્ફળ :મૃત્યુ આંક વધારે હોવાનો લોકોનો આક્ષે૫
દિલ્હી રેલવે સ્ટેશન દુર્ઘટનાનો મૃત્યુ આંક 18 થયો
ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયા બાદ ભારે ઘસારો થતાં ભારે અંધાધુંધી થઈ: અનેક લોકો કચડાઈ ગયા
નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે બનેલી નાશપાકની ઘટનામાં 18 લોકોના મૃત્યુ થયા હોવાની તંત્રએ સત્તાવાર જાહેરાત કરી હતી. મહાકુંભમાં જનારા યાત્રાળુઓની બેકાબૂ ભીડ વચ્ચે કેટલીક ટ્રેનો મોડી થવાને કારણે તેમજ એક ટ્રેનનું પ્લેટફોર્મ બદલાયો હોવાની જાહેરાત થવાને કારણે થયેલા ધસારાને આ દુર્ઘટના માટે જવાબદાર માનવામાં આવે છે. ઘટના સમયે ઉપસ્થિત લોકોએ રેલવે તંત્ર ભીડ નિયંત્રણ કરવામાં સદંતર નિષ્ફળ ગયું હોવાનો તેમજ સાચો મૃત્યુ આંક વધારે હોવાનો આક્ષેપ કર્યો હતો. ઘટનાની તપાસ માટે રેલવે તંત્ર દ્વારા બે સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. મૃતકોમાં બિહારના 9, હિમાચલ પ્રદેશના 8 અને હરિયાણાના 1 મુસાફરના સમાવેશ થાય છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે રેલવે દ્વારા રૂપિયા દસ લાખની તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકો માટે અઢી લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

ઘટના સમયે રેલવે સ્ટેશન પર ઉપસ્થિત એક કુલીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેન 12 નંબરને બદલે 16 નંબર ઉપર આવવાની જાહેરાત થયા બાદ લોકોએ ફૂટઓવર બ્રિજ પરથી પ્લેટફોર્મ નંબર 16 ઉપર જવા માટે ભયંકર ઘસારો કર્યો હતો. તેમાં મોટી સંખ્યામાં લોકો કચડાઈ ગયા હતા. તેમણે કહ્યું કે હું 26 વર્ષથી સ્ટેશન ઉપર કુલી તરીકે કામ કરું છું પરંતુ આવી ભીડ મેં છઠ પૂજા સમયે પણ જોઈ નહોતી. તેમણે કહ્યું કે ધક્કા મૂકી થતાં સ્ટેશન ઉપર હાજર કૂલીઓ એ વ્યવસ્થા સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. અનેક લોકોને આગળ વધતા અટકાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે અમે કુલીઓએ 15 લાશો ઉપાડ્યા હતી. તે પછી કેટલા લોકોના મૃત્યુ થયા તે ખબર નથી. પોલીસ ઘટના બાદ 35 થી 40 મિનિટ પછી આવી હોવાનો તેમણે ખુલાસો કર્યો હતો.
બેકાબુ ભીડ અને આડેધડ ટિકિટોનું વેચાણ
પ્રયાગરાજ જવા માટે હજારો લોકો પ્લેટફોર્મ નંબર 14 ઉપર ઉભા હતા. દિલ્હી થી દરભંગા જતી સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ ટ્રેન માટે પણ પ્લેટફોર્મ નંબર 13 ઉપર સેકડો મુસાફરો ઉપસ્થિત હતા. સ્વતંત્રતા સેનાની એક્સપ્રેસ મોડી હતી અને તે મધરાતે ઉપડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. બીજી તરફ ભીડ નિયંત્રણ અંગે કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ટિકિટોનું આડેધડ વેચાણ ચાલુ હતું. પ્રાપ્ત વિગત મુજબ જનરલ ડબ્બા માટે દર કલાકે 1500 ટિકિટો ઇસ્યુ કરવામાં આવતી હતી અને પરિણામે પ્લેટફોર્મ નંબર 14 ઉપર
મુસાફરોની સંખ્યા સતત વધતી રહી હતી અને સ્થિતિ એ સ્તરે પહોંચી કે પ્લેટફોર્મ ઉપર ઉભા રહેવાની પણ જગ્યા નહોતી.
પ્લેટફોર્મ બદલવાની જાહેરાત થતા લોકે પ્લેટફોર્મ નંબર 16 તરફ ઘસારો કર્યો
પરાગરાજ સ્પેશિયલ ટ્રેન, ભુવનેશ્વર રાજધાની અને સ્વાતંત્ર સેનાની એ ત્રણેય ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 ઉપરથી પ્રયાગરાજ જવાની જ્યારે પ્રયાગરાજ સ્પેશિયલ ટ્રેન પ્લેટફોર્મ નંબર 14 ઉપર પહોંચી તે પછી પણ હજારો યાત્રાળુઓ પ્લેટફોર્મ ઉપર ઉપસ્થિત હતા.એ દરમિયાન 14 નંબર ઉપરથી ઉપરનારી ભુવનેશ્વર રાજધાની ટ્રેન 16 નંબરના પ્લેટફોર્મ ઉપરથી ઉપડશે તેવી જાહેરાત થતા જનરલ ટિકિટ સાથેના પ્લેટફોર્મ નંબર 14 ઉપર ઊભેલા મુસાફરો એ પ્લેટફોર્મ નંબર 16 ઉપર જવા માટે ઘસારો કર્યો હતો. એ દરમિયાન ફૂટ ઓવરબ્રિજ ઉપર અંધાધુંધી વ્યાપી ગઈ હતી. તંત્રના જણાવ્યા અનુસાર ફૂટઓવર બ્રિજ ઉપર બેઠેલા લોકોએ ધસારામાં દબાવવા લાગ્યા હતા અને એક વ્યક્તિ લાપસી અને પડી ગયા બાદ નાસભાગ મચી ગઈ હતી.