પૂણેમાં રાજકીય હિંસા ? કોનું મર્ડર થયું ? જુઓ
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી પહેલાં હિંસા શરૂ થઈ ગઈ છે. પૂણેમાં અજિત પવારની નેશનાલિસ્ટ કોગ્રેસ પાર્ટી ના પૂર્વ કોર્પોરેટર પર તાબડતોબ ફાયરિંગ કરી તેમની હત્યા કરવાની ચકચાર મચાવતી ઘટના બની. હતી. જીવ ગુમાવનારા કોર્પોરેટરની ઓળખ વનરાજ આંદેકર તરીકે જાહેર કરાઈ હતી. આ રાજકીય હત્યા છે કે અંગત અદાવતને પગલે હત્યા થઈ છે તે બારામાં તપાસ શરૂ થઈ છે.
પૂર્વ કોર્પોરેટર વનરાજ પર ધારદાર હથિયારો વડે પણ હુમલો કરાયો હતો. આ હુમલામાં તેનું મૃત્યુ થયું હતું. પૂણે પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટના પૂણેના નાના પેઠ વિસ્તારમાં બની હતી. હુમલાખોરોએ રવિવારે રાતે 8:30 વાગ્યે પિસ્તોલ વડે ગોળીઓ વરસાવી હતી. હુમલામાં આંદેકર ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તે ત્યાં મૃત્યુ પામી ગયા હતા.
આ ઘટના બાદથી નાના પેઠ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. એવી ચર્ચા છે કે જે સમયે વનરાજ પર હુમલો થયો ત્યારે વનરાજ ડોકે તાલીમ વિસ્તારમાં રોકાયા હતા. આ દરમિયાન હુમલાખોરોએ તકનો લાભ લઇ પિસ્તોલ વડે 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યું. ફાયરિંગ કરતાં પહેલા વિસ્તારની વીજળી ગુલ થઈ ગઇ હતી.
પોલીસના જણાવ્યાનુસાર અદાવત કે પરસ્પર શત્રુતાને કારણે આ હત્યા કરાઈ હોઈ શકે છે. વર્ચસ્વને લઈને પણ લડાઈ થઈ હોવાના દાવાને નકારી શકાય તેમ નથી. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.