ISROની અવકાશમાં બીજી ઉડાન, રિયુઝેબલ વિમાનનું સફળ પરીક્ષણ
પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને ‘સ્વદેશી સ્પેસ શટલ’ પણ કહેવામાં આવે છે
ઈસરોએ અવકાશમાં વધુ એક ઉચ્ચ ઉડાન ભરી પુષ્પક વિમાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. ISROએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. પુષ્પક વિમાન એક SUV કદના પાંખવાળું રોકેટ છે, જેને ‘સ્વદેશી સ્પેસ શટલ’ પણ કહેવામાં આવે છે. ફરીથી વાપરી શકાય તેવા રોકેટ સેગમેન્ટમાં સફળતા હાંસલ કરવાની દિશામાં ભારત દ્વારા આ એક મોટું પગલું છે.
ISROએ કહ્યું કે, RLV LEX-02 લેન્ડિંગ પ્રયોગ દ્વારા રિયુઝેબલ લોન્ચ વ્હીકલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં એક માઈલસ્ટોન હાંસલ કરવામાં આવ્યો છે. આ પરીક્ષણ કર્ણાટકના ચિત્રદુર્ગમાં એરોનોટિકલ ટેસ્ટ રેન્જ માં સવારે 7.10 વાગ્યે કરવામાં આવ્યું હતું. વિન્ગ્ડ પુષ્પક નજીવી ઉંચાઈથી પ્રક્ષેપિત થયા બાદ સફળતાપૂર્વક ચોકસાઈ સાથે રનવે પર ઉતર્યું. એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ રોકેટને આકાશમાંથી છોડવામાં આવ્યું હતું.
પુષ્પક રોકેટની આ ત્રીજી ઉડાન હતી. પુષ્પક રોકેટનું પ્રથમ વખત 2016માં પરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે તેને બંગાળની ખાડીમાં વર્ચ્યુઅલ રનવે પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે તે ફરીથી સંપૂર્ણપણે ડૂબી ગયું અને ક્યારેય પુનઃપ્રાપ્ત થયું નહીં. બીજું પરીક્ષણ 2023માં થયું હતું જ્યારે તેને લેન્ડિંગ માટે ચિનૂક હેલિકોપ્ટરમાંથી છોડવામાં આવ્યું હતું. ISRO સતત આ રોકેટનું પરીક્ષણ કરી રહ્યું છે જેથી પડકારજનક સ્થિતિમાં તેની ક્ષમતાનું પરીક્ષણ કરી શકાય.