શેરબજારમાં મંદીની આંધીમાં રોકાણકારોના ૧૦ લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં સતત પાંચમાં દિવસે જોરદાર મંદી જોવા મળી હતી. અમેરિકાની ટ્રેડ પોલિસી અને ઘરેલુ કારણોસર બેન્કિંગ, ઓટો, મેટલ અને આઈ.ટી. નાં શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. રોકાણકારોની નિરાશા વચ્ચે સેન્સેક્સ ૧૦૧૮ પોઈન્ટ તૂટીને ૭૬૨૯૩ ઉપર અને નિફ્ટી ૩૦૯ પોઈન્ટ તૂટીને ૨૩૦૭૧ ઉપર બંધ રહ્યો હતો. સેન્સેક્સમાં આ કડાકાને લીધે બી.એસ.ઈ. ઉપર લીસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ૯.૮૭ લાખ કરોડ ઘટીને ૪૦૭.૯૫ લાખ કરોડ થઇ ગયું હતુ.

અમેરિકામાં વિદેશી કંપનીઓ દ્વારા આપવામાં આવતી લાંચ અંગેનો કાયદો લાગુ કરવા ઉપર ટ્રમ્પ તંત્રએ પ્રતિબંધ મૂકી દેતા અદાણી ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી હતી.
અમેરિકામાં વધી રહેલા વેપાર તણાવ, ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકી, સતત એફઆઇઆઇની વેચવાલી અને નબળા કોર્પોરેટ પરિણામો આ ઘટાડા માટે જવાબદાર હોવાનું મનાઇ રહ્યુ છે.