નવી મોદી સરકારમાં રાજનાથ સિંહ, અમિત શાહ સહિત કોણ કોણ બન્યું મંત્રી? જુઓ
દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી ગઈ છે. નરેન્દ્ર મોદીએ આજે ત્રીજી વાર દેશના પ્રધાનમંત્રી પદના શપથ લીધાં હતા. મોદીની સાથે 71 સાંસદોએ પણ શપથ લીધાં હતા. સૌથી પહેલા પીએમ મોદીએ શપથ લીધાં હતા ત્યાર બાદ રાજનાથ સિંહ અને અમિત શાહે શપથ લીધાં હતા. આ બાદ વારાફરતી સાંસદોએ મંત્રી પદના શપથ લીધાં હતા.
71 મંત્રીઓમાં 30 કેબિનેટ મંત્રી, 5 સ્વતંત્ર હવાલાવાળા અને 36 રાજ્યમંત્રી તરીકે શપથ લીધાં હતા તેચમાં 27 ઓબીસી અને 10 એસસી સમુદાયના છે. મોદી કેબિનેટમાં 18 સિનિયર નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે તે ઉપરાંત બે પૂર્વ સીએમને પણ સામેલ કરવામાં આવ્યાં છે.
નવી સરકારનું કદ 72 મંત્રીઓનું
કોણ બન્યું કેબિનેટ મંત્રી
રાજનાથ સિંહ
અમિત શાહ
નીતિન ગડકરી
જેપી નડ્ડા
શિવરાજ સિંહ ચૌહાણ
નિર્મલા સીતારામન
એસ જયશંકર
મનોહર લાલ ખટ્ટર
એચડી કુમારસ્વામી
પીયૂષ ગોયલ
ધર્મેન્દ્ર પ્રધાન
જીતન રામ માંઝી
લાલન સિંહ
સર્બાનંદ સોનોવાલ
વીરેન્દ્ર કુમાર
રામમોહન નાયડુ
પ્રહલાદ જોશી
જુઅલ ઓરાઓન
ગિરિરાજ
ગજેન્દ્ર સિંહ સિંહ શેખાવત
અન્નપૂર્ણા દેવી
કિરેન રિજીજુ
હરદીપ સિંહ પુરી
મનસુખ માંડવિયા
જી કિશન રેડ્ડી
ચિરાગ પાસવાન
સીઆર પાટીલ
રાવ ઈન્દ્રજીત સિંહ
જીતેન્દ્ર સિંહ